ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / લગ્નના 34 વર્ષ પછી પણ માતા ન બનવાનો નથી કોઈ અફસોસ! ટીવી એક્ટ્રેસ જયતિ ભાટિયાએ ખોલ્યું દર્દભર્યું રહસ્ય

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / લગ્નના 34 વર્ષ પછી પણ માતા ન બનવાનો નથી કોઈ અફસોસ! ટીવી એક્ટ્રેસ જયતિ ભાટિયાએ ખોલ્યું દર્દભર્યું રહસ્ય

Last Updated: 05:43 PM, 3 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી જયતિ ભાટિયાએ લગ્નના 34 વર્ષ બાદ પણ માતા ન બનવાના પોતાના અંગત નિર્ણય પર ખુલીને વાત કરી છે.

1/5

photoStories-logo

1. લગ્નના 34 વર્ષ પછી પણ માતા ન બનવાનો નથી કોઈ અફસોસ! ટીવી એક્ટ્રેસ જયતિ ભાટિયાએ ખોલ્યું દર્દભર્યું રહસ્ય

ટીવી સિરિયલોની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી જયતિ ભાટિયા આજે માત્ર એક્ટિંગ ક્ષેત્રે જ નહીં પરંતુ યુટ્યુબ વ્લોગિંગ દ્વારા પણ પોતાના ચાહકો સાથે સતત જોડાયેલી રહે છે. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લાખો દિલ જીતનાર જયતિ ભાટિયા પોતાના અંગત જીવનને લઈને પણ ખૂબ જ બોલ્ડ અને સ્પષ્ટ વિચારો ધરાવે છે. લગ્નના 34 વર્ષ વિતી ગયા હોવા છતાં તેઓ માતા બન્યા નથી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે બાળકના જન્મ અને સોસાયટીના પ્રેસર પર દિલ ખોલીને ચર્ચા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. "લોકો સરોગેસીની સલાહ આપતા, પણ મારી વાત કોઈ સમજતું નહીં"

એક ખાસ વાતચીતમાં જયતિ ભાટિયાએ જણાવ્યું હતું કે, "જ્યારે હું 45 વર્ષની થઈ ત્યારે લોકોને લાગવા માંડ્યું કે હવે બાળક થવું મુશ્કેલ છે. ઘણા લોકોએ મને સરોગેસી અપનાવવાની સલાહ આપી હતી. પરંતુ કોઈ એ સમજવા તૈયાર નહોતું કે હું એ માઇન્ડસેટ સાથે મોટી થઈ હતી જ્યાં દેશની વધતી વસ્તી વિશે ચર્ચાઓ થતી હતી. મારા મનમાં પણ કેટલીય વાર બાળક કરવાનો વિચાર આવ્યો હતો, મારી માતાએ પણ મને પૂછ્યું હતું કે તેં બાળકો કેમ ન કર્યા? પણ મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. માતા-પિતાની સંભાળ અને સમાજના મહેણાં

પોતાના દિલની વાત શેર કરતા તેમણે આગળ કહ્યું, "હું પોતાની અંદરની વાત બોલી-બોલીને થાકી ચૂકી હતી. હું મારા માતા-પિતાની દેખભાળ કરી રહી હતી અને મારો મોટાભાગનો સમય તેમની સેવા કરવામાં ગયો. પરંતુ એવું પણ નથી કે માતા-પિતાની સંભાળના કારણે હું બાળક ન કરી શકી. હું મારી જાતને સમાજ સામે પૂર્ણ સાબિત કરવા માટે આ બધું ન કરી શકું. હું જેવી પણ છું, પોતાની રીતે કમ્પ્લીટ છું. જ્યારે લોકોને અહેસાસ થયો કે હું 48 વર્ષની થઈ ગઈ છું અને હવે શક્ય નથી, ત્યારે તેમણે મારી સાથે આ વિષય પર વાત કરવાનું બંધ કર્યું."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 16-17 વર્ષની ઉંમરે જોયું હતું સપનું

જયતિ ભાટિયાએ પોતાના નાનપણના સપનાને યાદ કરતા કહ્યું, જ્યારે હું 16-17 વર્ષની હતી ત્યારે મેં વિચાર્યું હતું કે હું એક હેન્ડસમ છોકરા સાથે લગ્ન કરીશ, જોબ કરીશ અને મારું એક બાળક હશે. આ મારું સપનું હતું, પરંતુ આ સપનું ક્યારે અને ક્યાં પાછળ રહી ગયું તે મને ખરેખર ખબર જ ન પડી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. થિયેટર આર્ટિસ્ટ કિરણ ભાટિયા સાથે લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે જયતિ ભાટિયાએ 12 March 1992ના રોજ થિયેટર આર્ટિસ્ટ કિરણ ભાટિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 34 વર્ષ પછી પણ માતા ન બનવાનો તેમને જીવનમાં કોઈ અફસોસ કે મલાલ નથી અને તેઓ પોતાની જિંદગીમાં ખૂબ જ ખુશ છે. તેમની આ સકારાત્મકતા અને સ્પષ્ટવક્તાના કારણે જ ફેન્સ તેમના દીવાના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

EntertainmentNews TvActress JayatiBhatia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ