ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દારુબંધીના ધજાગરાનું નવું નજરાણું! વડોદરામાં એક્ટિવામાંથી નીકળી દારૂની 455 બોટલો, દરેકે ખુણામાં છુપાવી
Last Updated: 10:48 AM, 6 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં દારુબંધીનો રોજ રોજ ધજાગરા ઉડી રહ્યાં છે. દારુબંધીના ધજાગરા ઉડાવતી વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાના બાપોદમાં પોલીસે દારુ ભરેલુ એક્ટિવા ઝડપી પાડ્યું હતું. એક્ટિવાની તપાસ કરતાં તેમાંથી 455 બોટલો નીકળી હતી જે જોઈને પોલીસ પણ છક થઈ ગઈ હતી. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરતા અલ્કેશ અરવિંદભાઈ રાઠવા અને સુનિલ પ્રતાપભાઈ રાઠવાની ધરપકડ કરી છે અને 1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો : વલસાડમાં પડોશીએ પડોશીની કરી નાખી હત્યા, કારણ જાણીને કંપી જશો, આરોપીની ધરપકડ
પોલીસે કેવી રીતે દારુ ભરેલું એક્ટિવા પકડ્યું
ADVERTISEMENT
બાપોદ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે બે એક્ટિવા પર વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. પોલીસે તુરંત વોચ ગોઠવી એક્ટિવાને અટકાવ્યું હતું અને એક્ટિવાના ચોરખાનામાંથી 455 બોટલો નીકળી હતી. તપાસ દરમિયાન બંને એક્ટિવામાંથી 91 હજાર રૂપિયાની કિંમતની 455 દારૂની બોટલ મળી આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.