ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / વગર પરીક્ષાએ નોકરી મેળવવાની શાનદાર તક, એ પણ ગુજરાતના આ શહેરમાં

SMC Recruitment 2026 / વગર પરીક્ષાએ નોકરી મેળવવાની શાનદાર તક, એ પણ ગુજરાતના આ શહેરમાં

Published By: Pravin Joshi

Last Updated: 09:51 PM, 30 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SMC દ્વારા સાઉથ ઈસ્ટ ઝોન વિસ્તારમાં નવાગામ ડીંડોલી ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે વિવિધ રમતોના કોચની 8 જગ્યાઓ પર કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

સુરતમાં રહીને ગવર્નમેન્ટ સેક્ટરમાં રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે ખુશખબર આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સાઉથ ઈસ્ટ ઝોન વિસ્તારમાં નવાગામ ડીંડોલી ખાતે નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે વિવિધ રમતોના કોચની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત રહેશે અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

job-serch

SMC ભરતી 2026: મુખ્ય વિગતો

  • સંસ્થાનું નામ - સુરત મહાનગરપાલિકા (SMC)
  • પોસ્ટનું નામ - સ્પોર્ટ્સ કોચ (Sports Coach)
  • કુલ જગ્યાઓ - 8
  • નોકરીનો પ્રકાર - કરાર આધારિત (Contractual)
  • અરજી કરવાનો પ્રકાર - ઓનલાઇન (Online)
  • અરજી શરૂ થવાની તારીખ - 15 October 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ - 24 October 2026
  • અધિકૃત વેબસાઇટ - suratmunicipal.gov.in
Bank Job Recruitment

રમતો મુજબ કોચની પોસ્ટની વિગત

નવાગામ ડીંડોલી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે નીચે મુજબની 8 રમતો માટે 1-1 કોચની ભરતી કરવામાં આવશે:

  • ટેબલ ટેનિસ કોચ: 1 જગ્યા
  • બેડમિન્ટન કોચ: 1 જગ્યા
  • વોલીબોલ કોચ: 1 જગ્યા
  • ખો-ખો કોચ: 1 જગ્યા
  • કબડ્ડી કોચ: 1 જગ્યા
  • જુડો કોચ: 1 જગ્યા
  • કરાટે કોચ: 1 જગ્યા
  • જીમ ટ્રેનર/કોચ: 1 જગ્યા

શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણ

આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, માસિક વેતન અને વય મર્યાદા સંબંધી તમામ વિગતવાર માહિતી સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબસાઇટ પરથી વિગતવાર નોટિફિકેશન ચકાસી લેવું.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ [https://www.suratmunicipal.gov.in/](https://www.suratmunicipal.gov.in/) પર જાઓ.
  • વેબસાઇટ પર 'Recruitment' શિર્ષક હેઠળ આપેલી સંબંધિત કોચ ભરતી લિંક પર ક્લિક કરો.
  • જો તમે પોર્ટલ પર નવા યુઝર હોવ તો રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગઈન કરીને અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જરૂરી વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ-આઉટ સાચવી રાખો.

સંકળાયેલા મુદ્દાઓ

SMCRecruitment SuratJobs GovtJobsGujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ