ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / દૃશ્યમ 3’એ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ,ઓપનિંગ ડે પર 60 કરોડની કમાણીનું ધમાકેદાર અનુમાન
Last Updated: 07:13 PM, 30 September 2026
ADVERTISEMENT
અજય દેવગનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘દૃશ્યમ 3’ સિનેમાઘરોમાં આવતા પહેલાં જ ધમાકેદાર કલેક્શન કરી રહી છે. 2 ઓક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મનુ ટ્રેલર આવ્યા બાદથી જ ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અજય દેવગન અને જયદીપ અહલાવતની જોડી ફરી એકવાર સ્ક્રીન પર એકસાથે જોવા મળશે અને આ જોડીનો જનૂન પહેલેથી જ બોક્સ ઓફિસ પર રંગ લાવી રહ્યો છે.
ADVERTISEMENT
રિપોર્ટ મુજબ ફિલ્મે રિલીઝ પહેલાં જ 19.40 કરોડનું કલેક્શન કરી લીધું છે. બ્લોક સીટ્સ સહિત આ આંકડો 26.72 કરોડ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 7.64 લાખ ટિકિટ વેચાઈ ચૂકી છે અને 26,581 શો બુક થઈ ગયા છે.
Har drishya ek sawaal. Har raaz ek jawaab. Kaun hoga kispe bhaari? The ultimate end begins now.#DrishyamTheConclusion TRAILER OUT NOW: https://t.co/GX9t6pELWQ
— Ajay Devgn (@ajaydevgn) September 9, 2026
In cinemas 2nd October. #DrishyamDay #2ndOct@ajaydevgn #Tabu #ShriyaSaran #RajatKapoor #JaideepAhlawat @prakashraaj…
ADVERTISEMENT
રસપ્રદ વાત એ છે કે ‘દૃશ્યમ 3’એ પોતાની પહેલી ફિલ્મ ‘દૃશ્યમ 2’નો એડવાન્સ બુકિંગ રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘દૃશ્યમ 2’એ એડવાન્સમાં માત્ર 5.09 કરોડ કમાયા હતા જ્યારે આ ભાગે પહેલેથી જ ઘણું આગળ નીકળી ગયો છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે ફિલ્મ પહેલા જ દિવસે 40થી 60 કરોડ સુધીની કમાણી કરી શકે છે.
ADVERTISEMENT
આ ફિલ્મમાં અજય દેવગન અને જયદીપ અહલાવત સાથે તબ્બુ, પ્રકાશ રાજ, સૌરભ શુક્લા, શ્રિયા સરન, ઇશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર અને કમલેશ સાવંત જેવા લોકો મુખ્ય ભૂમિકામાં છે. અજય દેવગને પોતે જાહેર કર્યું છે કે આ ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીનો છેલ્લો ભાગ છે. આ બાદ આ સિરીઝનો કોઈ નવો ભાગ આવવાનો નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો