ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:52 PM, 30 September 2026
ADVERTISEMENT
તહેવારોની સિઝનમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. ગ્રુપ B અને C ના નોન-ગેઝેટેડ કર્મચારીઓને મળતા વાર્ષિક પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) અંગેની ગતિવિધિઓ ઝડપી બની છે. વિવિધ કર્મચારી સંગઠનોએ દશેરા અને દુર્ગાપૂજા પહેલાં કર્મચારીઓના ખાતામાં બોનસ જમા કરવા માટે સરકાર પર દબાણ વધાર્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોસ્ટલ કર્મચારીઓની સંયુક્ત પરિષદે તાજેતરમાં 25 સપ્ટેમ્બરના રોજ ડાક વિભાગના સચિવને પત્ર લખીને 21 ઓક્ટોબરના રોજ આવતી દુર્ગાપૂજા પહેલાં બોનસ આપવાની માંગ કરી છે. આ સિવાય ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF) અને ભારત પેન્શનર્સ સમાજના અધિકારીઓ મુજબ, દર વર્ષની જેમ આ વર્ષે પણ 20 ઓક્ટોબરના રોજ આવતા દશેરા પહેલા જ સરકારી કર્મચારીઓના ખાતામાં બોનસની રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આગામી ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

ADVERTISEMENT
હાલના નિયમો મુજબ સરકાર 7,000 રૂપિયાની માસિક મર્યાદાના આધારે બોનસની ગણતરી કરે છે. પરંતુ નેશનલ કાઉન્સિલ ફોર જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) સહિતના કર્મચારી મંડળોએ આ સીમા વધારીને 21,000 રૂપિયા કરવાની માગણી કરી છે. NC-JCM ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે શ્રમ મંત્રાલયના નોટિફિકેશન મુજબ જ્યારે દેશમાં ન્યૂનતમ વેતન જ 21,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે, તો પછી બોનસ ગણતરીની મર્યાદા તેનાથી ઓછી ન હોવી જોઈએ.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલની ગણતરી મુજબ: 7,000 રૂપિયાના સ્લેબના આધારે કર્મચારીઓને માત્ર 6,908 રૂપિયાનું બોનસ મળે છે, જે આજની મોંઘવારીના જમાનામાં ખૂબ જ ઓછી રકમ ગણાય.
જો નવી માંગણી સ્વીકારાય તો: જો સરકાર 21,000 રૂપિયાના સ્લેબ મુજબ બોનસની મંજૂરી આપે, તો કર્મચારીઓના ખાતામાં સીધા 20,724 રૂપિયા સુધીનું બોનસ જમા થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / નવા મતદારો માટે મોટો નિર્ણય, જ્યાં SIR પૂર્ણ થઈ ગયું છે ત્યાં Form-6 સાથે વધારાનું ડિક્લેરેશન ફોર્મ નહીં આપવું પડે
બીજી તરફ, શાહજહાંપુર, કાનપુર, અવાડી અને હઝરતપુરના ચાર આયુધ કારખાનાઓ (Ordnance Factories) ના કર્મચારીઓને 30 દિવસના બદલે માત્ર 18.56 દિવસ લેખે બોનસ આપવાના નિર્ણય સામે AIDEF દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સંગઠનની સ્પષ્ટ માંગ છે કે આ કર્મચારીઓને પણ પૂરા 30 દિવસના હિસાબે 21,000 રૂપિયાના સ્લેબ પર જ બોનસ ચૂકવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો