બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની ૩૮૨ ઐતિહાસિક ઈમારતોને હેરિટેજ દરજ્જો આપવાની AMCની તૈયારી

હેરિટેજ / અમદાવાદની ૩૮૨ ઐતિહાસિક ઈમારતોને હેરિટેજ દરજ્જો આપવાની AMCની તૈયારી

Published By: Vishal Khamar

Last Updated: 03:09 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

૧૨ વર્ષના વિલંબ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) કોટ વિસ્તાર એટલે કે જૂના શહેરની બહાર આવેલી ૩૮૨ ઐતિહાસિક ઈમારતો અને સ્થળોને હેરિટેજ દરજ્જો આપવાની દિશામાં આગળ વધ્યું છે.

૧૨ વર્ષના વિલંબ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) કોટ વિસ્તાર એટલે કે જૂના શહેરની બહાર આવેલી ૩૮૨ ઐતિહાસિક ઈમારતો અને સ્થળોને હેરિટેજ દરજ્જો આપવાની દિશામાં આગળ વધ્યું છે. તેમાં હઠીસિંહના દેરાં (જૈન દેરાસર), ફતેહબાગ પેલેસ, ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત કોલેજ, સર્કિટ હાઉસ અને વાડજની વાવ સહિતની ઐતિહાસિક ધરોહરનો સમાવેશ થાય છે.

આ ૩૮૨ મિલકતોને હેરિટેજ દરજ્જો આપવાની દરખાસ્ત ૨૪ ઓગસ્ટે હેરિટેજ એન્ડ રિક્રિએશન કમિટીની બેઠકમાં રજૂ થશે. મંજરી મળ્યા બાદ એએમસીની હેરિટેજ કન્ઝર્વેશન કમિટી જાહેર જનતા પાસેથી વાધા અને સૂચનો મગાવશે અને ત્યાર બાદ અંતિમ યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

એએમસીએ ડિસેમ્બર, ૨૦૧૪માં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH)ને શહેરના બહારના વિસ્તારોમાં આવેલી ઐતિહાસિક ઈમારતોનો વ્યાપક સર્વે કરવાની કામગીરી સોંપી હતી. સર્વેમાં કુલ ૮૬૧ ઐતિહાસિક ઈમારતોની ઓળખ થઈ હતી, જેમાંથી ૩૮૨ને પસંદ કરી તેમની શ્રેણી નક્કી કરવામાં આવી હતી.

હેરિટેજ દરજ્જો મળ્યા બાદ આ માળખાને તોડી પાડવાની મંજૂરી રહેશે નહીં. મિલકત માલિકોને જાળવણી અને સંરક્ષણમાં મદદરૂપ થવા એએમસી દ્વારા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (ટીડીઆ) જેવા લાભ પણ આપવામાં આવશે.

૩૮૨ ઈમારતોને તેમની સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્ત્વના આધારે ચાર શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે:

  • ગ્રેડ-1 : પર ઈમારત
  • ગ્રેડ-2A : ૩૮ ઈમારત
  • ગ્રેડ-2B : ૪૯ ઈમારત
  • ગ્રેડ-૩ : ૨૪૩ ઈમારત

આ પણ વાંચોઃ રાજુલાના શ્રદ્ધાળુએ અર્પણ કરી અંબાજી મંદિરને ચાંદીની પાદુકા, જાણો કેટલી છે કિંમત ?

૨૦૧૪ના અહેવાલમાં આ માળખાંની સ્થિતિનું પણ મૂલ્યાંકન કરાયું હતું. તે મુજબ ૧૮ ટકા સારી સ્થિતિમાં, ૩૭ ટકા સંતોષકારક સ્થિતિમાં, ૨૫ ટકામાં ખરાબ થઈ હોવાનાં સંકેતો, ૧૫ ટકા ગંભીર રીતે ખરાબની સ્થિતિમાં અને પાંચ ટકા તો સાવ લુપ્ત થવાના આરે હતાં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

382 historic buildings Ahmedabad AMC heritage status Ahmedabad heritage conservation

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ