ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓ માટે બોનસ ફરજિયાત, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓ માટે બોનસ ફરજિયાત, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

Last Updated: 09:12 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેન્દ્ર સરકારના નવા લેબર કોડ અંતર્ગત 21,000 રૂપિયા સુધીનો માસિક પગાર ધરાવતા કર્મચારીઓ માટે વાર્ષિક બોનસ ફરજિયાત કરવામાં આવ્યું છે.

1/5

photoStories-logo

1. નવા શ્રમ કાયદા હેઠળ કર્મચારીઓ માટે બોનસ ફરજિયાત, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નવા લેબર કોડ (New Labour Codes) અંતર્ગત બે મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ વાર્ષિક બોનસને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે, જેનો સીધો ફાયદો ખાનગી અને સંગઠિત ક્ષેત્રના લાખો કર્મચારીઓને મળશે. નવા નિયમ અનુસાર દર મહિને 21,000 રૂપિયા સુધીનો પગાર મેળવતા તમામ કર્મચારીઓ માટે કંપનીઓ તરફથી બોનસ મેળવવું કાનૂની હક બની ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કોને મળશે બોનસનો લાભ?

'કોડ ઓન વેજીસ, 2019' ની ધારા 26(1) મુજબ, જે કર્મચારીઓનો માસિક પગાર 21,000 રૂપિયા કે તેથી ઓછો છે અને તેમણે સંબંધિત નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 30 દિવસ કામ કર્યું છે, તેમને બોનસ આપવું એમ્પ્લોયર (કંપની) માટે ફરજિયાત રહેશે. 21,000 રૂપિયાથી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ માટે બોનસ આપવું કંપની માટે કાનૂની રીતે બંધનકર્તા રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કેટલું મળશે બોનસ અને કેવી રીતે થશે ગણતરી?

પાત્ર કર્મચારીઓને વાર્ષિક ધોરણે ઓછામાં ઓછું 8.33 ટકા અને વધુમાં વધુ 20 ટકા સુધીનું બોનસ આપવામાં આવશે. બોનસની ગણતરી દર મહિને 7,000 રૂપિયા અથવા રાજ્યમાં લાગુ ન્યૂનતમ વેતન (Minimum Wage) - આ બેમાંથી જે વધુ હોય તેને આધાર માનીને કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઉદાહરણ

ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો લઘુત્તમ પગાર 12,000 રૂપિયા છે (જે 7,000 ના બેઝ પ્રાઈસથી વધુ છે), તો 8.33 ટકાના લઘુત્તમ દર મુજબ તેનું વાર્ષિક બોનસ આશરે 11,995 રૂપિયા (12,000 × 8.33% × 12) થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ક્યાં સુધીમાં કરવી પડશે બોનસની ચુકવણી?

નવા શ્રમ કાયદાની ધારા 39(1) અનુસાર, નાણાકીય વર્ષ (Accounting Year) પૂરૂં થયાના 8 મહિનાની અંદર બોનસની રકમ સીધી કર્મચારીના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. જો કંપની વ્યાજબી કારણોસર વિલંબ અંગે અરજી કરે તો જ આ સમયમર્યાદા મહત્તમ 2 વર્ષ સુધી લંબાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

LaborLawUpdates NewLabourCode EmployeeBonus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ