ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફતેહવાડીમાં દારૂની ડિલિવરી કરવા આવેલા યુવકને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો, દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
Last Updated: 02:20 PM, 3 October 2026
ADVERTISEMENT
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સરખેજની ફતેહવાડી કેનાલ પાસે આવેલા અંસારી હાઉસમાં દરોડો પાડી દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ૨૦૮ બોટલ દારૂનો જથ્થો મળી કુલ ૧.૩૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત મોબાઈલ ફોન અને વાહન પણ કબજે કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
ક્રાઈમ બ્રાંચની ટીમને ફતેહવાડી કેનાલ પાસે અંસારી હાઉસમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન જલીલઅહમદ અંસારીને દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની ૨૦૮ બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે ૧.૩૪ લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન દારૂની ડિલિવરી આપવા માટે પ્રભુરામ પ્રજાપતિ પણ ત્યાં પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે તેને પણ ઝડપી લીધો હતો.
પોલીસે બંને આરોપીઓ પાસેથી દારૂ ઉપરાંત મોબાઈલ ફોન અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગર્ભવતી મહિલાને રોજા રાખવા દબાણ, પિતાનું મકાન પતિના નામે કરવા ધમકી
ADVERTISEMENT
લગ્નના ૧૫ દિવસ બાદથી ત્રાસ શરૂ થયો હોવાનો આક્ષેપ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતી હિના (નામ બદલ્યું છે)એ સાસરિયાંના ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સ્ટેશન (પૂર્વ)માં ફરિયાદ નોંધાવી હતી. હિનાએ પતિ હુઝેબ, સાયરા, ફારૂક, ફરહીન અને તાહેરાબાનુ સામે ઘરેલુ હિંસા અને દહેજની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં લગ્ન બાદથી તેને હેરાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હિનાનાં લગ્ન વર્ષ ૨૦૨૫માં હુઝેબ સાથે થયાં હતાં. લગ્નના આશરે ૧૫ દિવસ બાદથી જ સાસરિયાંઓ દ્વારા તેને હેરાન-પરેશાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ હતો. દરમિયાન હિના ગર્ભવતી થઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કાલુપુર રેલવે સ્ટેશન પર પેન્ટ-બંડીના ગુપ્ત ખિસ્સામાં છુપાવેલા ₹15 લાખના હીરાની ચોરી
રમજાન મહિનામાં ગર્ભાવસ્થાને કારણે તેણે રોજા રાખવાનો ઇનકાર કર્યો હતો. આ બાબતે સાસરિયાંએ તેને રોજા રાખવા માટે દબાણ કર્યું હતું. હિનાએ પાંચ દિવસ રોજા રાખ્યા હતા. ત્યારબાદ સાસરિયાંએ હિનાને તેના પિતાનું મકાન હુઝેબના નામે ટ્રાન્સફર કરવા માટે દબાણ કર્યું હતું અને મકાન ટ્રાન્સફર નહીં કરવામાં આવે તો તેને હેરાન કરવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. સતત ત્રાસથી કંટાળેલી હીના પિયરમાં આવી ગઈ હતી. પિયરમાં આવ્યા બાદ હિનાએ પુત્રને જન્મ આપ્યો હતો, જે હાલ બે મહિનાનો હતો. બાળકના જન્મ બાદ પણ સાસરિયાંના ત્રાસથી કંટાળેલી હિનાએ અંતે પોલીસનો સંપર્ક કર્યો હતો. મહિલા પોલીસે ફરિયાદના આધારે પતિ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.