ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકો એલર્ટ! દિવાળી પહેલા બદલાઈ રહ્યો છે રેલવેનો આ નિયમ

photo-story

7 ફોટો ગેલેરી

તમારા કામનું / ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિકો એલર્ટ! દિવાળી પહેલા બદલાઈ રહ્યો છે રેલવેનો આ નિયમ

Last Updated: 01:44 PM, 19 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળી પહેલાં ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેમાં 27 ઓક્ટોબરથી કાઉન્ટર પરથી ટ્રેનની ટિકિટ ખરીદનારા લોકોને પણ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુરક્ષા મળશે. જેના વિશે દરેક મુસાફરે જાણવું જરૂરી છે.

1/7

photoStories-logo

1. રેલવેની ટિકિટ

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે દિવાળી પહેલાં એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી રેલવેની ટિકિટ ઓનલાઈન બુક કરાવનારા મુસાફરોને જ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો વિકલ્પ મળતો હતો પરંતુ હવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા મુસાફરોને પણ વીમા સુરક્ષાનો લાભ મળશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ નવી વ્યવસ્થા 27 ઓક્ટોબર 2026થી લાગુ થવાની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 27 ઓક્ટોબરથી શું બદલાશે?

જો તમે ટ્રેનની ટિકિટ લેવા માટે રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર જવાનું પસંદ કરો છો તો તમારા માટે આ રાહતના સમાચાર છે. નવા નિયમ મુજબ કાઉન્ટર પરથી વેચાતી ટિકિટો પર પણ મુસાફરી વીમાનું કવર ઉપલબ્ધ કરાવવાનું રહેશે. જેમાં અત્યાર સુધી IRCTCની વેબસાઇટ કે મોબાઇલ એપ્લિકેશન દ્વારા ટિકિટ બુક કરાવતી વખતે મુસાફરોને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પસંદ કરવાની સુવિધા મળતી હતી. જોકે, સ્ટેશન પરથી સીધી ટિકિટ ખરીદનારા લોકોને આ સુવિધા મળતી નહોતી. હવે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ વચ્ચેનો આ તફાવત દૂર કરવાની દિશામાં પગલું ભરવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સુપ્રીમ કોર્ટે કેમ આપ્યો આદેશ?

જૂન 2023માં ઓડિશામાં થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ જ મુદ્દાને લગતી કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે 6 ઓક્ટોબર 2026ના રોજ રેલવેને કાઉન્ટર ટિકિટ પર પણ વીમા કવર આપવાનો નિર્દેશ આપ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મુખ્ય હેતુ

જેમાં કોર્ટનો મુખ્ય હેતુ એ છે કે માત્ર ઓનલાઈન બુકિંગ ન કરી શકતા હોવાને કારણે કોઈ મુસાફર વીમા સુરક્ષાથી વંચિત ન રહે. ખાસ કરીને એવા લોકો, જેઓ ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી અને રેલવે સ્ટેશનના કાઉન્ટર પરથી ટિકિટ ખરીદે છે તેમને પણ આ સુરક્ષાનો લાભ મળી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. નિયમનો અમલ નહીં થાય તો જવાબદારી કોની?

સુપ્રીમ કોર્ટે આ મામલે રેલવેને સ્પષ્ટ સમયમર્યાદા આપી છે. 27 ઓક્ટોબરથી કાઉન્ટર ટિકિટ પર પણ વીમા સુરક્ષા લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે જો આદેશનો યોગ્ય રીતે અમલ કરવામાં નહીં આવે તો તેની સીધી જવાબદારી રેલવે બોર્ડની રહેશે. એટલે આ ફેરફાર માત્ર એક સુવિધા વધારવા પૂરતો નથી પરંતુ મુસાફરોને વીમા સુરક્ષા આપવા માટેની જવાબદારી પણ નક્કી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કેટલું વીમા કવર મળી શકે?

હાલની ઓનલાઈન રેલવે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ યોજનામાં પોલિસીની શરતોને આધીન મુસાફરને અકસ્માતમાં મૃત્યુ અથવા કાયમી સંપૂર્ણ અપંગતાની સ્થિતિમાં 10 લાખ સુધીનું વીમા કવર મળી શકે છે. જેમાં ઓનલાઈન ટિકિટ માટે હાલ વીમાનું પ્રીમિયમ ટેક્સ સહિત પ્રતિ મુસાફર માત્ર 45 પૈસા છે. જોકે કાઉન્ટર પરથી ખરીદવામાં આવતી ટિકિટ માટે કેટલું પ્રીમિયમ લાગશે, કયા દસ્તાવેજો જરૂરી રહેશે અને ક્લેમ કરવાની પ્રક્રિયા શું હશે, તે અંગેની સંપૂર્ણ વિગતો હજી સ્પષ્ટ થવાની બાકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. રેલવે મુસાફરો માટે આ ફેરફાર કેમ મહત્ત્વનો છે?

ભારતમાં લાખો લોકો રોજિંદી મુસાફરીથી લઈને લાંબી મુસાફરી માટે ભારતીય રેલવે પર આધાર રાખે છે. આવા સમયે ટિકિટ બુક કરવાની રીતના આધારે વીમા સુરક્ષામાં તફાવત ન હોવો જોઈએ. નવા નિયમથી કાઉન્ટર પરથી ટિકિટ ખરીદતા મુસાફરોને પણ વીમાના દાયરામાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે મુસાફરોએ ધ્યાન રાખવું જોઈએ કે વીમો મળવાનો અર્થ દરેક પ્રકારની ઘટનામાં આપમેળે વળતર મળી જવું એવો નથી. વીમાની પોલિસી, અકસ્માતનો પ્રકાર અને ક્લેમની શરતો મુજબ જ લાભ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

travel insurance Indian Railways Railway tickets
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ