ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખેડૂતોની કિસ્મત બદલશે આ 'Integrated Farming' મોડલ: 1 જ ખેતરમાંથી મેળવો 6 અલગ-અલગ રીતે કમાણી!
5 ફોટો ગેલેરી
Last Updated: 06:24 PM, 3 October 2026
1/5
ખેતીમાંથી થતી આવક હંમેશાં એકસરખી રહેતી નથી. ક્યારેક બજારમાં પાકના ભાવ ઘટી જાય છે તો ક્યારેક કસમયે પડેલા વરસાદ કે વાવાઝોડાને કારણે ખેડૂતનો આખો પાક બરબાદ થઈ જાય છે. આવા સમયે ખેડૂતો માટે કમાણીના વૈકલ્પિક રસ્તાઓ હોવા ખૂબ જ જરૂરી છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે બિહારના ગયા સ્થિત દક્ષિણ બિહાર સેન્ટ્રલ યુનિવર્સિટીએ 2 એકર જમીનમાં ખેતી અને પશુપાલનનું એક અદ્ભુત 'ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ મોડલ' તૈયાર કર્યું છે. આ મોડલનો મુખ્ય હેતુ ઉપલબ્ધ જમીન અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેણે કમાણી માટે માત્ર એક જ પાક પર નિર્ભર રહેવું ન પડે.
2/5
આ સંકલિત ખેતી મોડલની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં એક પ્રવૃત્તિમાંથી નીકળતો કચરો બીજી પ્રવૃત્તિ માટે ઉપયોગી બને છે. જેનાથી ખેતીનો પ્રોડક્શન કોસ્ટ (ઉત્પાદન ખર્ચ) ખૂબ જ ઘટી જાય છે. પાકની લણણી પછી વધેલો ભાગ પશુઓના ચારા તરીકે કામ આવે છે. ગાય અને અન્ય પશુઓના છાણમાંથી દેશી જૈવિક ખાતર (Organic Fertilizer) બનાવી શકાય છે, જે ખેતરમાં વાપરી શકાય છે. તળાવના પાણીનો ઉપયોગ શાકભાજી અને પાકની સિંચાઈ માટે થાય છે. આ રીતે ખેડૂતે બહારથી મોંઘા ખાતર, ચારો કે રસાયણો ખરીદવાની જરૂર પડતી નથી.
ADVERTISEMENT
3/5
4/5
જે ખેડૂતો પાસે તળાવ છે, તેઓ માછલી પાલનની સાથે બતક પાલન પણ કરી શકે છે. તળાવની આસપાસની ખાલી જમીન પર શાકભાજી અને ફળદાયી છોડ વાવી શકાય છે. ખેતરના શેઢા અને નકામી પડેલી જગ્યાઓ પર કેરી, જામફળ, લીંબુ, પપૈયા, કેળા અને સરગવો (Sahjan) જેવા વૃક્ષો વાવી શકાય છે. આ સિવાય નાના પાયે મરઘા પાલન કરીને ઈંડા અને ચિકન દ્વારા દૈનિક આવક ઊભી થઈ શકે છે.
ADVERTISEMENT
5/5
આ મોડલ શરૂ કરવા માટે ખેડૂતે બધી વસ્તુઓ એકસાથે શરૂ કરવાની જરૂર નથી. 2 એકર જમીન ધરાવતો ખેડૂત પોતાની બજેટ અને પાણીની સુવિધા મુજબ તબક્કાવાર શરૂઆત કરી શકે છે. પ્રથમ તબક્કો: 6 થી 8 દૂધાળા પશુઓ સાથે ડેરી ફાર્મિંગ અને શાકભાજીની ખેતીથી શરૂઆત કરો. બીજો તબક્કો: અનુભવ અને સંસાધનો વધતાં મરઘા પાલન અથવા બકરી પાલન ઉમેરો. ત્રીજો તબક્કો: પાણીની યોગ્ય વ્યવસ્થા હોય તો નાના તળાવમાં માછલી અને બતક પાલન શરૂ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ