ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, વિધર્મીએ ઘરે લઈ જઈને 3 વાર કુકર્મ કર્યું
Last Updated: 04:15 PM, 30 September 2026
ADVERTISEMENT
જુનાગઢ શહેરમાં માસૂમ બાળકીની સુરક્ષાને લઈને ચકચાર મચાવતી ગંભીર ઘટના સામે આવી છે. 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બાદ જુનાગઢ ‘A’ ડિવિઝન પોલીસે 66 વર્ષીય અફઝલ શેખની ધરપકડ કરી છે... પોલીસના જણાવ્યા મુજબ આરોપી વાહનોમાં કલર-પેઇન્ટિંગનું કામ કરે છે અને તહેવાર નિમિત્તે ખૈરાત આપવાની લાલચ આપી બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો... ફરિયાદ મુજબ એક મહિનામાં ત્રણ વખત બાળકીને ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે... સમગ્ર મામલે પોલીસે મોબાઈલ કબજે કરી સાયબર તપાસ પણ શરૂ કરી છે.
ADVERTISEMENT
ખૈરાત આપવાની લાલચ આપીને ઘરે લઈ ગયો
જુનાગઢના ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવેલી આ ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસ ફરિયાદ મુજબ ગરીબ પરિવારની 9 વર્ષની બાળકીને તહેવાર નિમિત્તે ખૈરાત આપવાની લાલચ આપી આરોપી અફઝલ શેખ પોતાની સાથે લઈ ગયો હતો...પોલીસ તપાસ મુજબ છેલ્લા એક મહિનામાં આરોપી ત્રણ વખત બાળકીને પોતાના ઘરે લઈ ગયો હોવાનો આરોપ છે... ફરિયાદમાં બાળકીને ઘરમાં પૂરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે...મામલો સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 66 વર્ષીય અફઝલ શેખની ધરપકડ કરી છે... આરોપીના મોબાઈલ ફોનને પણ પોલીસે કબજે લીધો છે અને મોબાઈલ ડેટાની તપાસ માટે સાયબર ક્રાઈમ ટીમની મદદ લેવામાં આવી રહી છે.
ADVERTISEMENT
મોબાઈલમાંથી પોર્નોગ્રાફી જોતો હતો
પોલીસના જણાવ્યા મુજબ આરોપીના મોબાઈલમાંથી એડલ્ટ કન્ટેન્ટ અને પોર્નોગ્રાફી સર્ચ સંબંધિત ડેટા મળ્યો છે... જોકે મોબાઈલ ડેટા અને સમગ્ર ઘટનાની હકીકત અંગે સાયબર ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે...આરોપીના મોબાઈલમાં રહેલા ડિલીટ થયેલા ફોટો અને વીડિયોનો ડેટા રિકવર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે... સર્ચ હિસ્ટ્રી, મોબાઈલ ડેટા અને અન્ય ટેકનિકલ વિગતોના આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે...પોલીસના જણાવ્યા મુજબ આરોપી અગાઉ છ વખત લગ્ન કરી ચૂક્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસે તપાસી રહી છે આરોપીનો ઈતિહાસ
ADVERTISEMENT
હવે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે આરોપીએ અગાઉ અન્ય કોઈ બાળકી કે મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ...સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢ પોલીસે નાગરિકોને અપીલ કરી છે... જો કોઈ અન્ય બાળકી કે મહિલા આ શખ્સનો ભોગ બની હોય તો ડર્યા કે ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. જૂનાગઢના DYSP હિતેશ ધાંધલિયાના જણાવ્યા મુજબ, અગાઉ કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારનો બનાવ બન્યો હોય તો તેઓ અથવા તેમના પરિવારજનો આગળ આવી ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.