ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગામની પરિણીત મહિલા સાથે આડાસંબંધો, પાટડીના બામણવા આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો
Last Updated: 10:22 AM, 6 October 2026
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બામણવા ગામમાં આડા સંબંધની આશંકામાં એક આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતકના પુત્રએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી હત્યારા પિતા પુત્ર સહિત ત્રણ ઇસમોને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
પરિણીત મહિલા સાથે આડા સંબધ હત્યાનું કારણ
બામણવા ગામમાં આધેડને ગામની જ એક પરિણીત મહિલા સાથે આડા સંબધ હોવાની આશંકામાં પરિણીતાના પતિ, પુત્ર અને ભાણેજે આડા સંબંધ રાખનાર આધેડને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે. આ બનાવ અંગે પાટડી પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના બામણવા ગામના 55 વર્ષીય વીરજીભાઈ ભાથીભાઈ ગવાણીયા રાત્રિના સમયે જમીને સીમમાં આવેલ પોતાની વાડી તરફ જઈ રહ્યાં હતા તે દરમિયાન તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમની હત્યા નિપજાવી દેવામાં આવતા બામણવા ગામ સહિત સમગ્ર પાટડી તાલુકામાં ચકચાર મચી જવા પામી હતી આ બનાવ અંગે પાટડી પોલીસને જાણ થતાં dysp સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને પોલીસે હત્યાના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં બામણવા ગામના જ પસાભાઈ ચતુરભાઇ ચાવડાની પત્ની સાથે મૃતક વિરજીભાઈને આડા સંબધ હોવાની આશંકા રાખી પસાભાઈએ જ હત્યા નિપજાવી હતી.
ADVERTISEMENT
હત્યારાઓ બાઈક પર આવ્યાં હતા
ADVERTISEMENT
પોલીસ સમક્ષ મૃતકના પુત્રએ વ્યક્ત કરી હતી તેમજ હત્યાના બનાવ અગાઉ પસાભાઈ સહિત ત્રણ ઇસમોને બાઇકમાં હત્યાના સ્થળ નજીક જોયા હોવાનું પણ પોલીસ સમક્ષ જણાવતા પોલીસે પસાભાઈ ચતુરભાઇ ચાવડા, તેમના પુત્ર અશ્વિન પસાભાઈ ચાવડા અને ભાણેજ પવન ઈશ્વરભાઈ રાઠોડને હસ્તગત કરી આકરી પૂછપરછ કરતા ત્રણેય ઇસમો દ્વારા જ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. મૃતક વિરજીભાઇને પસાભાઈની પત્ની સાથે આડા સંબંધો હોવાની આશંકા હતી આથી પિતા પુત્ર અને ભાણેજ ત્રણેય એ સાથે મળી વિરજીભાઈની હત્યા નિપજાવી દેવાનો પ્લાન તૈયાર કર્યો હતો અને વિરજીભાઈ દરરોજ રાત્રે જમીને પોતાની વાડીએ સુવા માટે જતા હોવાની માહિતી મળતા રાત્રિના અંધકારમાં ત્રણેય એક બાઇકમાં બેસીને ગયા હતા અને વિરજીભાઈ કઈ સમજે તે પહેલા જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જો કે હત્યાના બનાવના ગણતરીના કલાકોમાં જ પાટડી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો ત્રણેય ઇસમોને ઝડપી પાડ્યા છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.