ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / આજે ફરી રાજ્યમાં વરસાદની આગાહી, જુઓ કયા-કયા જિલ્લાઓમાં પડશે છૂટાછવાયો વરસાદ?

photo-story

5 ફોટો ગેલેરી

આગાહી / આજે ફરી રાજ્યમાં વરસાદની આગાહી, જુઓ કયા-કયા જિલ્લાઓમાં પડશે છૂટાછવાયો વરસાદ?

Last Updated: 07:46 AM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને કેવો વરસાદ પડશે? આ સાથે લો-પ્રેશરથી લઈને બંગાળની ખાડીની સિસ્ટમ સુધી સંપૂર્ણ વિગત

1/5

photoStories-logo

1. ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે કે નહીં

છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવશે કે નહીં અને વરસાદની નવી સિસ્ટમ ક્યારે સક્રિય થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 7 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી. આ સમયગાળા દરમિયાન ગાજવીજની પણ આગાહી કરવામાં આવી નથી. જોકે, રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડવાની આગાહી આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

હવામાન વિભાગ મુજબ આજે 7 સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા અને ભરૂચમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ જિલ્લામાં વરસાદી ઝાપટાંની શક્યતા

આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડવાની આગાહી આપવામાં આવી છે. જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં થોડા સ્થળોએ વરસાદી ઝાપટાંની શક્યતા છે. દમણ તથા દાદરા અને નગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. હળવો વરસાદ પડવાની શક્યતા

હવામાન એક્સપર્ટની આગાહી મુજબ, 10મી સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. હાલમાં ગરમી અને સ્થાનિક હવામાનની અસરને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather Update gujarat rain forecast september 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ