ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના ઇખરમાં શિક્ષકની બર્બરતા, ધોરણ-2ના વિદ્યાર્થીને પાઇપથી માર માર્યાનો આક્ષેપ; શિક્ષક સામે ગુનો નોંધાયો!

આક્ષેપ / ભરૂચના ઇખરમાં શિક્ષકની બર્બરતા, ધોરણ-2ના વિદ્યાર્થીને પાઇપથી માર માર્યાનો આક્ષેપ; શિક્ષક સામે ગુનો નોંધાયો!

Published By: Vishal Khamar
Reported By: Gaurav Patel

Last Updated: 10:28 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના ઈખર ગામે ધો. 2 ના વિદ્યાર્થીને માર મારવા અંગે ગુનોં નોંધાયો છે. પોલીસ દ્વારા વિદ્યાર્થી અને પરિવારજનોનાં નિવેદન લેવામાં આવશે.

ADVERTISEMENT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં ધોરણ-2ના વિદ્યાર્થીને માર મારવાના આક્ષેપને પગલે કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક મુબારક વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

શિક્ષકે પાઇપ વડે વિદ્યાર્થીને માર માર્યો

મળતી માહિતી મુજબ, શાળામાં અભ્યાસ કરતા ધોરણ-2ના વિદ્યાર્થીને શિક્ષકે અપશબ્દો બોલી માર માર્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, શિક્ષકે પાઇપ વડે વિદ્યાર્થીને માર માર્યો હતો. ઘટનાના પગલે વિદ્યાર્થીના શરીર પર ઇજાના નિશાન તેમજ સોજો જોવા મળ્યો હોવાનું જણાવાયું છે.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા સમગ્ર મામલે પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં અપશબ્દો બોલવા, માર મારવા તેમજ ધમકી આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસના ભાગરૂપે વિદ્યાર્થી અને તેના પરિવારજનોના નિવેદન લેવામાં આવશે. સાથે જ શાળાના સંબંધિત વ્યક્તિઓ પાસેથી પણ સમગ્ર ઘટનાને લઈને માહિતી મેળવવામાં આવશે.

આ પણ વાંચોઃ સાતમ-આઠમ પર્વે પર સૌરાષ્ટ્ર જતી બસો ફુલ, ખાનગી બસોના ભાડા બમણા; રાજકોટ ₹1,000 તો અમરેલીનું ₹1,100!

હાલ પોલીસે શિક્ષક સામે નોંધાયેલા ગુનાની તપાસ હાથ ધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત અને માર મારવાના આક્ષેપોની પુષ્ટિ અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch news teacher assault case Ikhar village news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ