ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ઘરે જ તૈયાર કરો પાસ્તા-પિઝામાં વપરાતો મોંઘો ઓરિગાનો, બજારથી ખરીદવાની નહીં હોય જરુર

How to Make Oregano / ઘરે જ તૈયાર કરો પાસ્તા-પિઝામાં વપરાતો મોંઘો ઓરિગાનો, બજારથી ખરીદવાની નહીં હોય જરુર

Published By: Bijal Vyas

Last Updated: 05:53 PM, 28 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How to Make Oregano:પિઝા, પાસ્તા, ગાર્લિક બ્રેડ કે સેન્ડવિચમાં જોવા મળતો અસલી ઇટાલિયન સ્વાદ તેના પર ભભરાવવામાં આવતા ઓરેગાનોને કારણે આવે છે. જોકે, બજારમાં તેની એક નાની કાચની બરણીની કિંમત 150 થી 250 રુપિયામાં મળે છે. આવો જાણીએ, કેવી રીતે તમે ખૂબ જ ઓછા ખર્ચમાં આ મોંઘા ઓરેગાનો ઘરે બનાવી શકો છો.

ADVERTISEMENT

સુગંધિત ઓરેગાનો એ પિઝા અને પાસ્તાના અદ્ભુત સ્વાદ પાછળનો મુખ્ય ઘટક છે. તેથી જ, જ્યારે લોકો બહારથી પિઝા ખરીદે છે, ત્યારે તેઓ ઘણીવાર ઓરેગાનોના વધારાના પેકેટની માંગણી કરે છે. લોકો સેન્ડવિચ કે મેગી નૂડલ્સમાં ઉમેરવા માટે તેને ઘરે પણ સંગ્રહી રાખે છે. તેમ છતાં, બજારમાં તેની એક નાનકડી બોટલની કિંમત પણ ઓછામાં ઓછી 200 થી 300 રૂપિયા હોય છે.

જો તમે દર વખતે મોંઘું પિઝા સીઝનિંગ ખરીદવાનું ટાળવા માંગતા હોય, તો તમે માત્ર 5 થી 10 રૂપિયામાં ઘરે જ સુગંધિત, શુદ્ધ અને બજાર જેવી ગુણવત્તાવાળું ઓરેગાનો તૈયાર કરી શકો છો.

ઓરેગાનો વાસ્તવમાં અજમાના છોડના પાનમાંથી બનાવવામાં આવે છે. આવો, તવા કે માઇક્રોવેવનો ઉપયોગ કરીને મિનિટોમાં તેને તૈયાર કરવાની સરળ રીત અને તેને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાની રીત જાણીએ.

સામગ્રી

  • તાજા ઓરેગાનો અથવા માર્જોરમનાં પાન: 2 થી 3 કપ
  • ચિલી ફ્લેક્સ : 1/2 ચમચી (ઓપ્શનલ, ઇટાલિયન સીઝનિંગનો સ્વાદ ઉમેરવા માટે)
  • લસણનો પાવડરઃ 1/4 ચમચી (ઓપ્શનલ)
  • મીઠુંઃ 1 ચપટી

બનાવવાની રીત

સૌપ્રથમ, અજમાના તાજા પાન પરની ગંદકી દૂર કરવા માટે તેને પાણીથી બે-ત્રણ વાર સારી રીતે ધોઈ લો. ત્યારબાદ, પાનને સુતરાઉ કપડા પર ફેલાવીને 10-15 મિનિટ માટે રહેવા દો, જેથી તેની સપાટી પરનો તમામ ભેજ સંપૂર્ણપણે સુકાઈ જાય.

પાંદડાં સૂકવવાની 2 સરળ રીતો:

  • જાડા તળિયાવાળી પેન અથવા કડાઈને ધીમી આંચ પર ગરમ કરો. તેમાં પાંદડાં ઉમેરો અને સાવ ધીમી આંચ પર સતત ૪ થી ૫ મિનિટ સુધી હલાવતા રહો. ધીમે-ધીમે પાંદડાંનો ભેજ દૂર થશે અને તે કુરકુરાં થવા લાગશે. (ધ્યાન રાખો કે પાંદડાં બળી ન જાય કે કાળા ન પડે; તેનો લીલો રંગ જળવાઈ રહેવો જોઈએ).
  • પાંદડાંને માઈક્રોવેવ-સેફ પ્લેટ પર ફેલાવો અને તેને 30 સેકન્ડના અંતરાલે 1.5 થી 2 મિનિટ સુધી માઈક્રોવેવ કરો, જ્યાં સુધી તે એટલાં કુરકુરાં ન થઈ જાય કે હાથથી તેનો ભૂકો કરી શકાય.

હાથથી મસળવું (ફ્લેક્સ બનાવવાની રીત)

જ્યારે પાન સંપૂર્ણપણે ઠંડા થઈને કડક (ક્રિસ્પી) થઈ જાય, ત્યારે તેને મિક્સરમાં પીસવાને બદલે તમારી હથેળીઓ વચ્ચે રાખીને હળવા હાથે ઘસો અથવા મસળો. મિક્સરમાં પીસવાથી તેનો પાવડર બની જશે, જ્યારે હાથથી મસળવાથી બજારમાં મળે છે તેવા જ ઓરેગાનો ફ્લેક્સ તૈયાર થશે.

સીઝનિંગ ટચ આપો: ઓરેગાનોના ભૂકા કરેલા પાન સાથે ચપટી મીઠું, થોડું લસણનું પાવડર અને ચીલી ફ્લેક્સ ભેગા કરો અને બરાબર મિક્સ કરો.

આ પણ વાંચોઃ બજારમાં મળતી મોંઘી કાજુ કતરીને કહો બાય બાય, ઘરે જ બનાવો સૌને ભાવતી આ મીઠાઇ

સ્ટોરી કરોઃ તૈયાર કરેલા ઓરેગાનોને સંપૂર્ણપણે કાચની બરણીમાં અથવા એર ટાઇટ ડબ્બામાં ભરીને રાખો. તે 6 મહિનાથી એક વર્ષ સુધી ઉત્તમ સ્થિતિમાં રહે છે અને તેની સુગંધ જળવાઈ રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cheap pizza seasoning recipe how to make oregano at home oregano recipe

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ