ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત રેલવે સ્ટેશન પર કુલીની ઈમાનદારી, 7 લાખ ડોલર-પાસપોર્ટ ભરેલી બેગ મુસાફરને પાછી મોકલાવી
Last Updated: 04:00 PM, 3 October 2026
ADVERTISEMENT
સુરત રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા કુલી મનીષ વણઝારાની ઈમાનદારી સામે આવી છે. કુલી મનીષ વણઝારાને પ્લેટફોર્મ નંબર 2 પરથી એક અજાણી બેગ મળી હતી જેમાં ₹7 લાખની કિંમતના યુએસ ડોલર અને પાસપોર્ટ સહિતના મહત્વના દસ્તાવેજો હતા. કુલીએ આ બેગ પોતાની પાસે ન રાખતાં બેગમાં મળેલી સ્લિપ/કાગળ પરના મોબાઈલ નંબરના આધારે મુસાફરનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
વાપી ખાતે ટ્રેનમાં ભૂલી ગયા હતા બેગ
આ બેગ એક ડૉક્ટર મુસાફરની હતી. જેઓ ટ્રેનમાંથી વાપી ખાતે ઉતરી ગયા હતા પણ બેગ ટ્રેનમાં જ રહી ગયો હતો. આ ડૉક્ટર મુસાફરને મુંબઈથી યુએસએ (અમેરિકા) ની ફ્લાઇટ પકડવાની હતી. પાસપોર્ટ અને વિદેશી ચલણ ભરેલો બેગ સુરક્ષિત મળી આવતાં મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો અને કુલી મનીષભાઈ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ડૉક્ટર મુસાફરને મુંબઈથી યુએસએ (અમેરિકા) ની ફ્લાઇટ પકડવાની હતી.
ADVERTISEMENT
મુસાફરે રાહતનો શ્વાસ લીધો
ADVERTISEMENT
પાસપોર્ટ અને વિદેશી ચલણ ભરેલો બેગ સુરક્ષિત મળી આવતાં મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો અને કુલી મનીષભાઈ તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. કુલી દ્વારા સુરક્ષિત રીતે બેગ પરત કરવામાં આવતા મુસાફરે આભાર વ્યક્ત કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો