ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈન્ડોનેશિયામાં ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, રાખ 50 હજાર ફૂટ ઊંચી ઊડી, એરપોર્ટ પર અફરા-તફરી

વિશ્વ / ઈન્ડોનેશિયામાં ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ, રાખ 50 હજાર ફૂટ ઊંચી ઊડી, એરપોર્ટ પર અફરા-તફરી

Published By: Nirav Kumar

Last Updated: 06:39 PM, 6 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયામાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યો હતો. જેમાં રાખનો ગુબાર 500 હજાર ફૂટ સુધી પહોંચ્યો હતો. જકાર્તા એરપોર્ટ પર ફલાઇટ અટકી ગઈ હતી.

ADVERTISEMENT

રવિવારની સવારે ઈન્ડોનેશિયામાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી અચાનક ફાટી નીકળ્યો હતો અને માત્ર ત્રીસ સેકન્ડના વિસ્ફોટમાં રાખના બે મોટા ગુબારા ઊભા થયા હતા. જેમાં એક આશરે વીસ હજાર ફૂટ સુધી પહોંચ્યો જ્યારે બીજો લગભગ પચાસ હજાર ફૂટની ઊંચાઈ સુધી ગયો હતો. આ ઘટનાએ આસપાસના વિસ્તારોમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.

આ જ્વાળામુખી જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચેના સુન્ડા સ્ટ્રેટમાં આવેલો છે. જેમાં શુક્રવારથી અહીં પ્રવૃત્તિ વધી રહી હતી. રવિવારે સવારે 3:53 વાગ્યે વિસ્ફોટ થયો અને કેમેરામાં લાવાની ચમક પણ સ્પષ્ટ જોવા મળી હતી. હાલમાં કોઈ જાનહાનિની જાણ નથી. સત્તાવાળાઓએ લોકોને સક્રિય ક્રેટરથી ઓછામાં ઓછા ત્રણ કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. જેમાં સૌથી નજીકની વસ્તી સોળ કિલોમીટરથી વધુ દૂર છે તેથી હજુ સુધી કોઈને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી.

રાખનો એક ગુબાર ઉત્તર-પૂર્વ તરફ વધ્યો અને જકાર્તા, બેન્ટન તથા પશ્ચિમી જાવાના અમુક વિસ્તારોને અસર કરી. બીજો ગુબાર પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ફેલાયો હતો જેથી બેન્ટન, લેમ્પુંગ, બેન્ગકુલુ અને સુમાત્રાના પશ્ચિમી ભાગો પ્રભાવિત થયા હતા.

રાખના જોખમને ધ્યાનમાં લઈને જકાર્તાના સોએકાર્નો-હટ્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટે સવારે 5:30થી 9:30 સુધી ઉડાન સંચાલન ટેમ્પરરી રૂપે બંધ કરી દીધું. આને કારણે રવિવારે 209 ફ્લાઇટ મૂવમેન્ટ અસરગ્રસ્ત થયા અને આશરે 22,800 મુસાફરો મુશ્કેલીમાં આવ્યા. સિંગાપુર જતી ઇન્ટરનેશનલ ઉડાનો સૌથી વધુ પ્રભાવિત થઈ હતી. હોંગકોંગ, સિડની, એમ્સ્ટરડેમ, સિઓલ, દોહા અને કુઆલાલમ્પુરની ફ્લાઇટ્સમાં પણ કેન્સલ, લેટકે સમયમાં ફેરફાર થયો છે. જેમાં રાત્રે એરપોર્ટ પર ઊભા રહેલા 170 વિમાનો ત્યાં જ રહ્યા હતા.

નાગરિક ઉડ્ડયન વિભાગ એરલાઈન્સ, એરપોર્ટ સંચાલકો અને હવામાન વિભાગ સાથે મળીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યુ છે. જેમાં મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે એરપોર્ટ જતા પહેલા પોતાની ફ્લાઇટની લેટેસ્ટ સ્થિતિ જરૂર તપાસી લે.

વધુ વાંચો: UNમાં નવો Equal Earth Map પાસ, આફ્રિકા હવે વધુ મોટું દેખાશે, ‘બદલાઈ ગયો દુનિયાનો નકશો!, 164 દેશોનું સમર્થન, અમેરિકાનો વિરોધ!

અનાક ક્રાકાટોઆ હાલમાં ચાર સ્તરની એલર્ટ સીસ્ટમમાં બીજા સૌથી ઊંચા સ્તરે છે. જેમાં 2018માં પણ આ જ જ્વાળામુખીના વિસ્ફોટ બાદ સુનામી આવી હતી. જેમાં ઓછામાં ઓછા 430 લોકોના મોત થયા હતા. તે ઘટના બાદ આ ટાપુની સાઈઝ તેની મૂળ સાઈઝના લગભગ એક ચતુર્થાંશ જેટલી રહી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

volcanic eruption Anak Krakatoa Terrible volcanic

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ