ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:13 PM, 10 September 2026
ADVERTISEMENT
બ્રિક્સ સમિટ 2026 માટે દિલ્હીમાં તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે વિદેશી મહેમાનોની ડીશને. જેમાં 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનારી 18મી બ્રિક્સ સમિટમાં વિશ્વભરના નેતાઓ અને પ્રતિનિધિઓ આવશે. તેમના સ્વાગત માટે નવી દિલ્હીના 'ધ લીલા પેલેસ' હોટેલે એક અનોખું અને દેશી સ્વાદથી ભરપૂર મેનૂ તૈયાર કર્યું છે.
ADVERTISEMENT
આ અંગે હોટેલના એક્ઝિક્યુટિવ સૂ-શેફે જણાવ્યું કે, આ મેનૂની તૈયારી છેલ્લા બે-ત્રણ મહિનાથી ચાલી રહી હતી. જેમાં દરેક ડેલિગેશનની પસંદ, ડાયેટ અને એલર્જીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ મેનૂ બનાવવામાં આવ્યા છે. જેમાં એકસરખું મેનૂ નહીં પણ દરેક મહેમાનની વ્યક્તિગત જરૂરિયાતોને મહત્વ આપવામાં આવ્યું છે. જેથી સ્વાદ સાથે સાથે તેમની હેલ્થનો પણ ખ્યાલ રાખવામાં આવે.
VIDEO | Delhi: "The menus have been very thoughtfully curated for each and every delegation," says Astik Oberoi, Executive Sous-Chef, The Leela Palace, on preparations for the BRICS Summit. pic.twitter.com/xZNqXzCwBl
— Press Trust of India (@PTI_News) September 9, 2026
ADVERTISEMENT
આ અનુભવનું સૌથી આકર્ષક અંગ છે હોટેલનું ભારતીય રેસ્ટોરન્ટ જામાવર. અહીં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતના વિવિધ સ્વાદોને જગ્યા આપવામાં આવી છે. જેમાં વિદેશી મહેમાનોને ભારતની વૈવિધ્યસભર રસોઈનો અનુભવ કરાવવાનો આ મુખ્ય હેતુ છે. જેમાં ભારતીય મસાલા અને પરંપરાગત સામગ્રીનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેની ખાસ વાત એ છે કે આ મેનૂમાં શ્રી અન્ન એટલે કે મિલેટ્સને મહત્વની જગ્યા મળી છે. મિલેટ ઉપમા જેવા વાનગીઓ આધુનિક અંદાજમાં બનાવવામાં આવી રહી છે. તેમજ કિનુઆ બિરયાની પણ મેનૂમાં સામેલ છે. હોટેલની જનરલ મેનેજરે જણાવ્યું કે જૌ, મિલેટ, જુવાર અને સત્તૂ જેવી પરંપરાગત વસ્તુઓને ભારતીય મસાલા સાથે જોડીને રજૂ કરવામાં આવી છે. જેથી વિદેશી મહેમાનોને ભારતના પરંપરાગત અનાજનો સ્વાદ ચાખવાનો મોકો મળશે.
ADVERTISEMENT
#WATCH | Delhi | Leela Palace General Manager Preeti Makhija says, “We are really looking forward to the upcoming BRICS Summit, and I think it's a great moment of pride for all of us to be able to host these countries and make them experience Indian hospitality through the lens… pic.twitter.com/SGmzTJZy4Z
— ANI (@ANI) September 10, 2026
અહીંયા વેલનેસનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જેમાં લીલા અમૃત નામનું ખાસ ડ્રીંક તુલસી, આદુ, મધ, લીંબુ અને જીરા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. મીઠાઈમાં પણ દેશી ટ્વિસ્ટ છે. જેમાં લોટસ ડેઝર્ટને ગુલાબ અને એલાઈચીના સ્વાદ સાથે બનાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બ્રિક્સ સમિટ 2026ને લઇ સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં દિલ્હી પોલીસની ટીમો હોટેલની ટીમ સાથે મળીને સમગ્ર વ્યવસ્થા પર નજર રાખી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ