ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / અજય દેવગનની 'દૃશ્યમ 3'એ બે દિવસમાં 100 કરોડનો ધંધો કર્યો, દર્શકોના પ્રેમથી ભાવુક થયા ડાયરેક્ટર
5 ફોટો ગેલેરી
Last Updated: 10:34 PM, 3 October 2026
1/5
બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન અને તેમની ચર્ચિત ફ્રેન્ચાઇઝી 'દૃશ્યમ' એ ફરી એકવાર સિનેમાઘરોમાં ઇતિહાસ રચી દીધો છે. અજય દેવગનની નવી રિલીઝ ફિલ્મ 'દૃશ્યમ 3' (દૃશ્યમ ધ કન્ક્લુઝન) ને દર્શકો તરફથી અપરંપાર પ્રેમ મળી રહ્યો છે. વિજય સલગાંવકરના સસ્પેન્સ અને ડ્રામાથી ભરેલી આ કહાનીએ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
2/5
ફિલ્મે પહેલા જ દિવસે ₹62 કરોડનો ઐતિહાસિક આંકડો સ્પર્શ કરીને અજય દેવગનના 35 વર્ષના કરિયરની સૌથી મોટી ઓપનિંગ મેળવી લીધી છે. આટલું જ નહીં, માત્ર 2 દિવસના સમયગાળામાં જ આ ફિલ્મે વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ₹100 કરોડનો આંકડો પાર કરી લીધો છે, જે અજય દેવગનની કરિયરની સૌથી ઝડપી ₹100 કરોડ કમાનારી ફિલ્મ બની ગઈ છે. હિન્દી ભાષી દર્શકોની સાથે મલયાલી ઓડિયન્સ પણ આ સ્ક્રિપ્ટ અને એક્ટિંગના વખાણ કરી રહી છે.
ADVERTISEMENT
3/5
4/5
ફિલ્મની આટલી મોટી સફળતા અને દર્શકોના રિસ્પોન્સ પર વાત કરતા ડિરેક્ટર અભિષેક પાઠકે જણાવ્યું હતું કે, આ વાર્તાને નવો વળાંક આપવો મારા માટે ખૂબ જ મોટો પડકાર અને મોટી જવાબદારી હતી. વર્ષોથી દર્શકો આ પાત્રો સાથે જોડાયેલા હતા અને દરેકની પોતાની એક થિયરી અને અપેક્ષા હતી. મારું મુખ્ય લક્ષ્ય ઓડિયન્સની અપેક્ષાઓનું સન્માન કરવાની સાથે તેમને એક એવો અનુભવ આપવાનો હતો જેની તેમણે ક્યારેય કલ્પના પણ ન કરી હોય.
ADVERTISEMENT
5/5
તેમણે ઉમેર્યું કે, હું જોઈ રહ્યો છું કે થિયેટરમાંથી બહાર આવ્યા પછી પણ લોકો ક્લાઇમેક્સ અને વિજય સલગાંવકરના પગલાં પર ચર્ચા કરી રહ્યા છે. એક ફિલ્મમેકર તરીકે મારા માટે આનાથી મોટી કોઈ ખુશી નથી કે ફિલ્મ પૂરી થયા પછી પણ તેનો ક્લાઇમેક્સ દર્શકોના મગજમાં ઘર કરી જાય છે. તમને જણાવી દઈએ કે 'દૃશ્યમ ધ કન્ક્લુઝન' માં અજય દેવગનની સાથે તબ્બુ, શ્રિયા સરન, ઇશિતા દત્તા, જયદીપ અહલાવત, રજત કપૂર અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ