બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Vivo V80 Lite 5G: 10,000mAh બેટરી સાથે 3 સપ્ટેમ્બરે થશે લોન્ચ! 50MP કેમેરા અને 120Hz AMOLED ડિસ્પ્લે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Vivo V80 Lite 5G: 10,000mAh બેટરી સાથે 3 સપ્ટેમ્બરે થશે લોન્ચ! 50MP કેમેરા અને 120Hz AMOLED ડિસ્પ્લે

Last Updated: 02:09 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Vivo V80 Lite 5G આગામી 3 સપ્ટેમ્બરે મલેશિયામાં લોન્ચ થશે અને તેમાં 10,000 mAhની મોટી બૅટરી મુખ્ય આકર્ષણ હશે.

1/5

photoStories-logo

1. Vivo V80 Lite 5G

વિવો આ વખતે પોતાની V seriesના નવા સ્માર્ટફોન Vivo V80 Lite 5G સાથે મોટી બૅટરી પર ખાસ ફોકસ કરી રહી છે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે આ ફોન 3 સપ્ટેમ્બરે મલેશિયામાં લોન્ચ થશે. તેની સૌથી મોટી વિશેષતા 10,000 mAhની બૅટરી હશે. કંપનીના જણાવ્યા અનુસાર આ Vivoનું વિશ્વભરમાં લોન્ચ થનાર પહેલો સ્માર્ટફોન હશે જેમાં આટલી મોટી ક્ષમતાની બૅટરી આપવામાં આવશે. જોકે ચીનમાં લોન્ચ થયેલા Vivo Y600 Proમાં પણ આટલી જ ક્ષમતાની બૅટરી મળી ચૂકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ડિઝાઇન

મલેશિયામાં જોવા મળેલા Vivo V80 Lite 5G માં સપાટ કિનારાવાળું ડિઝાઇન જોવા મળ્યું છે. ફોનનો પાછળનો ભાગ પણ સપાટ રાખવામાં આવ્યો છે. તેને બ્લૅક, ગ્રીન અને પિંક જેવા રંગોમાં લોન્ચ કરી શકાય છે. પાછળ ચોરસ આકારનું કૅમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે જેમાં 50MP નો મુખ્ય કૅમેરા છે. ભારતમાં આવનારા મોડલનું ડિઝાઇન થોડું અલગ હોઈ શકે છે. અગાઉ એક ભારતીય ઑનલાઇન સ્ટોરના ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ વિવો Vivo V80 Liteની ઝલક જોવા મળી હતી જેથી અપેક્ષા છે કે આ ફોન ભારતમાં પણ જલ્દી લોન્ચ થઈ શકે છે. જોકે હજુ કંપનીએ ભારતની લોન્ચ તારીખની ઓફીશીયલ માહિતી આપી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બૅટરી

Vivo V80 Lite ની સૌથી મોટી ખાસિયત તેની 10,000 mAh બૅટરી હશે. આટલી મોટી બૅટરીનો અર્થ એ છે કે સામાન્ય વપરાશમાં ફોન લાંબા સમય સુધી ચાલી શકે છે. આજકાલ સ્માર્ટફોન કંપનીઓ મોટી બૅટરીને પોતાના ફોનની મુખ્ય વિશેષતા બનાવી રહી છે, ખાસ કરીને મિડ-રેન્જ સેગમેન્ટમાં આ ટ્રેન્ડઝડપથી વધી રહ્યો છે. રિયલમી અને ઑનર પણ 10,000 mAh બૅટરીવાળા ફોન લાવી ચૂક્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ડિસ્પ્લે અને કેમેરા

રિપોર્ટ્સ અનુસાર Vivo V8 Liteમાં 6.83 ઇંચની1.5K AMOLED મળી શકે છે, જેમાં 120Hz AMOLED રિફ્રેશ રેટની અપેક્ષા છે. કૅમેરાની વાત કરીએ તો 50MP Sony IMX852 મુખ્ય કૅમેરા, 8 એમપી અલ્ટ્રા-વાઇડ કૅમેરા અને 32 એમપી ફ્રન્ટ કૅમેરા મળી શકે છે. આ સિવાય ઑરા લાઇટ, સ્ટીરિયો સ્પીકર અને ડિસ્પ્લેની અંદર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપી શકાય છે. આ ફોનને IP68 અને IP69 રેટિંગ મળવાની પણ ચર્ચા છે, જોકે આ ફીચર્સનું હજુ સંપૂર્ણ કન્ફર્મ થયુ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. પ્રોસેસર

પ્રોસેસરને લઈને હજુ પીક્ચર સ્પષ્ટ નથી. પણ અમુક રિપોર્ટ્સમાં Dimensity 7360 Turboનું નામ આવ્યું છે, જ્યારે બીજી માહિતીમાં Dimensity 7300eનો ઉલ્લેખ છે. ચાર્જિંગ અંગે પણ અલગ-અલગ માહિતી સામે આવી છે. આમ અગાઉ 90W ફાસ્ટ ચાર્જિંગની વાત થતી હતી પણ મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 44W ચાર્જિંગ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vivo V80 Lite 5G Vivo V series large battery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ