ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / iPhone ખોવાયો છે તો સાવધાન! Apple Supportના નામે નકલી મેસેજ-કોલથી ઠગાઈ

તમારા કામનું / iPhone ખોવાયો છે તો સાવધાન! Apple Supportના નામે નકલી મેસેજ-કોલથી ઠગાઈ

Published By: Nidhi Panchal

Last Updated: 02:57 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે સાયબર ઠગો હવે પીડિતોને જ નિશાન બનાવી રહ્યા છે. Apple Supportના પ્રતિનિધિ બની નકલી મેસેજ, ઈ-મેઈલ, SMS, WhatsApp એલર્ટ અને AI જનરેટેડ કોલથી છેતરપિંડીનો પ્રયાસ થઈ રહ્યો છે. ‘તમારો ફોન મળી ગયો છે’ અથવા ‘કોઈ તમારા ડેટામાં લોગિન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે’ કહીને ઠગો Apple Accountનો પાસવર્ડ, ડિવાઈસ પાસકોડ અને વેરિફિકેશન કોડ મેળવવાનો પ્રયાસ કરે છે.

ADVERTISEMENT

સાયબર ગુનેગારો હવે ખાસ કરીને એવા લોકોને નિશાન બનાવી રહ્યા છે, જેમનો આઈફોન ખોવાઈ ગયો હોય અથવા ચોરાઈ ગયો હોય. એપલ સપોર્ટના પ્રતિનિધિ હોવાનો ઢોંગ કરી ઠગો નકલી મેસેજ, ઈ-મેઈલ, એસએમએસ અને વોટ્સએપ એલર્ટ મોકલીને સંવેદનશીલ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વરિષ્ઠ સાયબર ક્રાઈમ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારની અનેક ફરિયાદો સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર મળી છે. એક અધિકારીએ જણાવ્યું કે કેટલાક કિસ્સામાં પીડિતોએ એપલ સપોર્ટ પર આપેલા ‘વિશ્વસનીય નંબર’ મારફતે તેમનો ડેટા ગુમાવ્યો છે.

iPhone-Ultra2

ઠગો સામાન્ય રીતે દાવો કરે છે કે ખોવાયેલો આઈફોન મળી ગયો છે અથવા તેને ટ્રેક કરવામાં આવી રહ્યો છે અને કોઈ અનધિકૃત વ્યક્તિ તેમના ડેટામાં લોગ ઈન કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાર બાદ પીડિતોને એક લિંક પર ક્લિક કરવા, તેમનું એપલ એકાઉન્ટ ચકાસવા, વેરિફિકેશન કોડ આપવા અથવા ફોન પાછો મેળવવા કે તેને સુરક્ષિત કરવા માટે જરૂરી હોવાનું જણાવી અન્ય માહિતી શેર કરવા કહેવામાં આવે છે.

AIથી જનરેટ કરાયેલા ફોન કોલ પણ હવે ઠગાઈનું હથિયાર

કેટલાક કિસ્સામાં ઠગો એઆઈથી જનરેટ કરાયેલા અથવા ક્લોન કરાયેલા અવાજનો ઉપયોગ કરે છે, જેના કારણે ફોન પર વાત કરનાર વ્યક્તિ ખરેખર એપલ સપોર્ટના કર્મચારી જેવી વિશ્વસનીય લાગે છે. ફોન કરનાર એવો દાવો કરી શકે છે કે ચોરાયેલા આઈફોનને કાયમ માટે લોક થતો અટકાવવા અથવા તેમાં રહેલા ડેટાનો દુરુપયોગ રોકવા માટે તાત્કાલિક ચકાસણી જરૂરી છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આપણો ડર ઠગોનું સૌથી મોટું હથિયાર છે. એક વખત લોકોને વિશ્વાસ થઈ જાય કે તેમનો ફોન મળી ગયો છે અથવા કોઈ તેમના ડેટા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે તેઓ અજાણતાં જ પોતાનું એપલ એકાઉન્ટ કબજે કરવા માટે જરૂરી પાસવર્ડ અને કોડ ઠગોના હાથમાં આપી શકે છે.

ફોન ખોવાઈ જાય તો શું કરવું?

આઈફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો યુઝરે તરત જ ‘ફાઈન્ડ માય’નો ઉપયોગ કરીને ડિવાઈસને ‘લોસ્ટ’ તરીકે માર્ક કરવું જોઈએ અને જરૂરી હોય તો તેને રિમોટલી ઈરેઝ પણ કરી શકાય છે. આ ઉપરાંત મોબાઈલ ઓપરેટરનો સંપર્ક કરીને સિમ અથવા ઈ-સિમ બ્લોક કરાવવું અને ચોરી અંગે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.

આ પણ વાંચો : સાણંદના મોટી દેવતીમાં દીપડાનો કાયમી વસવાટ? એક મહિનામાં બીજીવાર દેખાયો

આ રીતે થાય છે ઠગાઈ

ઠગો ‘તમારું ડિવાઈસ મળી ગયું છે’ જેવાં નકલી નોટિફિકેશન મોકલે છે. આ સાથે એવી લિંક્સ આપવામાં આવે છે, જે એપલની સત્તાવાર વેબસાઈટ જેવી દેખાતી નકલી વેબસાઈટ પર લઈ જાય છે. આ વેબસાઈટ પર નકશો બતાવીને ફોનનું લોકેશન મળ્યું હોવાનું દર્શાવવામાં આવી શકે છે. ત્યાર બાદ યુઝરને ડિવાઈસ ‘અનલોક’ અથવા ‘સિક્યોર’ કરવા માટે તેનો ડિવાઈસ પાસકોડ, એપલ એકાઉન્ટનો પાસવર્ડ અથવા ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન કોડ દાખલ કરવા કહેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone Fraud Apple Support iPhone

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ