ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / VIDEO : 'રાક્ષસ આવી જાય તો આખા સમાજને ધુણાવી નાખે', ડાયરામાં નકલી દારૂકાંડ મામલે બોલ્યાં રાજભા ગઢવી
Last Updated: 03:13 PM, 3 September 2026
ADVERTISEMENT
લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ ભાવનગરના સિહોરના ડાયરામાં નકલી દારુકાંડ મામલે એક નિવેદન આપ્યું હતું જે ભારે ચર્ચામાં આવ્યું હતું. રાજભા ગઢવીએ કહ્યું કે ''ઘણાં ગામમાં એવાં રામ આવ્યા છે કે આખા ગામમાં વ્યસન, ગુટખા, માવા વેચવાનું બંધ કરી દીધું, આને રામ આવ્યા કહેવાય. અને ખબર નહીં રાક્ષસ ક્યાંથી ઘરી ગયા કે ધૂણાવી નાખ્યું, એવું રૂડું ભાવનગરનું નામ અને આપણને આમ અંદરથી બળતરા થાય, કે આ પરંપરા છે આપણી. 100 વર્ષ જીવતા, ત્યાંથી 60 એ પહોંચી ગયા, એમાંય પાછો નશો કરવો, આ કરવું ને તે કરવું.'
ADVERTISEMENT
''ખબર નહીં રાક્ષસ ક્યાંથી ઘરી ગ્યા, એવું રૂડું ભાવનગરનું નામ...', રાજભા ગઢવીનું નિવેદન ચર્ચામાં#RajbhaGadhvi #Bhavnagar #Gujarat #GujaratNews #VTVNews pic.twitter.com/FFDGr9LX1M
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 3, 2026
રાક્ષસ આવી જાય તો આખા સમાજને ધુણાવી નાખે
ADVERTISEMENT
રાજભા ગઢવીએ કહ્યું કે રાક્ષસ આવી જાય તો આખા સમાજને ધુણાવી નાખે છે. ઉલ્લેખનીય છે કે નશામુક્તિની વાતો વચ્ચે રાજભા ગઢવીનું દારૂકાંડ પર નિવેદન ચર્ચામાં આવ્યું છે.
વધુ વાંચો : સ્પા-કૂટણખાનામાંથી પકડાયેલા ગ્રાહક સામે કેસ ન કરી શકાય- ગુજરાત HCનો મોટો ચુકાદો
ADVERTISEMENT
શું હતો ભાવનગર નકલી દારુકાંડ?
ઉલ્લેખનીય છે કે ભાવનગરના વરતેજમાં થયેલા નકલી દારુકાંડમાં 13થી વધુ લોકોના મોત થયા હતા. ભાવનગર નકલી દારૂકાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 61 જેટલા લોકોની તબીયત લથડી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 10 લોકોની સ્થિતિ અત્યંત નાજુક અને ગંભીર જણાવવામાં આવી રહી છે, જેને પગલે તબીબોની ટીમ દ્વારા તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.