ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / નેપાળમાં ભીષણ પૂર બાદ અનુભવાયા ભૂકંપના આંચકા, 5.3 ની તીવ્રતાના આંચકાથી ધ્રૂજી ઉઠી ધરા

વિશ્વ / નેપાળમાં ભીષણ પૂર બાદ અનુભવાયા ભૂકંપના આંચકા, 5.3 ની તીવ્રતાના આંચકાથી ધ્રૂજી ઉઠી ધરા

Published By: Pravin Joshi

Last Updated: 12:31 AM, 9 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભીષણ પૂર બાદ નેપાળ અને તિબ્બતના પર્વતીય વિસ્તારોમાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જમીનથી 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયેલા આ આંચકાથી મુસ્તાંગ અને ધૌલાગિરી વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.

ADVERTISEMENT

હાલમાં જ ભીષણ પૂરની હોનારતનો સામનો કરી રહેલા નેપાળ અને તિબ્બત સરહદી ક્ષેત્રમાં બુધવારે રાત્રે ભૂકંપનો ભારે આંચકો અનુભવાયો છે. નેપાળના મુસ્તાંગ જિલ્લામાં રાત્રે 9:53 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3 નોંધાઈ છે. હિમાલયન પર્વતીય વિસ્તારમાં પૂરની તારાજી બાદ આવેલા આ ભૂકંપને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

જમીનથી 35 કિલોમીટર ઊંડાઈએ હતું કેન્દ્રબિંદુ

નેપાળ ભૂકંપ માપન કેન્દ્રના વડા લોકવિજય અધિકારી અને યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મુસ્તાંગ જિલ્લાના લોમન્થાંગ વિસ્તારમાં જમીનથી આશરે 35 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. ભૂકંપના તીવ્ર આંચકા નેપાળના મુસ્તાંગ, બાગલુંગ, ધૌલાગિરી સહિત આસપાસના અનેક વિસ્તારો તેમજ સરહદી તિબ્બતના ભાગોમાં પણ સ્પષ્ટપણે અનુભવાયા હતા.

વધુ વાંચો : વહુએ 6 લાખમાં સોપારી આપીને કરોડપતિ સસરાની હત્યા કરાવી, ડુપ્લીકેટ ચાવી બનાવવા નોકરને 1200 આપ્યા

કોઈ જાનહાની નહીં, પરંતુ તંત્ર એલર્ટ મોડ પર

રાહતની વાત એ છે કે ભૂકંપના કારણે હાલ સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જોકે, અતિ દુર્ગમ પર્વતીય વિસ્તાર અને તાજેતરમાં જ આવેલી કુદરતી હોનારતને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે કડક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવનાને પગલે સુરક્ષા દળો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને સતર્ક કરી દેવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TibetEarthquake EarthquakeUpdates NepalEarthquake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ