ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:29 AM, 7 September 2026
ADVERTISEMENT
Cargo Plane Incident: અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે એમેઝોન પ્રાઇમ એર કાર્ગો ફ્લાઇટ 7598 રનવે પરથી નીચે ઉતરી ગઈ. વાહનો સાથે અથડાયા બાદ એરપોર્ટ પર આગ લાગી ગઇ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
ADVERTISEMENT
રવિવારે અમેરિકાના મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. જેમાં પાંચ લોકો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા. એમેઝોન પ્રાઇમ એર કાર્ગો પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું અને અનેક વાહનો સાથે અથડાયા બાદ આગ લાગી હતી. એરપોર્ટ પર અફરાતફરી મચી હતી.
NEW: An Amazon Prime Air Boeing 767 cargo jet overran the runway at Miami International Airport and caught fire.
— Clash Report (@clashreport) September 6, 2026
Heavy black smoke visible from across the city.
The FAA issued a ground stop. pic.twitter.com/RNL2db0GRI
ADVERTISEMENT
દૂર્ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓએ બધા રનવે અને ટેક્સીવે બંધ કરી દીધા અને ગ્રાઉન્ડ ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો. આનાથી વ્યસ્ત મિયામી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઇ હતી.
સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ અકસ્માત થયો
ADVERTISEMENT
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાઇમ એર ફ્લાઇટ 7598 રવિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર રનવે પરથી નીચે ઉતરી ગઈ. એરપોર્ટના ઉત્તરપશ્ચિમ છેડે અનેક વાહનો સાથે અથડાયા બાદ વિમાન અટકી ગયું, જેના કારણે એરપોર્ટ પર આગ લાગી.
એક ન્યૂઝ રીપોર્ટ અનુસાર અકસ્માત બાદ મોટા પાયે ઇમરજન્સીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આગ અને ઇંધણ લીકેજને કાબુમાં લેવા માટે અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જેના કારણે કેટલાક કલાકો સુધી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જણાવ્યું હતું કે તેણે અકસ્માતની તપાસ માટે એક ગ્રાઉન્ડ ટીમ મોકલી છે અને સોમવારે તેની તપાસના પરિણામો વિશે મીડિયાને માહિતી આપશે.
બધા રનવે અને ટેક્સીવે બંધ
ADVERTISEMENT
દૂર્ઘટના બાદ મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના બધા રનવે અને ટેક્સીવે બંધ કરવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય મુજબ બપોરે 3:00 વાગ્યા સુધી રનવે અને ટેક્સીવે બંધ રહ્યા હતા. આનાથી એરપોર્ટ પર વિમાન સંચાલન ખોરવાઈ ગયું અને ફ્લાઇટ સેવાઓને અસર થઈ છે.
આ પણ વાંચોઃ વિશ્વ / ઈન્ડોનેશિયામાં ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, રાખ 50 હજાર ફૂટ ઊંચી ઊડી, એરપોર્ટ પર અફરા-તફરી
ADVERTISEMENT
એફએએ અકસ્માતની તપાસ કરશે
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું છે કે તે ઘટનાની તપાસ કરશે. અકસ્માતનું કારણ અને વિમાનના રનવે ના આગળ નિકળવાની પરિસ્થીતીઓના સંજોગો તપાસ પછી જ નક્કી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ