ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:11 AM, 8 September 2026
ADVERTISEMENT
આપણે અહીં દરેકને પંચાત કરવાની આદત હોય છે. પડોશમાં કોના ઘરે શું થયું, કોણ કોની સાથે વાત કરે છે, કોના ઘરમાં ઝઘડો થયો કે કોણ ક્યાં ગયું... આવી નાની-મોટી વાતો જાણવામાં ઘણા લોકોને રસ હોય છે. પણ જો તમને કહીએ કે આ જ પંચાત માટે કોઈ તમને પૈસા આપે તો? આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે, પરંતુ કોલંબિયામાં એક મહિલાએ ખરેખર પંચાતને જ પોતાનો ધંધો બનાવી દીધો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કોલંબિયાના ક્વિન્ડિયો વિભાગના આર્મેનિયામાં રહેતી 67 વર્ષની મિરિયમ પડોશીઓના અંગત જીવન વિશેની માહિતી ભેગી કરે છે અને આ માહિતી જાણવા માંગતા લોકોને વેચે છે. એક રિપોર્ટ મુજબ, મિરિયમને પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે તે જાણવામાં ખૂબ રસ છે. સંબંધોમાં મુશ્કેલી હોય, કોઈનું અફેર હોવાની વાત હોય, પડોશમાં ઝઘડો થયો હોય કે પછી રોજબરોજની કોઈ નાની ઘટના હોય, મિરિયમ તેની માહિતી રાખે છે. મિરિયમ પોતે પણ કહે છે, "મને પંચાત કરવી ગમે છે." કન્ટેન્ટ ક્રિએટર લેડી ડેનિએલા સાથેની મુલાકાતમાં તેણે પોતાને પ્રોફેશનલ ‘ચિસ્મોસા’ ગણાવી હતી. સ્પેનિશ ભાષામાં ‘ચિસ્મોસા’નો અર્થ પંચાત કરનાર વ્યક્તિ થાય છે.
ADVERTISEMENT
મિરિયમનું કામ પણ એકદમ અલગ છે. તે પોતાના ઘરની બહાર સમય પસાર કરે છે અને આસપાસ શું ચાલી રહ્યું છે તેના પર નજર રાખે છે. લોકો શું વાત કરે છે તે પણ ધ્યાનથી સાંભળે છે. ત્યારબાદ મળેલી માહિતી તે એક નોટબુકમાં લખી રાખે છે. તેના કહેવા પ્રમાણે નોટબુકમાં માહિતી લખવાથી તેને વાતો યાદ રાખવામાં અને પછી ગ્રાહકોને સાચી માહિતી આપવામાં મદદ મળે છે.
ADVERTISEMENT
હવે વાત આવે છે તેની કમાણીની. મિરિયમની ગપસપની કિંમત દરેક વાત પ્રમાણે અલગ હોય છે. સામાન્ય નાની વાત માટે થોડા હજાર કોલમ્બિયન પેસો મળે છે. પરંતુ જો કોઈ વાત વધારે ગંભીર કે અંગત હોય તો તેની કિંમત પણ વધારે હોય છે. મિરિયમે પોતાની સૌથી મોંઘી પંચાત વિશે પણ જણાવ્યું હતું. તેના કહેવા પ્રમાણે એક વખત તેને 700,000 કોલમ્બિયન પેસો મળ્યા હતા. એક પુરુષ વિશે ચૂપ રહેવા માટે તેને આ પૈસા મળ્યા હતા. આ પુરુષ પોતાની પત્ની સાથે મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કથિત રીતે તેની સાથે છેતરપિંડી કરી રહ્યો હોવાની વાત હતી.
ADVERTISEMENT
મિરિયમના ઘરમાં પણ તેની આ પંચાતની દુનિયાની ઘણી નિશાનીઓ જોવા મળે છે. તેણે એક ઇન્ટરવ્યુઅરને ફોટોગ્રાફ્સ અને નોંધોથી ભરેલું એક બોર્ડ બતાવ્યું હતું. કેટલાક ફોટોગ્રાફ્સ કથિત રીતે લગ્નેત્તર સંબંધો સાથે જોડાયેલા લોકોના હતા. મિરિયમ આ બધાને પડોશમાં બનતી ઘટનાઓનો પોતાનો સંગ્રહ ગણાવે છે. સૌથી મોટી વાત તો એ છે કે મિરિયમનો દાવો છે કે આ પંચાતના ધંધાથી તેને પોતાના રોજિંદા ખર્ચમાં મદદ મળે છે. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો છે કે આ કામથી મળેલી કમાણીની મદદથી તેણે બે ઘર ખરીદ્યાં છે. તેણે પોતાની કમાણી બતાવવા માટે સિક્કા અને નોટોથી ભરેલી મોટી પિગી બેંક પણ બતાવી હતી. મિરિયમ કહે છે કે તે કોઈના વિશે પુરાવા વગર વાત ફેલાવતી નથી. પડોશમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી રાખવા માટે તેની એવી ઓળખ બની ગઈ છે કે લોકો તેને ‘ગોસિપની રાણી’ કહે છે.
ADVERTISEMENT
જોકે, તેના આ કામથી બધા પડોશીઓ ખુશ નથી. કેટલાક લોકો તેની સામે ગોપનીયતામાં દખલ કરવાનો આરોપ લગાવીને ટીકા પણ કરે છે. પરંતુ મિરિયમનું કહેવું છે કે જે લોકો પહેલાં તેની પંચાતથી નારાજ થતા હતા, તેઓ પણ હવે તેની પાસે આવે છે. કારણ કે તેમને પણ પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે તે જાણવું હોય છે. મિરિયમના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ તેના આ ધંધાની નકલ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પરંતુ તેને વિશ્વાસ છે કે વર્ષોથી આસપાસની વાતો જોવાનો અને માહિતી ભેગી કરવાનો અનુભવ તેને બીજા લોકોથી આગળ રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો