ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / જન્માષ્ટમી પર બનશે અદ્ભુત ત્રિગ્રહી યોગ, 4 રાશિઓ માટે શરૂ થશે ‘ગોલ્ડન ટાઈમ’; જાણો કોને થશે ફાયદો!
7 ફોટો ગેલેરી
Last Updated: 10:35 AM, 3 September 2026
1/7
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યને આત્મવિશ્વાસ, સફળતા અને માન-સન્માનનો કારક માનવામાં આવે છે. બૃહસ્પતિ જ્ઞાન, ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલા છે જ્યારે ચંદ્રમા મન અને માનસિક શાંતિના કારક છે. આ ત્રણ ગ્રહોની એકસાથે સ્થિતિ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામો લાવી શકે છે. જન્માષ્ટમીના પવિત્ર અવસર પર બનતા આ યોગથી 4 રાશિના જાતકોને કરિયર, ધન, પરિવાર અને ભાગ્યના મામલે લાભ મળવાની શક્યતા છે.
2/7
વૃષભ રાશિના જાતકો માટે જન્માષ્ટમી પર બનતો ત્રિગ્રહી યોગ સુખ-સમૃદ્ધિના નવા રસ્તા ખોલી શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં ગતિ આવવાની સાથે અટવાયેલા પૈસા પરત મળવાની શક્યતા છે. આવકમાં વધારો થાય તેવા નવા સ્ત્રોત મળી શકે છે. નોકરી કરતા લોકો માટે પણ સમય સારો રહી શકે છે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા ઇચ્છે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
3/7
કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે અને જન્માષ્ટમીના દિવસે ચંદ્રમાની સૂર્ય તથા બૃહસ્પતિ સાથેની યુતિને આ રાશિ માટે શુભ માનવામાં આવી રહી છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સમાજ અને પરિવાર વચ્ચે માન-સન્માન વધવાની શક્યતા છે. લાંબા સમયથી ચાલી રહેલા માનસિક તણાવમાંથી રાહત મળી શકે છે. ઘરમાં ધાર્મિક અથવા માંગલિક કાર્યક્રમનું આયોજન થવાના યોગ પણ બની શકે છે. ભક્તિ અને આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે.
4/7
સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. જન્માષ્ટમીના દિવસે સૂર્યની બૃહસ્પતિ અને ચંદ્રમા સાથેની યુતિ સિંહ રાશિના જાતકો માટે ભાગ્યમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થઈ શકે છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના યોગ બની શકે છે. વેપારીઓને નવા સોદામાં સારો લાભ મળવાની શક્યતા છે. રોકાણ માટે પણ સમય અનુકૂળ રહી શકે છે જોકે કોઈપણ રોકાણ કરતા પહેલાં યોગ્ય સલાહ લેવી જરૂરી છે.
ADVERTISEMENT
5/7
ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. તેથી ત્રિગ્રહી યોગમાં બૃહસ્પતિની હાજરી આ રાશિના જાતકો માટે ખાસ મહત્વ ધરાવી શકે છે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને મહેનતનું સારું પરિણામ મળવાની શક્યતા છે. અભ્યાસ અને કરિયરમાં નવી તકો મળી શકે છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થવાના યોગ બની શકે છે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલા મામલામાં પણ રાહત અથવા પક્ષમાં નિર્ણય મળવાની સંભાવના બની શકે છે.
6/7
જન્માષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ એટલે કે બાલ ગોપાલને માખણ-મિશ્રી અને તુલસી દળ અર્પણ કરો. આ સાથે ભગવાન કૃષ્ણની ભક્તિપૂર્વક પૂજા કરો. ત્યારબાદ ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો 108 વખત જાપ કરી શકાય છે. જ્યોતિષ માન્યતા અનુસાર આ પ્રકારની ભક્તિ અને ઉપાસનાથી મનને શાંતિ મળે છે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ