ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જિયો યુઝર્સને ટૂંક સમયમાં લાગશે મોટો ઝટકો: રિચાર્જ પ્લાન મોંઘા થવાની શક્યતા!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / જિયો યુઝર્સને ટૂંક સમયમાં લાગશે મોટો ઝટકો: રિચાર્જ પ્લાન મોંઘા થવાની શક્યતા!

Last Updated: 07:38 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ બ્રોકિંગના અહેવાલ મુજબ, આગામી 3 થી 4 મહિનામાં રિલાયન્સ જિયો પોતાના ટેરિફ પ્લાનમાં 12 ટકા સુધીનો વધારો કરી શકે છે.

1/5

photoStories-logo

1. જિયો યુઝર્સને ટૂંક સમયમાં લાગશે મોટો ઝટકો: રિચાર્જ પ્લાન મોંઘા થવાની શક્યતા!

રિલાયન્સ જિયોના કરોડો ગ્રાહકો માટે આગામી દિવસોમાં મોબાઈલ રિચાર્જ કરાવવું વધુ ખર્ચાળ સાબિત થઈ શકે છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ સેન્ટ્રમ બ્રોકિંગના અહેવાલ મુજબ, કંપની આગામી 3 થી 4 મહિનાની અંદર પોતાના ટેરિફ પ્લાનમાં આશરે ૧૨ ટકા સુધીનો વધારો કરી શકે છે. જો કે, હાલમાં જિયો કંપની તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. અગાઉ એરટેલે પણ પોતાના કેટલાક પોસ્ટપેડ પ્લાન મોંઘા કર્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ટેલિકોમ કંપનીઓ પોતાની આવક વધારવા માટે નવા પગલાં લઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જિયો રિચાર્જ 12% મોંઘું થવા પાછળનું કારણ શું?

બ્રોકરેજ ફર્મના અનુમાન મુજબ, જો કોઈ વર્તમાન રિચાર્જ પ્લાનની કિંમત 299 રૂપિયા હોય અને તેના પર 12 ટકાનો વધારો થાય, તો તેની નવી કિંમત આશરે 335 રૂપિયા થઈ શકે છે. તેવી જ રીતે 349 રૂપિયાવાળો પ્લાન વધીને આશરે 391 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો કે, આ માત્ર અંદાજિત ગણતરી છે અને કંપની દરેક પ્લાનમાં એક સરખો વધારો કરશે કે નહીં તે હજુ નક્કી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કંપનીના ગ્રાહકોની કુલ સંખ્યા 53.33 કરોડ સુધી પહોંચી ગઈ

ટેલિકોમ કંપનીઓ માટે હવે માત્ર નવા ગ્રાહકો જોડવા જ પૂરતા નથી, પરંતુ દરેક ગ્રાહક દીઠ સરેરાશ આવક એટલે કે ARPU (Average Revenue Per User) વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જિયોનું ARPU વધીને 215.6 રૂપિયા થઈ ગયું છે, જે અગાઉ 208.8 રૂપિયા હતું. આ ઉપરાંત, કંપનીના ગ્રાહકોની કુલ સંખ્યા 53.33 કરોડ સુધી પહોંચી ગઈ છે અને પ્રતિ ગ્રાહક માસિક ડેટા વપરાશ વધીને 43.7GB થઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિજિટલ સેવાઓ અને પ્રીમિયમ પ્લાન પર ભાર

ગ્રાહકો દ્વારા ઓનલાઈન વીડિયો જોવા, ગેમિંગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જેના કારણે નેટવર્ક પર ડેટાની માંગ પણ ખૂબ વધી છે. આ સ્થિતિમાં જિયો માત્ર સસ્તા ડેટા પ્લાન આપવાને બદલે 5G કનેક્ટિવિટી, ફિક્સ બ્રોડબ્રાન્ડ (JioAirFiber) અને પ્રીમિયમ ડિજિટલ સેવાઓ સાથેના સંયુક્ત પ્લાન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હાલમાં જિયોના 5G ગ્રાહકોની સંખ્યા 28.5 કરોડ અને ફિક્સ બ્રોડબ્રાન્ડ ગ્રાહકોની સંખ્યા 2.86 કરોડ સુધી પહોંચી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. યુઝર્સે શું કરવું જોઈએ?

હાલમાં ગ્રાહકોએ ગભરાઈને અગાઉથી રિચાર્જ કરાવવાની જરૂર નથી, કારણ કે ભાવ વધારા અંગે કોઈ અધિકૃત તારીખ જાહેર કરવામાં આવી નથી. હાલનો પ્લાન તેની નિર્ધારિત વૈધતા સુધી વાપરી શકાય છે. નવું રિચાર્જ કરાવતા પહેલા ગ્રાહકોએ માયજિયો (MyJio) એપ પર ઉપલબ્ધ નવી કિંમતો અને ફાયદાઓની ચકાસણી અવશ્ય કરી લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RelianceJio JioRecharge TechUpdates
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ