ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગેસ, કોલસા અને વીજળીના વધતા ખર્ચની અસર, મોરબીના સિરામિક ઉદ્યોગે ટાઈલ્સના ભાવમાં 12% વધારો કર્યો
Last Updated: 10:24 AM, 3 October 2026
ADVERTISEMENT
મોરબી સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ટાઈલ્સના ભાવોમાં વધારો ગેસ, કોલસા અને વીજળીના ભાવોમાં વધારો થતા ઉત્પાદન ખર્ચ વધી ગયો ગલ્ફ દેશોમાં યુદ્ધ અને તણાવને પગલે ગેસ, કોલસાના ભાવોમાં વધારા બાદ હવે વીજળી દરોમાં વધારો થતા સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન ખર્ચ વધી જતા મોરબી સિરામિક ઉદ્યોગને તૈયાર ટાઈલ્સના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્ક્વેર ફૂટે રૂ ૩.૫૦ નો વધારો જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મોરબી સિરામિક ઉદ્યોગ માટે વર્ષ ૨૦૨૬ નું વર્ષ સારું રહ્યું નથી અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દેતા યુદ્ધ ભડક્યું હતું જેને પગલે મોરબી સિરામિક ઉદ્યોગને એપ્રિલ માસથી સિરામિક ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. સતત ગેસ-તેલના વધતા ભાવો, એક્સપોર્ટ ઘટતા સિરામિક ઉદ્યોગ મુશ્કેલ સ્થિતિમાં મુકાયો છે અને ઉત્પાદન ખર્ચ વધતા સિરામિક એકમોએ ભાવ વધારો જાહેર કર્યો છે.
ADVERTISEMENT

જેમાં વિટ્રીફાઈડ ટાઈલ્સમાં સ્ક્વેર ફૂટે રૂ ૩.૫૦ અને વોલ ટાઈલ્સમાં બોક્સે રૂ ૨૦ નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જોકે ફ્લોર ટાઈલ્સ એસો દ્વારા હજુ ભાવ વધારો જાહેર કરવાનો બાકી છે. મોરબીમાં ૨૫૦ જેટલા વિટ્રીફાઈડ યુનિટ કાર્યરત છે અને સર્વાનુમતે ભાવવધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સિરામિક ઉદ્યોગને ઉત્પાદન ખર્ચ વધતા તૈયાર ટાઈલ્સ પર ભાવ વધારો જાહેર કર્યો છે. જોકે હજુ ઉદ્યોગની તકલીફ ઓછી થઇ નથી તાજેતરમાં પ્રોપેન ગેસના ભાવમાં રૂ ૧.૩૫ નો વધારો આવ્યો છે અને ગેસના સતત વધતા ભાવથી ઉદ્યોગપતિઓ પરેશાન જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.