ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બેંગલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર્સને કમાણીમાં પાછળ પાડી રહ્યા છે પીજી માલિકો અને બ્રોકર્સ
Last Updated: 12:06 AM, 29 August 2026
ADVERTISEMENT
બેંગલુરુમાં સૌથી વધુ કમાણી કરતી નોકરીઓની એક વાયરલ લીસ્ટે કરિયરના બધા હિસાબોને ઊલટા કરી દીધા છે. જ્યાં સોફ્ટવેર એન્જિનિયર્સ રાત-દિવસ કોડિંગ અને સૅલરી વધારાની પાછળ દોડી રહ્યા છે ત્યાં પીજી માલિકો, મકાનમાલિકો, પાણીના ટૅંકરવાળા અને બ્રોકર્સની મોટી કમાણીની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર ‘સાક્ષી’ નામની એક ટેક-કોમેન્ટેટરે મજાકિયા અંદાજમાં ભારતની સૌથી વધુ પગારવાળી કરિયરનું લીસ્ટ શેર કર્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, IITની ડિગ્રી કે કોડિંગ વગર પણ બેંગલુરુની બેઝીક જરૂરિયાતો, રહેઠાણ અને પાણી પરથી કેટલી મોટી કમાણી થઈ રહી છે. ચાલો તેના વિષે જાણીએ.
ADVERTISEMENT
આ લીસ્ટમાં સૌથી ઉપર પીજી માલિકો છે. એક જ રૂમમાં ત્રણ લોકોને રાખીને દરેક પાસેથી 10 થી 15 હજાર રૂપિયા વસૂલવામાં આવે છે. જો માલિક પોતે 40 હજાર રૂપિયા ભાડું આપતા હોય તો પણ બધું કાપીને દર મહિને એકથી દોઢ લાખ રૂપિયા સરળતાથી બચી જાય છે. દર વર્ષે શહેરમાં આવતા યુવાનોને કારણે સસ્તા રૂમની માંગ હંમેશા જાળવી રહે છે.
ADVERTISEMENT
I analysed the Indian job market and here are the highest paying careers right now:
— Sakshi (@Sakshi50038) August 25, 2026
1. PG Owner:
This guy has 3 people packed into one room paying ₹10k–15k each.
He’s probably paying ₹40k rent for the flat and making ₹1–1.5 lakhs from it.
2. Sutta Shop Owner:
Thousands of…
ADVERTISEMENT
બીજા ક્રમે ટેક પાર્કની બહાર ચા-સિગરેટની દુકાન ચલાવનારા છે. જેમાં હજારો એન્જિનિયર્સ થાક દૂર કરવા આ જ દુકાનો પર આવે છે. જેમાં પાંચ રૂપિયાની સિગરેટ 15 રૂપિયામાં વેચીને અને ચા-સ્નેકના જોરે આ નાના વેપારીઓ દર મહિને 30 થી 50 હજાર રૂપિયા કમાઈ લે છે અને એ પણ કોઈ ફંડિંગ, એમબીએ કે પ્રેઝન્ટેશન વગર.
ADVERTISEMENT
ત્રીજા નંબરે બેંગલુરુના મકાનમાલિકો આવે છે. જેનો ફોર્મ્યુલા છે કે, 90 લાખનું 2BHK ફ્લૅટ ખરીદો, 50 હજાર રૂપિયા મહિનાના ભાડે આપો અને દર વર્ષે ભાડું વધારતા રહો. કોઈ પરફોર્મન્સ રિવ્યૂ નહીં રાત દરમિયાન કામનો લોડ નહીં માત્ર દર મહિને ખાતામાં ભાડું આવી જાય છે.
ADVERTISEMENT
ચોથા ક્રમે પાણીના ટૅંકર ચલાવનારા આવે છે. શહેરમાં પાણીની અછતનો ફાયદો લઈને દરેક ટૅંકર માટે 1200 થી 1500 રૂપિયા વસૂલીને દિવસમાં કેટલાયે ચક્કર લગાવવામાં આવે છે. જ્યારે પાણીનો સંકટ વધે છે ત્યારે તેમની માંગ અને કમાણી બંને વધી જાય છે.
ADVERTISEMENT
પાંચમા નંબરે બ્રોકર્સ આવે છે. ચોમાસામાં ચુવાતા રૂમ કે મેટ્રોથી દૂરના ફ્લૅટને પણ કોઈ રીતે ભાડે ચઢાવીને તેઓ એક મહિનાનું પૂરું ભાડું કમિશન તરીકે વસૂલી લે છે. જેમાં ભાડે રહેનાર અને મકાનમાલિક બંને પાસેથી કમિશન લઈને તેઓ આ માર્કેટમાંથી કમાણી કરે છે.
આ લીસ્ટનો સૌથી મજાનો પાર્ટ એ છે કે જ્યારે પીજી માલિક, મકાનમાલિક અને ટૅંકરવાળા કમાઈ રહ્યા હોય છે ત્યારે વધુ સારી નોકરી કે એપ્રેઝલ મેળવવા માટે આઈટી એન્જિનિયર્સ રાતના બે વાગ્યા સુધી કોડિંગ અને ડીએસએના પ્રશ્નો હલ કરવામાં બીઝી હોય છે.
હવે સોશિયલ મીડિયા પર લોકોએ પણ મજાક કરી રહ્યા છે. પરંતુ આ આંકડા માત્ર સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત અંદાજ છે. તેમ છતાં આ મજાકિયા લીસ્ટે એક કડવી સત્યતા જરૂર સામે લાવી છે. જેમાં બેંગલુરુ જેવા ઝડપથી વધતા શહેરમાં ક્યારેક સ્કીલ કરતાં મહત્વની પ્રોપર્ટી હોવી વધુ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
How to Make Oregano / ઘરે જ તૈયાર કરો પાસ્તા-પિઝામાં વપરાતો મોંઘો ઓરિગાનો, બજારથી ખરીદવાની નહીં હોય જરુર