ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રતનમહાલમાં ફરી વાઘ વસાવવાની કવાયત, રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ટીમની જંગલ મુલાકાત, 11 વાઘને સમાવી શકે તેટલી ક્ષમતા
Last Updated: 01:57 PM, 3 October 2026
ADVERTISEMENT
રતનમહાલ હવે વાઘના રહેઠાણ તરીકે વિકસવાની દિશામાં આગળ વધી શકે છે. રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની એક ઉચ્ચસ્તરીય ટીમે થોડા દિવસ પહેલાં રતનમહાલના જંગલ વિસ્તારની મુલાકાત લઈને અહીં વાઘની વસ્તીને ટકાવી રાખવાની સંભાવનાનો અભ્યાસ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીમ આગામી બે સપ્તાહમાં તેનો અંતિમ અહેવાલ સોંપે તેવી શક્યતા છે. પ્રાથમિક નિરીક્ષણમાં એવું જણાયું છે કે સૂચિત વાઘ સંરક્ષણ લેન્ડસ્કેપ ગુજરાત-મધ્યપ્રદેશ સરહદની બંને તરફ વિસ્તરી શકે છે. આથી માત્ર એક રાજ્ય પૂરતું મર્યાદિત રાખવાના બદલે વાઘ માટે વધુ મોટો અને સળંગ રહેઠાણ વિસ્તાર ઊભો થઈ શકે છે.
ADVERTISEMENT

રહેઠાણનું યોગ્ય સંચાલન, શિકાર બનતાં પ્રાણીઓની ઉપલબ્ધતા અને સંરક્ષણનાં પગલાં વધુ મજબૂત કરવામાં આવે તો આ સમગ્ર લેન્ડસ્કેપ આશરે ૧૧ વાઘને આશ્રય આપી શકે તેવી સંભાવના છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આ વિસ્તારમાં આશરે ૨,૫૦૦ જેટલાં શિકાર બની શકે તેવાં પ્રાણીઓનો આધાર હોવાનું અનુમાન છે. વાઘની વસ્તી આ વિસ્તારમાં ટકી શકે અને સમય જતાં તેઓ પ્રજનન કરી શકે કે નહીં તે નક્કી કરવામાં આ બાબત મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવેલો એક યુવાન વાઘ રતનમહાલનાં જંગલોનો વારંવાર ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરી-૨૦૨૫માં ગુજરાતમાં પ્રથમ વખત તેની સતત હાજરી નોંધાઈ હતી ત્યારથી કેમેરા ટ્રેપ અને મેદાની દેખરેખ દ્વારા તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-૨૦૨૬માં રાજ્યસભામાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી- ૨૦૨૫થી રતનમહાલમાં વાઘની સતત હાજરી નોંધાઈ રહી છે. આ વાઘ ગુજરાત-મધ્યપ્રદેશના સમગ્ર જંગલ વિસ્તારમાં સતત અવરજવર કરતો રહ્યો છે. બંને રાજ્ય વચ્ચેના વન્યજીવ કોરિડોર જાળવી રાખવાની જરૂરિયાત પણ તેના કારણે વધુ સ્પષ્ટ બની છે. શરૂઆતમાં એક ભટકતા વાઘ તરીકે જોવામાં આવતા આ વિસ્તારને હવે વાઘ સંરક્ષણની દિશામાં નવી સંભાવના તરીકે જોવામાં આવી રહ્યો છે.સત્તાવાર નોંધ અનુસાર ફેબ્રુઆરી-૨૦૨૫થી રતનમહાલમાં વાઘ સતત જોવા મળ્યો છે. ગુજરાતે પણ તેના સંરક્ષણ માટે સઘન દેખરેખ, શિકાર પ્રાણીઓના આધાર અને રહેઠાણના સંચાલન સહિત અનેક પગલાં લીધાં છે.
ADVERTISEMENT
ગુજરાત સરકારે આ માટે પાયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વન અધિકારીઓએ કેમેરા ટ્રેપ દ્વારા દેખરેખ વધારી છે, સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરી છે, શિકાર પ્રાણીઓના વ્યવસ્થાપન પર કામ કર્યું છે અને િચત્તલ તથા સાબર જેવી વધારાની શિકાર પ્રજાતિઓનો પરિચય કરાવ્યો છે. રાજ્ય સરકારે રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ (NTCA) પાસેથી ગુજરાતમાં વાઘણ લાવીને સંવર્ધન માટેની જોડી સ્થાપિત કરવાની સંભાવના અંગે પરવાનગી પણ માગી છે. આ દરખાસ્ત નવેમ્બર-૨૦૨૫માં સત્તાવાર રીતે રજૂ કરવામાં આવી હતી અને હાલમાં NTCAની મંજૂરી હેઠળ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કાલુપુર રેલવે સ્ટેશન પર પેન્ટ-બંડીના ગુપ્ત ખિસ્સામાં છુપાવેલા ₹15 લાખના હીરાની ચોરી
ADVERTISEMENT
ગુજરાત માટે વાઘનું પુનરાગમન ઐતિહાસિક ઘટના છે. રાજ્યમાં દાયકાઓ પહેલાં વાઘની સ્થાપિત વસ્તી ગુમ થઈ ગઈ હતી. ૨૦૧૯માં મહીસાગરમાં જોવા મળેલો વાઘ પણ થોડા સમય માટે જ ત્યાં રહ્યો હતો. તેથી હાલ રતનમહાલમાં વાઘની સતત હાજરી નોંધાઈ રહી છે તે બાબત ખાસ મહત્ત્વ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.