ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / વેસ્ટ ઈન્ડિઝે ભારતને 5 વિકેટે આપી માત, રોહિત-રાહુલની તોફાની ઇનિંગ્સ એળે ગઈ
Last Updated: 11:32 PM, 3 October 2026
ADVERTISEMENT
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ખેલાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં રોમાંચની તમામ હદો પાર થઈ ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 351 રનનો વિશાળ સ્કોર ખડક્યો હોવા છતાં, કેરેબિયન ટીમ સામે ભારતનો પરાજય થયો છે. વેસ્ટઇન્ડીઝના કેપ્ટન શાઇ હોપે અદ્ભુત બેટિંગનું પ્રદર્શન કરતા નાબાદ 162 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમીને પોતાની ટીમને 5 વિકેટે શાનદાર જીત અપાવી હતી.
ADVERTISEMENT
Shai Hope's magnificent ton helps West Indies script a famous win against India in the third ODI 🤩
— ICC (@ICC) October 3, 2026
📝: https://t.co/1E9mOQvhDJ pic.twitter.com/secDVNXh3A
ADVERTISEMENT
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. શુભમન ગિલ અને વિરાટ કોહલી સસ્તામાં આઉટ થઈને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા (92 રન) અને ઋતુરાજ ગાયકવાડ (57 રન) વચ્ચે સુંદર ભાગીદારી થઈ હતી. રોહિત શર્મા પોતાની સદી ચૂક્યા હતા પરંતુ તેમણે શાનદાર ઇનિંગ્સ રમી હતી.
KL Rahul's classy knock keeps India's charge going in New Chandigarh 💪🔥
— ICC (@ICC) October 3, 2026
📝: https://t.co/1E9mOQvhDJ pic.twitter.com/AdvwF031ic
ADVERTISEMENT
ત્યારબાદ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવેલ કેએલ રાહુલે પોતાની ફોર્મ બતાવતા વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. રાહુલે માત્ર 87 બોલમાં 10 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગાની મદદથી નાબાદ 129 રનની તોફાની સદી ફટકારી હતી. આ ઉપરાંત નમન ધીર (30 રન) અને અંશુલ કમ્બોજ (17 રન)ના ઉપયોગી યોગદાનથી ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 351 રનનો વિશાળ ટાર્ગેટ સેટ કર્યો હતો. વેસ્ટઇન્ડીઝ તરફથી જેડન સીલ્સે 3 અને કીમો પોલે 2 વિકેટ ઝડપી હતી.
Shai Hope's brilliant knock keeps West Indies in the chase against India in New Chandigarh 👊
— ICC (@ICC) October 3, 2026
📝: https://t.co/neKEjWLzF7 pic.twitter.com/x314I7fsHW
ADVERTISEMENT
352 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝની શરૂઆત પણ ખરાબ રહી હતી અને મોહમ્મદ સિરાજે જોન કેમ્પબેલ (10 રન)ને જલ્દી બોલ્ડ કર્યો હતો. પરંતુ ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન શાઇ હોપે એક છેડો સાચવી રાખીને ભારતીય બોલરોની બરાબરની ક્લાસ લીધી હતી.તેમને અમીર જાંગૂ (67 રન)નો ઉત્તમ સપોર્ટ મળ્યો હતો.
ADVERTISEMENT
ભારતીય બોલરો તરફથી કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર અને નમન ધીરે શેરફેન રધરફોર્ડ અને મેથ્યુ ફોર્ડ જેવા બેટ્સમેનોને આઉટ કરીને મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ શાઇ હોપના તોફાનને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. અંતમાં શાઇ હોપે પોતાની નાબાદ 162 રનની યાદગાર ઇનિંગ્સના બળે વેસ્ટઇન્ડીઝને લક્ષ્ય સુધી પહોંચાડીને 5 વિકેટે યાદગાર જીત અપાવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ