ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / નવરાત્રી પહેલા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર, મુસાફરી પહેલાં ચેક કરી લેજો નવું શિડ્યુલ, આ ટ્રેનનો સમય બદલાયો

Ahmedabad Train Time Change / નવરાત્રી પહેલા અમદાવાદથી ઉપડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર, મુસાફરી પહેલાં ચેક કરી લેજો નવું શિડ્યુલ, આ ટ્રેનનો સમય બદલાયો

Published By: Jinal Chauhan

Last Updated: 07:32 AM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી પહેલા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળમાંથી દોડતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 3 અને 4 ઓક્ટોબર 2026થી અલગ-અલગ ટ્રેનો માટે નવું શિડ્યુલ લાગુ થશે. મુસાફરોએ ઘરેથી નીકળતા પહેલા પોતાની ટ્રેનનું નવું ટાઈમિંગ ચેક કરી લેવું જરૂરી છે.

ADVERTISEMENT

નવરાત્રી પહેલા પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળમાંથી દોડતી કેટલીક મહત્વપૂર્ણ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓપરેશનલ કારણો અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ ફેરફારો 3 અને 4 ઓક્ટોબર 2026થી અલગ-અલગ ટ્રેનોમાં લાગુ થશે.આ ફેરફારને કારણે કેટલીક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં વહેલી ઉપડશે, જ્યારે કેટલીક ટ્રેનોના સમયમાં થોડો વિલંબ કરવામાં આવ્યો છે. તેથી મુસાફરોએ સ્ટેશન પહોંચતા પહેલાં ટ્રેનનું નવું ટાઈમિંગ ચોક્કસપણે ચેક કરી લેવું જરૂરી છે.

અસારવા–ઉદયપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નંબર 20988ના સમયમાં 4 ઓક્ટોબર 2026થી ફેરફાર થશે. અસારવાથી ઉપડતી આ ટ્રેન હવે સવારે 6:50 વાગ્યાના બદલે 6:40 વાગ્યે રવાના થશે. એટલે કે ટ્રેન 10 મિનિટ વહેલી ઉપડશે.

સુધારેલા સમય મુજબ સરદારગ્રામ ખાતે ટ્રેન 6:45 વાગ્યે અને નરોડા ખાતે 6:49 વાગ્યે પહોંચશે. ત્યારબાદ નાંદોલ દહેગામ 7:05 વાગ્યે, તલોદ 7:27 વાગ્યે, પ્રાંતિજ 7:40 વાગ્યે અને હિંમતનગર 8:18 વાગ્યે પહોંચશે. ટ્રેન ઉદયપુર સિટી ખાતે બપોરે 12:10 વાગ્યે પહોંચશે.

TRAIN-FINAL

ઉદયપુર સિટી–અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નંબર 20987 માટે 3 ઓક્ટોબર 2026થી નવું ટાઈમિંગ લાગુ થશે. ઉદયપુર સિટીથી આ ટ્રેન અગાઉ સાંજે 4:05 વાગ્યે ઉપડતી હતી. હવે 15 મિનિટના ફેરફાર સાથે સાંજે 4:20 વાગ્યે રવાના થશે.હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, નાંદોલ દહેગામ, નરોડા અને સરદારગ્રામ સ્ટેશનો પર પણ ટ્રેન સુધારેલા સમય મુજબ પહોંચશે. આ ટ્રેન રાત્રે 9:45 વાગ્યે અસારવા સ્ટેશન પહોંચશે.

અસારવા–કોટા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ

ટ્રેન નંબર 19821ના સમયમાં પણ 3 ઓક્ટોબરથી ફેરફાર થશે. અસારવાથી ઉપડતી આ ટ્રેન હવે સવારે 8:55 વાગ્યાના બદલે 8:45 વાગ્યે રવાના થશે. એટલે મુસાફરોએ અગાઉના સમય કરતાં 10 મિનિટ વહેલા સ્ટેશન પહોંચવાનું આયોજન કરવું પડશે.સુધારેલા સમય મુજબ સરદારગ્રામ ખાતે ટ્રેનનો સમય 8:50થી 8:52 વાગ્યા સુધી રહેશે. નાંદોલ દહેગામ ખાતે 9:18થી 9:20 વાગ્યા સુધી અને હિંમતનગર ખાતે 10:23થી 10:25 વાગ્યા સુધીનો સમય રહેશે.

ઇન્દોર–અસારવા વીરભૂમિ એક્સપ્રેસ

ટ્રેન નંબર 19315 માટે પણ 3 ઓક્ટોબર 2026થી નવું ટાઈમિંગ લાગુ કરવામાં આવશે. આ ટ્રેન હિંમતનગર સ્ટેશન પર સવારે 8:45 વાગ્યે પહોંચશે અને 8:47 વાગ્યે પ્રસ્થાન કરશે.આગળ પ્રાંતિજ સ્ટેશન પર સવારે 9:06 વાગ્યે આગમન અને 9:08 વાગ્યે પ્રસ્થાન થશે. જ્યારે તલોદ સ્ટેશન પર ટ્રેન 9:11 વાગ્યે પહોંચશે અને 9:13 વાગ્યે રવાના થશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ગુજરાતમાં UCC કાયદા લાગૂ, લિવ-ઈનમાં જન્મેલાં બાળકો કાયદેસર ગણાશે, આ સમાજ કાયદાની જોગવાઈથી બહાર

આગ્રા કેન્ટ–અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નંબર 20178ના હિંમતનગર સ્ટેશનના સમયમાં પણ 3 ઓક્ટોબરથી ફેરફાર રહેશે. આ ટ્રેન હિંમતનગર ખાતે સવારે 9:20 વાગ્યે પહોંચશે અને 9:22 વાગ્યે પ્રસ્થાન કરશે.નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોવાથી ટ્રેનના સમય અંગેની નાની ભૂલ પણ મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને જે મુસાફરો સ્ટેશન પરથી ટ્રેન પકડવાના હોય તેમણે જૂના સમયને બદલે સુધારેલા શિડ્યુલને ધ્યાનમાં રાખવું જોઈએ.

મુસાફરો માટે રેલવેની અપીલ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી કરતા પહેલાં ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય ચકાસવાની અપીલ કરવામાં આવી છે. સ્ટેશન મુજબના સ્ટોપેજ અને લેટેસ્ટ ટાઈમિંગમાં ફેરફાર થઈ શકે છે, તેથી અધિકૃત રેલવે ઇન્ક્વાયરી પરથી માહિતી તપાસવી વધુ યોગ્ય રહેશે.મુસાફરો ટ્રેનના અપડેટેડ શિડ્યુલ અને અન્ય વિગતો માટે Indian Railways Enquiry પર માહિતી મેળવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways Train Schedule Update Ahmedabad Train Time Change

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ