ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPI પર ચાર્જ લાગશે તો કાર્ડથી કેટલું મોંઘું પડશે? PhonePe-પેટીએમ જેવા UPI પેમેન્ટ કાર્ડની સરખામણીએ સસ્તા કે મોંઘા પડે ?

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / UPI પર ચાર્જ લાગશે તો કાર્ડથી કેટલું મોંઘું પડશે? PhonePe-પેટીએમ જેવા UPI પેમેન્ટ કાર્ડની સરખામણીએ સસ્તા કે મોંઘા પડે ?

Last Updated: 06:28 PM, 23 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

UPI વ્યવહારો પર ચાર્જ લાગુ કરવાની જાહેરાત બાદ, ઘણા યૂઝર્સ વિચારી રહ્યા છે કે શું તેમણે તેમના રોજિંદા વ્યવહારો માટે UPI ને બદલે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. આવો, આનું ગણિતને સમજીએ.

1/7

photoStories-logo

1. નવા ચાર્જની જાહેરાત

15 ઓક્ટોબર, 2026 થી, 2,000 રુપિયા થી વધુ રકમના અમુક UPI વ્યવહારો પર 0.4%નો ચાર્જ લાગુ થશે; જેને 'મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ' (MDR) તરીકે ઓળખવામાં આવે છે. આ નવો ચાર્જ દરેક UPI પેમેન્ટ પર લાગુ થશે નહીં કે પેમેન્ટ કરનાર ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે; તેના બદલે, આ સંપૂર્ણ ચાર્જ દુકાનદાર અથવા વેપારી પર લાગુ કરવામાં આવશે.આ નવા ચાર્જની જાહેરાત બાદ, UPI યૂઝર્સ વિચારી રહ્યા છે કે શું તેમણે તેમના રોજિંદા વ્યવહારો માટે UPI ને બદલે ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક ટ્વીટમાં જણાવ્યું છે કે, નવા ચાર્જ છતાં પણ, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા વ્યવહારોની સરખામણીમાં UPI વ્યવહારો નોંધપાત્ર રીતે સસ્તા છે. આવો આપણે આની સંપૂર્ણ ગણતરી સમજીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સરાખામણીમાં કેટલુ સસ્તુ છે યુપીઆઇ?

NPCIએ UPI MDR અંગેની વિગતો ટ્વિટ કરી છે: 2,000 રુપિયાસુધીના વ્યવહારો માટે MDR શૂન્ય છે, આ એવી કેટેગરી છે જેમાં કુલ UPI વ્યવહારોના લગભગ 96% વ્યવહારોનો સમાવેશ થાય છે. 2,000 રુપિયાથી વધુની રકમના વ્યવહારો માટે UPI MDR 0.4% છે, જેની મહત્તમ મર્યાદા 300 રુપિયા નક્કી કરવામાં આવી છે. X પરની એક પોસ્ટમાં, NPCIએ જણાવ્યું હતું કે નવો UPI MDR ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ચુકવણીઓ પર સામાન્ય રીતે વસૂલવામાં આવતા દરો કરતાં ઓછો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કયા UPI ટ્રાન્જકે્શન પર MDR ચાર્જ ઝીરો હશે?

રોજિંદા મોટાભાગના UPI પેમેન્ટ્સ પર કોઈ MDR વસૂલવામાં આવશે નહીં. 2,000 રુપિયા સુધીના P2M વ્યવહારો પર શૂન્ય MDR લાગુ થશે. અંદાજ મુજબ, કુલ UPI વ્યવહારોમાં આવા વ્યવહારોનો હિસ્સો લગભગ 96% જેટલો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. નાના મર્ચેન્ટને ઝીરો MDR મળતો રહેશે

આ નવો ચાર્જ રસ્તા કિનારે માલ વેચનારાઓ અને અન્ય નાના વ્યવસાયોને આપમેળે લાગુ પડશે નહીં. 'પર્સન-ટુ-પર્સન-મર્ચન્ટ' (P2PM) કેટેગરી હેઠળ UPI QR કોડ દ્વારા દર મહિને 1 લાખ રુપિયા સુધીની રકમ મેળવતા વેપારીઓના વ્યવહારો પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે સ્થાનિક દુકાનો, રસ્તા કિનારે માલ વેચનારાઓ અને અન્ય પાત્ર નાના વ્યવસાયો નવા MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વિના UPI પેમેન્ટ સ્વીકારવાનું ચાલુ રાખી શકશે, પછી ભલે વ્યવહારની રકમ 2,000 રુપિયાથી વધુ હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. જરુરી સેવાઓ માટે અલગ MDR હશે

અમુક જરુરી અને ઓછા માર્જિન ધરાવતા ક્ષેત્રોમાં 2,000 રુપિયાથી વધુના વ્યવહારો માટે, પ્રતિ વ્યવહાર 5રુપિયાનો નિશ્ચિત MDR વસૂલવામાં આવશે. આ ક્ષેત્રોમાં રેલવે, ટેલિકોમ્યુનિકેશન, વીમો, ઈંધણ અને કૃષિ-સંબંધિત ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રોના વ્યવસાયોને તેમના પેમેન્ટ ખર્ચ અંગે વધુ સ્પષ્ટતા અને નિશ્ચિતતા મળી રહે તે હેતુથી, 0.4% ફીની ગણતરી કરવાને બદલે 5 રુપિયાનો નિશ્ચિત ચાર્જ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કેપિટલ- માર્કેટ પેમેન્ટ માટે બહુ ઓછો રેટ છે

કેપિટલ માર્કેટ સંબંધિત ચૂકવણીઓ માટે અલગ શુલ્ક નક્કી કરવામાં આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ્સ, સિક્યોરિટીઝ, સ્ટોકબ્રોકર્સ અને ડીલરો સાથેના વ્યવહારો પર 0.02% લેખે શુલ્ક લાગુ થશે, જેની મહત્તમ મર્યાદા પ્રતિ વ્યવહાર 300 રુપિયા રહેશે. ઉદાહરણ તરીકે, 10,000 રુપિયાની મૂડી બજારની ચૂકવણી પર 0.02%ના દરે MDR માત્ર 2 રુપિયા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. શું UPI ગ્રાહકો માટે મોંઘુ થશે?

ના, આ UPI ચાર્જ વેપારીએ ભોગવવો પડશે; તે પેમેન્ટ પ્રોસેસિંગ ચાર્જ છે અને UPI દ્વારા ચૂકવણી કરતા ગ્રાહકો પાસેથી તે વસૂલવામાં આવશે નહીં. બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે વેપારીઓ આ ચાર્જનો બોજ ગ્રાહકો પર ન નાખે. UPI એપ્લિકેશન પ્રોવાઇડરે પણ MDRના નામે ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મ ફી કે છુપા ચાર્જ વસૂલવાની મંજૂરી નથી. લોકો કોઈપણ માસિક ટ્રાન્ઝેક્શન ક્વોટા કે મફત ઉપયોગની મર્યાદા વિના UPIનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

UPI Payments MDR Charges Are Still Cheaper Credit and Debit Cards
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ