ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગળામાં દોરડાનો ફાંસો આપીને કહ્યું-'શરણાઈ વગાડ નહીંતર મારી નાખીશું', પોરબંદરમાં બુટલેગરોએ શરણાઈવાદક પર ગુજાર્યો ત્રાસ

ક્રાઈમ / ગળામાં દોરડાનો ફાંસો આપીને કહ્યું-'શરણાઈ વગાડ નહીંતર મારી નાખીશું', પોરબંદરમાં બુટલેગરોએ શરણાઈવાદક પર ગુજાર્યો ત્રાસ

Published By: Hiralal Parmar
Reported By: Jay Thanki

Last Updated: 04:34 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં બે બુટલેગરોએ એક શરણાઈવાદક પર ત્રાસ ગુજારીને તેમને આકરો માર માર્યો હતો.

ADVERTISEMENT

પોરબંદરના વિસાવાડા ગામમાં શરણાઈવાદક વૃદ્ધનું અપરણ કરી માર મારવાની ઘટના સામે આવી જેમાં નશામાં ધૂત બે શખ્સોએ એક આધેડ શરણાઈવાદકનું અપહરણ કરી, ગળામાં ફાંસો નાખી બળજબરીથી શરણાઈ વગાડાવી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

બળજબરીથી શરણાઈ વગાડવા દબાણ કયું

બોખીરા આવાસ યોજનામાં રહેતા ૫૫ વર્ષીય ફીરોજભાઈ રાઠોડ વિસાવાડા ગામે રામદેવપીરના મંદિરે સામૈયામાં શરણાઈ વગાડવા ગયા હતા. તેઓ ચોકમાં પાનની દુકાને હતા ત્યારે ગામના કુખ્યાત બુટલેગર ખોડા સાજણ કેશવાલા અને નાગાજણ કારા ઓડેદરાએ તેમને રોકી બળજબરીથી શરણાઈ વગાડવા દબાણ કયું હતું. ફીરોજભાઈએ મોડું થતું હોવાનું કહી આજીજી કરી, ત્યારે નાગાજણે તેમના ગળામાં દોરડું નાખી ફાંસો આપી દીધો હતો. "શરણાઈ વગાડીશ ત્યાં સુધી જ જીવતો રહીશ" તેવી ધમકી આપીને બંને શખ્સોએ ચાલુ બાઈકે આધેડને વચ્ચે બેસાડી શરણાઈ વગાડાવતા વગાડાવતા સ્મશાન પાસે કેનાલના કાંઠે અપહરણ કર્યું હતું.બાવળના જંગલ પાસે ફીરોજભાઈને ઉધરસ આવતા તેમણે શરણાઈ વગાડવાનું બંધ કર્યું. આથી ઉશ્કેરાયેલા બંનેએ આધેડને બેફામ માર માર્યો હતો. નાગાજણે મુક્કો મારતા આધેડની દાઢ તૂટી ગઈ હતી. ત્યારબાદ બંનેએ વારાફરતી મોટો પથ્થર ઉપાડી ફીરોજભાઈનું માથું કચડી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો, પરંતુ તેઓ સમયસર ખસી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

નશાની હાલતમાં બુટલેગરોની ધરપકડ

ફીરોજભાઈ કાંટાળા બાવળમાં ચાર પગે ચાલીને એક ખાડામાં છુપાઈ ગયા હતા. આરોપીઓએ "પોલીસમાં ફરિયાદ કરી તો ઘરે આવી આખા ખાનદાનને પતાવી દઈશ" તેવી ધમકી આપીને ત્યાંથી ચાલ્યા ગયા હતા. સાંજે ૬ વાગ્યા સુધી ખાડામાં સંતાઈ રહ્યા બાદ તેઓ કેવડેશ્વર મંદિરે પહોંચ્યા હતા, જ્યાંથી લોકોની મદદથી તેમને પોરબંદર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. માથાભારે આરોપીઓની બીકથી આધેડ શરૂઆતમાં ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતા, પરંતુ પરિવાર અને પોલીસે હિંમત આપતા અંતે ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ પોલીસ પર હુમલાના ગુનામાં સંડોવાયેલા બુટલેગર ખોડા અને નાગાજણને પોલીસે રાત્રે જ નશાની હાલતમાં દબોચી લીધા છે.

વધુ વાંચો : પ્રેમિકાના મોબાઈલમાં વીડિયો કોલ આવતા પ્રેમીએ ધારિયાના ઘા માર્યાં, વડોદરામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

પોલીસે હાથ જોડી માફી મંગાવી

પોરબંદર પોલીસે બંને આરોપીઓ પાસે ચોકમાં હાથ જોડાવી માફી મંગાવી પોલીસે બન્ને શખ્સોને ઝડપી લીધા બાદ બનાવના સ્થળે લઇ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન પંચનામું કર્યું હતું. તેમજ ગામના ચોકમાં બુન્ને શખ્સો પાસે ગ્રામજનોની માફી મંગાવી હતી અને ક્યારેય લુખ્ખાગીરી નહી કરે તેમ જાહેરમાં હાથ જોડી બન્ને શખ્સોએ માફી માંગી ગ્રામજનો સમક્ષ માફી મંગાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar news Porbandar

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ