ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથ મામલે અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવાનો હાઈકોર્ટનો આદેશ
Last Updated: 12:29 PM, 3 October 2026
ADVERTISEMENT
રાજકોટના જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) જાવરીમલ બિશ્નોઈના કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત હાઈકોર્ટે અગાઉની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવી મહત્ત્વનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે અજાણી વ્યક્તિઓ સામે તાત્કાલિક ફિરયાદ નોંધવા અને સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમના ડીઆઈજી કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ કરવા નિર્દેશ કર્યો હતો. તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરી તેનો રિપોર્ટ કોર્ટની રજિસ્ટ્રીમાં રજૂ કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

24માર્ચ, 2023ના રોજ સીબીઆઈની એિન્ટ કરપ્શન બ્રાંચે લાંચના કેસમાં બિશ્નોઈની અટકાયત કરી હતી. ત્યાર બાદ તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધરાઈ હતી. રપ માર્ચે તપાસ દરમિયાન બિશ્નોઈ ચોથા માળેથી નીચે પટકાયા હતા અને તેમનું મોત થયું હતું. મૃતકની પત્નીએ સીબીઆઈ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ બિશ્નોઈને સતત ૧૯ કલાક સુધી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પરિવારે આત્મહત્યાની વાત સામે પણ સવાલો ઉઠાવ્યા હતા અને શરીર પરની ઇજાઓના આધારે શંકા વ્યક્ત કરી હતી. અગાઉ રાજકોટ પોલીસે ઘટનાને અકસ્માતે મોત ગણાવી હતી અને મજિસ્ટ્રેટ તપાસમાં પણ સીબીઆઈ ટીમને ક્લીનચિટ મળી હતી, જોકે હાઈકોર્ટે અગાઉની તપાસમાં રહેલી ખામીઓના મુદ્દે નવી તપાસનો આદેશ કર્યો હતો. ફેક આઈડીથી વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજઃ શિક્ષકનો જ મોબાઈલ ખોલતાં ભાંડો ફૂટ્યો
ADVERTISEMENT
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલમાં શિક્ષકના વર્તનને લઈને વિવાદ સર્જાયો હતો. શાળાના કમ્પ્યૂટર શિક્ષક દ્વારા ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ નકલી આઈડી બનાવી ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થિનીને આ પ્રકારના મેસેજ મોકલાતા હોવાનો દાવો કરાયો હતો. અશ્લીલ મેસેજથી કંટાળેલી વિદ્યાર્થિનીએ સમગ્ર મામલે પોતાના એક મિત્રને જાણ કરી હતી. ત્યાર બાદ મિત્રએ નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ આઈડી પાછળ શાળાના જ કમ્પ્યૂટર શિક્ષક હોવાની શંકા ઊભી થઈ હતી. આથી શિક્ષકના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવતાં અલગ-અલગ નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હોવાનો દાવો કરાયો હતો. આ મામલો સામે આવ્યા બાદ વિદ્યાર્થિનીના મિત્રએ શાળામાં જ શિક્ષકનો મોબાઈલ ફોન ફેંકી દીધો હતો અને શિક્ષકને લાફા માર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઘટનાના પગલે શાળામાં ચર્ચા અને વિવાદ સર્જાયો હતો, જોકે શિક્ષક દ્વારા ખરેખર વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ કરવામાં આવ્યા હતા કે નહીં અને નકલી આઈડી પાછળ શિક્ષકની ભૂમિકા હતી કે નહીં તે અંગે સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
ADVERTISEMENT
ઓઢવના સિંગરવામાં હુમલા બાદ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા
ADVERTISEMENT
અમદાવાદના સિંગરવા વિસ્તારમાં સિગારેટના રૂપિયા આપવાના મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કૃણાલ પાર્લર પર સિગારેટના પૈસા બાબતે થયેલી તકરાર બાદ ચાર શખસોએ દુકાનદારના પુત્રને દુકાનની બહાર ખેંચી કાઢી ડંડા, ક્રિકેટ બેટ અને સ્ટૂલથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ બાદ ઓઢવ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. ૩૦ સપ્ટેમ્બરની રાતે ડેની નામનો શખ્સ સિંગરવામાં આવેલા પાર્લર પર સિગારેટ લેવા આવ્યો હતો. તેણે શરૂઆતમાં પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. દુકાન પર હાજર કૃણાલે તેના પિતા સુનીલભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. ત્યાર બાદ ડેનીએ સિગારેટના પૈસા ચૂકવી દીધા હતા, જોકે થોડા સમય બાદ દિનેશ ઉર્ફે ડેની ઠાકોર પોતાના મિત્રો પ્રેમ ઉર્ફે રાકેશ ઝાલા, ચિરાગ ઠાકોર અને અમિત રાવળ સાથે ફરી પાર્લર પર આવ્યો હતો. ચારેયે જૂની અદાવત રાખી કૃણાલ સાથે ઝઘડો કર્યો હતો અને તેને બહાર ખેંચી માર માર્યો હતો. આસપાસના લોકો ભેગા થતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ફરિયાદ બાદ પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ કાન પકડીને ઊઠક-બેઠક કરાવી હતી અને જાહેરમાં માફી પણ મંગાવી હતી, જોકે ૧૩ મે, ર૦ર૬ના ડીજીપીના આદેશ મુજબ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા તથા અપમાનજનક વર્તન સામે કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તેથી પોલીસની આ કાર્યવાહી પણ ચર્ચામાં આવી હતી.
ADVERTISEMENT
ધર્મનગરનો બનાવઃ ગલ્લાવાળાનું સારવાર દરમિયાન મોત
ADVERTISEMENT
અમદાવાદના સાબરમતી વિસ્તારના ધર્મનગર રેલવે સ્ટેશન પાસે ઉધાર વસ્તુ આપવાનો ઇનકાર કરવો પાનના ગલ્લા સંચાલકને ભારે પડ્યો હતો. અગાઉના ૧૬૦૦ રૂપિયા ચૂકવ્યા બાદ જ ઉધાર આપવાનું કહેતાં ગુસ્સે ભરાયેલા યુવકે પપ વર્ષીય રાજેશભાઈ ઠાકોરના પેટમાં ધારદાર છરીનો ઘા માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત રાજેશભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવના પગલે પરિવારજનો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યાં હતાં. રાજેશભાઈ ધર્મનગરની લક્ષ્મણજીની ચાલીમાં પરિવાર સાથે રહેતા હતા અને ધર્મનગર રેલવે સ્ટેશન બહાર મહાકાળી પાન પાર્લર ચલાવતા હતા. બે દિવસ પહેલાં અનિલ ઠાકોર નામનો યુવક તાનસેનની પડીકી ઉધાર લેવા આવ્યો હતો. રાજેશભાઈએ અગાઉના ૧૬૦૦ રૂપિયા ચૂકવી દેવા અને ત્યાર બાદ ઉધાર આપવાનું કહ્યું હતું. આથી અનિલ ગુસ્સે થઈ ત્યાંથી જતો રહ્યો હતો. સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ અનિલ હાથમાં લોખંડની છરી લઈને ગલ્લા પર આવ્યો હતો. તે સમયે રાજેશભાઈનો મોટો પુત્ર પણ હાજર હતો. અનિલે રાજેશભાઈના પેટમાં છરીનો ઘા માર્યો હતો અને પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજેશભાઈને સાબરમતીની પંચશીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. સાબરમતી પોલીસે શરૂઆતમાં મારામારીનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન મોત થતાં હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી અને આરોપી અનિલની ધરપકડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.