ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીથી મુંબઈ સુધી વિરોધ પ્રદર્શન

CEC Gyanesh Kumar / મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીથી મુંબઈ સુધી વિરોધ પ્રદર્શન

Published By: Nidhi Panchal

Last Updated: 07:53 AM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધી જયંતિનો દિવસ સામાન્ય રીતે બાપુના સત્ય અને અહિંસાના સંદેશને યાદ કરવાનો દિવસ હોય છે, પરંતુ આ વખતે દેશના અનેક શહેરોમાં રસ્તાઓ પર અલગ જ દૃશ્ય જોવા મળ્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલા વિરોધે દિલ્હથી લઈને મુંબઈ, અમદાવાદ, લખનૌ અને પટના સુધી રાજકીય ગરમાવો સર્જ્યો

ADVERTISEMENT

ગાંધી જયંતિના દિવસે જ્યારે દેશ મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના વિચારોને યાદ કરી રહ્યો હતો, ત્યારે દિલ્હીના રસ્તાઓ પર અચાનક ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન શરૂ થતાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. આ વિરોધ માત્ર દિલ્હીની સીમામાં રહ્યો નહોતો, પરંતુ મુંબઈ, અમદાવાદ, લખનૌ અને પટના સહિત દેશના અનેક શહેરોમાં પણ પ્રદર્શન થયા હતા. દિલ્હીમાં જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાંથી પોલીસે લગભગ 1,100 લોકોની અટકાયત કરી હતી. બીજી તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આહ્વાન પર મુંબઈના શિવાજી પાર્કમાં પણ સેંકડો લોકો એકઠા થયા હતા.

CSC

ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે થયા

આ વિરોધ પ્રદર્શનો ચૂંટણી મતદાર યાદીમાં ફેરફાર અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે થયા હતા. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આતિશી, સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને સંજીવ ઝા સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સીપીઆઈ(એમ)ના મહાસચિવ એમએ બેબી, પાર્ટીના વરિષ્ઠ નેતા બ્રિન્દા કરાત, સીપીઆઈના રાષ્ટ્રીય સચિવ પી. સંદોષ કુમાર, આરજેડી નેતા મનોજ ઝા, સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ, એઆઈએસએના પ્રમુખ નેહા બોરા, ડીવાયએફઆઈના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ એએ રહીમ તથા જેએનયુ વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ આઈશી ઘોષ સહિત અનેક લોકોની અટકાયત થઈ હતી.

જંતર-મંતર તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો

દિલ્હીમાં વિરોધીઓએ ફિરોઝ શાહ રોડ અને અશોકા રોડ સહિત અનેક સ્થળોએ બેરિકેડ્સ પાર કરીને જંતર-મંતર તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમને અટકાવી દીધા હતા. વિરોધ દરમિયાન મધ્ય દિલ્હીમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજીવ ચોક, સેન્ટ્રલ સેક્રેટરીએટ અને જનપથ સહિત 12 મેટ્રો સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પણ બંધ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને 'રાજીનામું આપો' લખેલા પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા.

IYC કાર્યાલયથી જંતર-મંતર તરફ કૂચ કરી રહ્યા

ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકરો રાયસીના રોડ પર આવેલા IYC કાર્યાલયથી જંતર-મંતર તરફ કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકરોએ જ્ઞાનેશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક પહેર્યા હતા. NSUIના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદ જાખડ સહિત અનેક કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1,100 લોકોની અટકાયત થઈ હતી. તેમાં AAP નેતાઓ ઉપરાંત AISA, SFI, NSUI અને અન્ય વિદ્યાર્થી સંગઠનોના સભ્યોનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, લગભગ 700 SFI સભ્યો સવારે 11 વાગ્યે જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને અશોકા રોડ રાઉન્ડઅબાઉટ પર રોકી દેવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી

અટકાયતને લઈને પ્રદર્શનકારીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી. તેમણે ગાંધી જયંતિના દિવસે સરકાર દ્વારા કરવામાં આવેલા પગલાંની ટીકા કરી હતી. કેટલાક વિરોધીઓએ કહ્યું હતું કે આ પ્રકારનું પગલું 'ગોડસેવાડીઓ' જ કરી શકે અને તેઓ ગાંધીના આદર્શોને સમજી શકતા નથી. બીજી તરફ, વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સતત ઉઠાવી હતી.

શિવાજી પાર્કમાં મોટું વિરોધ પ્રદર્શન યોજાયું

મુંબઈમાં CJPના આહ્વાન પર શિવાજી પાર્કમાં મોટું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. CJP નેતા અભિજીત દિપકીએ આ વિરોધનું નેતૃત્વ કર્યું હતું. SFI અને AISFના કાર્યકરો પણ તેમાં જોડાયા હતા. અભિનેત્રી શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, ગાયક વિશાલ દદલાણી અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી પણ વિરોધમાં હાજર રહ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મધ્ય મુંબઈમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને દાદર સ્ટેશન તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.

વિરોધમાં લોકો હાથમાં ત્રિરંગો લઈને પહોંચ્યા

મુંબઈના વિરોધમાં લોકો હાથમાં ત્રિરંગો લઈને પહોંચ્યા હતા. 'જ્ઞાનેશ ભાઈ, ફક્ત રાજીનામું આપો' લખેલા પોસ્ટરો પણ જોવા મળ્યા હતા. અભિજીત દિપકીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને વિરોધીઓને જેલમાં મોકલવાનો પડકાર આપ્યો હતો. શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ CJPના વિરોધને ટેકો આપ્યો હતો. પ્રદર્શનકારીઓને સંબોધતા અભિજીત દિપકીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર એટલી લાચાર છે કે NEET લીક મુદ્દે જંતર-મંતર પર પ્રદર્શન કર્યાના બે મહિના બાદ પાર્ટીને ફરી એક વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા સિવાય બીજું કંઈ સ્વીકારશે નહીં

અભિજીત દિપકીએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા સિવાય બીજું કંઈ સ્વીકારશે નહીં. તેમણે જ્ઞાનેશ કુમાર પર 'મત ચોરી' કરવાનો અને લોકોની શક્તિ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ વિરોધ આગળ પણ ચાલુ રહેશે. સાથે જ તેમણે કહ્યું હતું કે લોકોને કંટાળો ન આવે તે માટે વિરોધમાં 'મજા'ની ક્ષણોનો પણ સમાવેશ કરવામાં આવશે. CJPએ ચૂંટણી કમિશનરની નિમણૂકમાં પારદર્શિતા લાવવાની અને 2025 સુધી મતદાર યાદી ફ્રીઝ કરવાની પણ માંગ કરી છે. આ સમગ્ર મુદ્દા વચ્ચે તાજેતરના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 10 મહિનામાં ઓછામાં ઓછા 14 વખત SIR સંબંધિત નિર્ણયો અને આદેશો સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ચૂંટણી પંચે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે SIR સહિત ત્રણ સભ્યોના કમિશનના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ ટેકો મળ્યો

આ વિરોધને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ ટેકો મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હજારો યુવાનો 'મત ચોરી'ના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. તેમણે કહ્યું કે વિરોધીઓ શાંતિપૂર્ણ રીતે અને હિંસા વિના પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિરોધીઓની માંગ સ્પષ્ટ છે કે જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું જોઈએ અને લોકશાહી બચાવવી જોઈએ.

આ પણ વાંચો : પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત, ભારતીય પાયલટે જણાવ્યું- હુમલો થયો ત્યારે કઈ ચીજથી હિમ્મત મળી

રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રની મોદી-શાહ સરકાર વિરોધ કરી રહેલા છોકરાઓ અને છોકરીઓને રસ્તાઓ પર ખેંચી રહી છે અને સેંકડો લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ, વિરોધીઓનો એકમાત્ર વાંક એટલો હતો કે તેમણે 'મત ચોરી' અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે બાપુએ દેશને સત્ય બોલવાનું અને શાંતિથી લડવાનું શીખવ્યું છે. તેમણે કહ્યું કે લાઠીચાર્જ ટોળાને રોકી શકે છે, પરંતુ પ્રશ્નોને રોકી શકતો નથી. પોતાની પોસ્ટમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જ્ઞાનેશ કુમાર જશે અને તેમને સ્થાપિત કરનારી સિસ્ટમ પણ જશે. દરમિયાન CJPએ આગામી 10 ઓક્ટોબરે દિલ્હીમાં ફરી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. એટલે ગાંધી જયંતિના દિવસે શરૂ થયેલો આ વિરોધ હવે આગળ કઈ દિશા લે છે અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કેટલો રાજકીય દબાણ ઊભું કરે છે, તેના પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jnanesh Kumar Election Commission Gandhi Jayanti

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ