ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ઓક્ટોબરના અંત સુધીમાં આવી શકે છે Jioનો IPO, રિટેલ રોકાણકારો માટે મોટો મોકો બનવાની ચર્ચા

photo-story

7 ફોટો ગેલેરી

Jio IPO / ઓક્ટોબરના અંત સુધીમાં આવી શકે છે Jioનો IPO, રિટેલ રોકાણકારો માટે મોટો મોકો બનવાની ચર્ચા

Last Updated: 12:51 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે ઓક્ટોબર મહત્વનો બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર IPO 21થી 23 ઓક્ટોબર વચ્ચે ખુલવાની શક્યતા છે, જોકે કંપની તરફથી હજુ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

1/7

photoStories-logo

1. 21થી 23 ઓક્ટોબર વચ્ચે IPO ખુલવાની શક્યતા

રિપોર્ટ્સ અનુસાર Jio Platformsનો IPO 21 ઓક્ટોબરે ખુલી શકે છે અને 23 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહી શકે છે. એન્કર રોકાણકારો માટે 19 ઓક્ટોબરે બુક ખોલવાની શક્યતા છે. જ્યારે BSE અને NSE પર લિસ્ટિંગ 28 ઓક્ટોબરે થઈ શકે છે. જોકે આ તારીખો બજારની સ્થિતિને આધારે બદલાઈ શકે છે અને કંપની તરફથી સત્તાવાર જાહેરાત હજુ આવી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વિદેશી રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ

Jio Platformsએ IPO પહેલાં વિદેશી રોકાણકારો સાથે ચર્ચા કરી છે. આ મુલાકાતોમાં કંપનીને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કંપની બજારની સ્થિતિ પર નજર રાખી રહી છે અને IPOની અંતિમ ટાઈમલાઈન નક્કી કરતી વખતે રોકાણકારોના પ્રતિસાદને પણ ધ્યાનમાં લેવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. SEBIની મંજૂરી બાદ IPOનો રસ્તો સાફ

Jio Platformsએ જૂન 2026માં SEBI પાસે IPO માટે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા હતા. 28 ઓગસ્ટે કંપનીને SEBI તરફથી ઓબ્ઝર્વેશન લેટર મળ્યું હતું. પ્રસ્તાવિત IPOમાં લગભગ 27 કરોડ નવા શેરનો ફ્રેશ ઈશ્યૂ હશે અને OFS એટલે કે હાલના શેરધારકો દ્વારા શેર વેચાણનો હિસ્સો નહીં હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. IPOમાંથી ₹27,500 કરોડથી દેવું ચૂકવાશે

કંપની IPOમાંથી મળનારી રકમનો મોટો હિસ્સો દેવું ઘટાડવા માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આશરે ₹27,500 કરોડ સુધીની રકમ ચોક્કસ બોરોઇંગ્સની ચુકવણી અથવા પ્રીપેમેન્ટ માટે વાપરવાની યોજના છે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. રિટેલ અને HNI રોકાણકારો માટે 50% હિસ્સો

પ્રસ્તાવિત ઈશ્યૂમાં રિટેલ અને HNI રોકાણકારો માટે મળીને 50 ટકા હિસ્સો રાખવાની યોજના છે. બાકીના 50 ટકા હિસ્સામાં સંસ્થાકીય રોકાણકારો માટે ફાળવણી કરવામાં આવશે. રિપોર્ટ મુજબ 50 ટકાના રિટેલ-HNI હિસ્સામાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા અને અલગ HNI કેટેગરી માટે 15 ટકાની ફાળવણીનો પ્રસ્તાવ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. GMP અંગે હાલ સ્પષ્ટતા નથી

Jio IPO માટે હજુ પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવ્યો નથી. તેથી ગ્રે માર્કેટમાં પણ IPOની ચોક્કસ GMP અંગે સ્પષ્ટ સંકેત મળતો નથી. સામાન્ય રીતે પ્રાઇસ બેન્ડ જાહેર થયા બાદ જ GMPને લઈને વધુ હલચલ જોવા મળે છે. GMP અનૌપચારિક અને અનિયંત્રિત સંકેત છે તેથી તેને IPOના વાસ્તવિક લિસ્ટિંગ ભાવની ગેરંટી માનવી નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Jio IPO Date Jio IPO 2026 Reliance Jio IPO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ