ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ₹10 કરોડની ખંડણીના ધમકીભર્યા અવાજનું રોહિત ગોદારા ગેંગ સાથે કનેક્શન, દિલ્હી-ગુજરાત પોલીસે નેટવર્કનો પર્દાફાશ કર્યો
Last Updated: 01:18 PM, 17 September 2026
ADVERTISEMENT
વડોદરાના એક કેમિકલ વેપારીને મોકલવામાં આવેલા રૂ. ૧૦ કરોડની ખંડણી માટે ધમકી આપતાે વોઈસ મેસેજ આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર રોહિત ગોદારાના વોઈસ સેમ્પલ (અવાજના નમૂના) મેચ સાથે થયો છે. ગોદારા આંતરરાષ્ટ્રીય ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો નજીકનો સાથી હોવાનું મનાય છે. ગુજરાત પોલીસે વેપારીને મોકલવામાં આવેલા ધમકીભર્યા અવાજ સંદેશને દિલ્હી પોલીસ પાસે મોકલી ગોદારાના અગાઉના અવાજના નમૂના સાથે સરખામણી કરાવી હતી. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, અવાજનો મેળ ગોદારા સાથે સીધો જોડાયો છે. ગોદારા વિદેશમાં, સંભવતઃ પોલેન્ડમાં રહીને ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનું માનવામાં આવે છે.
ADVERTISEMENT

વેપારીએ ધમકીભર્યા ફોન અને અવાજ સંદેશ મળ્યા બાદ ૮ સપ્ટેમ્બરે વડોદરા ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો. તપાસકર્તાઓ હવે વેપારી વિશે ગોદારાની ગેંગને માહિતી આપનાર વ્યક્તિની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ, વડોદરા ક્રાઇમ બ્રાંચ અને ગુજરાત એટીએસે તપાસ આગળ ધપાવી છે. પોલીસ +35 કન્ટ્રી કોડ ધરાવતા એક મોબાઇલ નંબર અંગે પણ વિગતો એકત્ર કરી રહી છે. આ નંબર પોલેન્ડ સાથે જોડાયેલો હોવાનું અને ધમકીમાં તેનો ઉપયોગ થયો હોવાની આશંકા છે.
ADVERTISEMENT
પોલીસે દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાંથી ૧૨ સપ્ટેમ્બરે કુલદીપ સ્વામીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દિલ્હી સ્પેશિયલ સેલે પાર્ક કરેલી મારુતિ સ્વિફ્ટ કારમાંથી બે કિલો હેરોઇન જપ્ત કર્યું હોવાનો દાવો કર્યો છે. આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે અને સ્વામી ૧૮ સપ્ટેમ્બર સુધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે.
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ, રાજસ્થાનના વતની કુલદીપ સ્વામીએ શરૂઆતમાં દિલ્હીમાં વેપારીનો સંપર્ક કર્યો હતો. વેપારીએ ખંડણીની માગણીનો જવાબ આપવાનો ઇનકાર કરતાં ગોદારાએ તેને ધમકીભર્યો અવાજ સંદેશ મોકલાવ્યો હતો. તેમાં રૂ. 10 કરોડની ખંડણી નહીં ચૂકવાય તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સ્વામીની દિલ્હી કસ્ટડી પૂરી થયા બાદ તેના ટ્રાન્સફર વોરંટ માટે અરજી કરી તેને વડોદરા લાવવામાં આવશે. અમારે ડેલાણાની પણ પૂછપરછ કરવાની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.