ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રવિવારે દેશનાં 13 રાજ્યોમાં વરસાદની આગાહી, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

photo-story

7 ફોટો ગેલેરી

નેશનલ / રવિવારે દેશનાં 13 રાજ્યોમાં વરસાદની આગાહી, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

Last Updated: 12:33 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

25 ઓક્ટોબરે દેશના 13 રાજ્યોમાં વરસાદ અને દક્ષિણ ભારતમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા સાથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.

1/7

photoStories-logo

1. રવિવારે દેશનાં 13 રાજ્યોમાં વરસાદની આગાહી, 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

આગામી 25 ઓક્ટોબરના રોજ દેશના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. રવિવારે દેશના દક્ષિણ વિસ્તારોમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે, જ્યારે ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં હવામાન સામાન્ય રહેવાનું અનુમાન છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં પણ ભારેથી અતિભારે વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ઉપરાંત લક્ષદ્વીપ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારત અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ સહિતના ક્ષેત્રોમાં વરસાદની પ્રબળ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઝડપી પવન ફુંકાશે

બંગાળની ખાડીમાં સર્જાયેલું હળવા દબાણનું ક્ષેત્ર આગળ જતાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 25 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીના મધ્ય અને આસપાસના દક્ષિણ-પૂર્વ ભાગોમાં પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે સુસવાટા સાથે 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી જવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે

રવિવારે દેશના ઓછામાં ઓછા 13 રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય, મણિપુર અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ સિવાય પુડુચેરી, લક્ષદ્વીપ, અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહ, જમ્મુ-કાશ્મીર, લડાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પણ કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ

ઉત્તર પ્રદેશમાં 25 ઓક્ટોબરના રોજ વરસાદ અંગે કોઈ ખાસ ચેતવણી જારી કરવામાં આવી નથી. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, પશ્ચિમ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આ દિવસે વરસાદનું કોઈ એલર્ટ નથી. જોકે, આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાના સંકેત મળ્યા છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં 28 ઓક્ટોબરે કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. જ્યારે 29 અને 30 ઓક્ટોબરે પૂર્વ ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ 29 અને 30 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડું આવી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની અને સુસવાટા સાથે 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. બિહારમાં વરસાદનું પૂર્વાનુમાન

બિહારમાં 25 ઓક્ટોબર માટે વરસાદની કોઈ ખાસ ચેતવણી નથી. હવામાન વિભાગે રાજ્યમાં 26 અને 27 ઓક્ટોબરે હળવા વરસાદની શક્યતા દર્શાવી છે. ત્યારબાદ 28 થી 30 ઓક્ટોબર વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 27 ઓક્ટોબરે કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 28 થી 30 ઓક્ટોબર દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે સુસવાટાની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. 29 ઓક્ટોબરે કેટલાક સ્થળોએ ભારે અને 30 ઓક્ટોબરે અતિભારે વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દિલ્હી અને રાજસ્થાનનું હવામાન

દિલ્હીમાં રવિવારે આકાશમાં આંશિક રીતે વાદળો છવાયેલા રહેશે. રાજધાનીમાં મહત્તમ તાપમાન 31 થી 33 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 17 થી 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 1.6 થી 3 ડિગ્રી વધુ રહી શકે છે. સવારે ઉત્તર-પૂર્વ દિશામાંથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે, જે બપોરે વધીને 15 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. સાંજે અને રાત્રે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલવાની શક્યતા છે. રાજસ્થાનમાં 25 ઓક્ટોબરે પૂર્વ ભાગમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદની કોઈ ખાસ સંભાવના નથી. અગાઉ 24 ઓક્ટોબરે ગાજવીજ સાથે પવન ફુંકાવાની ચેતવણી હતી, પરંતુ 25 ઓક્ટોબર માટે કોઈ વિશેષ તાપમાન, શીતલહેર કે ઝડપી પવનની ચેતવણી આપવામાં આવી નથી. આગામી 29 અને 30 ઓક્ટોબરે કેટલાક ભાગોમાં પુનઃ વરસાદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર

હિમાચલ પ્રદેશમાં 25 ઓક્ટોબરના રોજ કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાના આસાર છે. જોકે, કોઈ ચોક્કસ જિલ્લા માટે ભારે વરસાદ કે ઝડપી પવનની ચેતવણી આપવામાં આવી નથી. ઠંડી અંગે પણ કોઈ અલગ ચેતવણી જારી કરાઈ નથી. જમ્મુ-કાશ્મીર, લડાખ અને આસપાસના વિસ્તારોમાં રવિવારે કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે. 24 ઓક્ટોબર માટે ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની ચેતવણી હતી, જે 25 ઓક્ટોબરે હળવી રહેશે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા યથાવત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate IMD RainAlert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ