ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચેટબોટથી કાઉન્સેલર સુધી: હવે એઆઈ સંકટમાં મુકાયેલા યુવાનોને હેલ્પલાઈન સુધી પહોંચાડે છે
Last Updated: 02:18 PM, 10 September 2026
ADVERTISEMENT
૨૨ વર્ષની આઈટી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ અનોખી (નામ બદલ્યું છે) પોતાના શરીરમાં દેખાતા કેટલાક ફેરફારો - વજન ઘટવું, ઊંઘ અને ભૂખ ન લાગવી તથા સતત તણાવનો અર્થ સમજવા માટે એક લોકપ્રિય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પ્લેટફોર્મનો સહારો લીધો હતો. વાતચીત આગળ વધતાં તેણે નવી નોકરી માટે નવા શહેરમાં સ્થાયી થવાની મુશ્કેલી અને ત્રણ વર્ષ જૂનો સંબંધ તૂટ્યા બાદ ઊભી થયેલી ભાવનાત્મક પરિસ્થિતિ વિશે પણ વાત કરી હતી.
ADVERTISEMENT
ટેલિમાનસ હેલ્પલાઇન (14416) સાથે સંકળાયેલાં મનોચિકિત્સક અને સંયોજક ડો. શિખા તલાટીએ જણાવ્યું કે જ્યારે તેણે અમારી હેલ્પલાઇન પર ફોન કર્યો ત્યારે તે સંભવિત રીતે પોતાની જાતને નુકસાન પહોંચાડી શકે તેવી સ્થિતિમાં હતી. ચેટબોટે તેને સંકટની સ્થિતિમાં સંપર્ક કરવા માટેના નંબર સૂચવ્યા હતા. એક કલાકથી વધુ સમય સુધી તેનું કાઉન્સેલિંગ ચાલ્યું. તેણે પોતાની વાત મન ખોલીને કરી અને પોતાની કારકિર્દીની આકાંક્ષાઓ તેમજ માતા-પિતાની અપેક્ષાઓ સાથે વ્યક્તિગત જીવન વચ્ચેનું સંતુલન જાળવવામાં આવી રહેલી મુશ્કેલી વિશે વાત કરી હતી. સમયસર હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો અને હવે અનોખી નિયમિત થેરાપી લઈ રહી છે તથા સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહી છે તેમ ડો. તલાટીએ જણાવ્યું છે.
આત્મહત્યા નિવારણ અને કાઉન્સેલિંગ હેલ્પલાઇન પર સેવા આપતા માનસિક આરોગ્ય નિષ્ણાતો કહે છે કે એઆઈથી માનવીય સહાય તરફની આવી પ્રક્રિયા હવે વધુ જોવા મળી રહી છે. લોકો પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે ચેટ આધારિત સાધનોનો વધતા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યાર બાદ પ્રોમ્પ્ટ અથવા સર્ચ દ્વારા તેમને હેલ્પલાઇનનો સંપર્ક કરવાની દિશા મળી રહી છે. ટેલિમાનસમાં અતિશય હતાશા અને આત્મહત્યાની વૃત્તિ સાથે સંબંધિત સરેરાશ મહિને ૫૦થી ૬૦ કોલ્સ આવતા હોય છે.
ADVERTISEMENT
જીવન આસ્થા (1800-233-3330) હેલ્પલાઇન પર પણ એઆઈના માર્ગદર્શનથી આવતા કોલ્સમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મનોવિજ્ઞાની અને હેલ્પલાઇન સાથે સંકળાયેલાં સિનિયર મેન્ટલ હેલ્થ કાઉન્સેલર સંજીવની અધ્વર્યુએ જણાવ્યું છે કે હેલ્પલાઇન પર દરરોજ આવતા સરેરાશ ૪૦થી ૫૦ કોલ્સમાંથી ૨૦ ટકા કોલ્સ એઆઈ સર્ચથી પ્રેરિત હોય છે.
નિષ્ણાતો કહે છે કે માનસિક આરોગ્ય સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે યુવાનો એઆઈ સાથે મુક્તપણે વાત કરી રહ્યા હોવાની વધતી જતી પ્રવૃત્તિએ માનસિક આરોગ્ય અંગેની માહિતી અને સહાયને વધુ સરળતાથી ઉપલબ્ધ બનાવવામાં એઆઈને મહત્ત્વનું સાધન બનાવી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.