ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:10 PM, 18 September 2026
1/6
રાધા અષ્ટમી આપણને રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમની યાદ અપાવે છે. આ વર્ષે આ પર્વ 19 સપ્ટેમ્બરે ઊજવાશે. જેમાં ઘણી વાર લોકો મહારાસને માત્ર એક સામાન્ય નૃત્ય કે નાચ-ગાનની ઘટના માની લે છે અને તેનો ઉપહાસ પણ કરે છે. પરંતુ હકીકતમાં મહારાસ ભક્તિની એ ઊંચી અવસ્થા છે જ્યાં ભક્તનો અહંકાર, સાંસારિક આસક્તિ અને સ્વાર્થ પૂરેપૂરો ઓગળી જાય છે અને ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણનો ભાવ જાગે છે.
2/6
વૈષ્ણવ ભક્તિ પરંપરામાં રાધારાણીને શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ માનવામાં આવે છે. જેમાં કૃષ્ણ આનંદના સ્વરૂપ છે અને રાધા તે આનંદને અનુભવ કરાવનારી શક્તિ છે. તેથી રાધા અને કૃષ્ણને અલગ-અલગ જોવાને બદલે તેમના સંબંધને દિવ્ય પ્રેમ અને ભક્તિના સર્વોચ્ચ સ્વરૂપ તરીકે સમજવું જોઈએ.
ADVERTISEMENT
3/6
ભક્તિનો માર્ગ સહેલો નથી. સાધકને પોતાની અંદરની આસક્તિઓ અને વિકારો પર વિજય મેળવવો પડે છે. જેમાં ત્યાગ, તપસ્યા, સંયમ, સમર્પણ અને નિષ્કામ પ્રેમ જેવા ભાવોને સાધીને જ મહારાસ જેવી અવસ્થાનો અનુભવ થઈ શકે છે. આ અવસ્થામાં પ્રવેશ કોઈ બાહ્ય અધિકારથી નહીં પણ અંતરની પાત્રતા અને પૂરી ભક્તિથી જ થાય છે.
4/6
જેમાં મહારાસને કામ અને વાસનાથી જોડવું તેના આધ્યાત્મિક અર્થને ન સમજવા જેવું છે. ભગવાન શિવને કામદેવ પર વિજય મેળવનારા તરીકે યાદ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે શિવ પોતે પણ મહારાસના દર્શન માટે આવ્યા હતા અને સખી બનીને શ્રીકૃષ્ણ સાથે નૃત્ય પણ કર્યું હતું. આ પ્રસંગ સ્પષ્ટ કરે છે કે મહારાસને સાંસારિક કામનાના સ્તરે નહીં પણ પરમ આધ્યાત્મિક આનંદની દૃષ્ટિએ જોવું જોઈએ.
ADVERTISEMENT
5/6
રાધા-કૃષ્ણનો પ્રેમ પામવાની ઇચ્છાથી નહીં પણ આપવા અને સમર્પિત થવાની ભાવનાથી જોડાયેલો છે. જેમાં રાધાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ કોઈ અપેક્ષા વગરનો છે. આ જ નિષ્કામતા તેમને ભક્તિનું આદર્શ બનાવે છે. જે પ્રેમમાં અહંકાર ઓગળી જાય, સ્વાર્થ ન રહે અને ભક્તનું સમગ્ર મન પરમાત્માને સમર્પિત થઈ જાય તે જ પ્રેમ ભક્તિની ઊંચી અવસ્થા સુધી લઈ જાય છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
6 ફોટોઝ
Rainfall Forecast / શનિવારે ઉત્તર પ્રદેશ સહિત 18 રાજ્યોમાં ખાબકશે વરસાદ, રાજસ્થાનમાં હાઈ એલર્ટ
ટોપ સ્ટોરીઝ