ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / કરજણમાં CNG ભરાવતી કારમાં અચાનક બ્લાસ્ટ, હાઈવે પર મચી અફરાતફરી

વડોદરા / કરજણમાં CNG ભરાવતી કારમાં અચાનક બ્લાસ્ટ, હાઈવે પર મચી અફરાતફરી

Published By: Vishal Khamar
Reported By: Manu Chavda

Last Updated: 11:24 AM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના કરજણ નજીક NH-48 પર CNG ભરાવતી વખતે કારમાં અચાનક બ્લાસ્ટ થયો. પેટ્રોલ પંપ પર બનેલી ઘટનાનો વીડિયો સામે આવ્યો, જાનહાનિ નહીં.

ADVERTISEMENT

નેશનલ હાઈવે-48 પર કરજણ નજીક જિંદાલ કંપની સામે આવેલા પેટ્રોલ-સીએનજી પંપ પર સીએનજી ભરાવતી કારમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. સીએનજી રિફિલિંગ દરમિયાન કારની ગેસ ટેન્ક ફાટતાં ધડાકો થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં કારને ભારે નુકસાન થયું હતું, જ્યારે નજીકમાં ઊભેલા અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

નોઝલ લગાવી ગેસ ભરાઈ રહ્યો હતો અને અચાનક ધડાકો

મળતી માહિતી મુજબ, એક કારચાલક સીએનજી ભરાવવા માટે પંપ પર પહોંચ્યો હતો. કર્મચારી કારમાં નોઝલ લગાવી ગેસ રિફિલ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કારની ગેસ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

ધડાકો એટલો જોરદાર હતો કે કારના પાછળના ભાગના પતરાં ફાટી ગયા હતા અને કાચના ટુકડા આસપાસના વિસ્તારમાં દૂર સુધી જઈને પડ્યા હતા. બ્લાસ્ટના કારણે નજીકમાં ઊભેલા બે અન્ય વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

કારમાં કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી

વિસ્ફોટ સમયે કારની અંદર કોઈ વ્યક્તિ હાજર નહોતી. સીએનજી ભરાવતી વખતે લોકો વાહનની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, અચાનક થયેલા ધડાકાને કારણે પંપ પર હાજર લોકો અને કર્મચારીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો સલામત સ્થળે દોડી ગયા હતા.

ફાયર ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી

બ્લાસ્ટની જાણ થતાં જ કરજણ ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ અથવા વધુ કોઈ જોખમી પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસની ટીમે પણ સ્થળ પર પહોંચી સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

પ્રાથમિક તબક્કે ટેન્કમાં ટેકનિકલ ખામી અથવા દબાણ સંબંધિત કારણોસર વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ ગેસ, કોલસા અને વીજળીના વધતા ખર્ચની અસર, મોરબીના સિરામિક ઉદ્યોગે ટાઈલ્સના ભાવમાં 12% વધારો કર્યો

CCTVમાં કેદ થયો સમગ્ર બનાવ

પંપ પર લાગેલા CCTV કેમેરામાં વિસ્ફોટની સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ફૂટેજમાં સીએનજી રિફિલિંગ દરમિયાન અચાનક બ્લાસ્ટ થતો અને ત્યારબાદ લોકોમાં નાસભાગ મચતી જોવા મળે છે. ઘટનાને પગલે પંપની સુરક્ષા વ્યવસ્થા અને સીએનજી રિફિલિંગ પ્રક્રિયા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karjan CNG blast NH-48 car blast Vadodara CNG car blast

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ