ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રિયાધ અને દમ્મામની ફ્લાઈટ્સ દિવાળી સુધી રદ, મિડલ ઈસ્ટમાં તણાવને પગલે એર ઈન્ડિયાનો નિર્ણય

નેશનલ / રિયાધ અને દમ્મામની ફ્લાઈટ્સ દિવાળી સુધી રદ, મિડલ ઈસ્ટમાં તણાવને પગલે એર ઈન્ડિયાનો નિર્ણય

Published By: Nirav Kumar

Last Updated: 08:00 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવની અસર હવે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની હવાઈ સર્વિસ પર પણ જોવા મળી રહી છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે રિયાધ, દમામ અને જેદ્દાની ફ્લાઇટ્સ માટે પ્રતિબંધની મુદત વધારતાં મુસાફરો માટે રિફંડ અને રીબુકિંગ અંગે મહત્ત્વની માહિતી જાહેર કરી છે.

ADVERTISEMENT

મિડલ ઇસ્ટમાં વધતા જીઓપોલિટિકલ તણાવ અને અખાતી દેશોના એરપોર્ટ પર થયેલા હુમલાઓને કારણે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે મોટો નિર્ણય લીધો છે. કંપનીએ રિયાદ અને દમામથી આવનારી-જવાનારી તમામ ફ્લાઇટ્સ 7 નવેમ્બર સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી છે. જેદ્દાથી આવનારી-જવાનારી સેવાઓ 31 ઓક્ટોબર સુધી બંધ રહેશે.

અગાઉ આ ફ્લાઇટ્સ 24 ઓક્ટોબર સુધી રદ કરવામાં આવી હતી. હવે તેની મુદત વધારવામાં આવી છે. એર ઇન્ડિયાએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિગો અને અકાસા એરે પણ સાઉદી અરેબિયાના શહેરો માટેની પોતાની ફ્લાઇટ્સ રદ કરી છે.

24 ઓક્ટોબર અથવા તે પહેલાં ઈશ્યુ થયેલા કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો પોતાની બુકિંગમાં સુવિધા અનુસાર ફેરફાર કરી શકે છે કે ટિકિટ રદ કરાવીને પૂરી રકમ પાછી મેળવી શકે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસના મુસાફરો માટે વિશેષ રીબુકિંગની સુવિધા પણ આપવામાં આવી છે. રિયાદ અને દમામ સેક્ટર માટે 21 નવેમ્બર સુધી અને જેદ્દા માટે 14 નવેમ્બર સુધીની મુસાફરી માટે સાઉદી અરેબિયા કે બહેરીન અને ભારતના કોઈપણ ચાલુ સ્ટેશનથી એક વારની મફત રીબુકિંગનો લાભ લઈ શકાય છે.

વધુ વાંચો : બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા, 20 રાજ્યોમાં વરસાદ અને ભારે પવનનું એલર્ટ

મુસાફરોને મદદ માટે એર ઇન્ડિયાનો નંબર +91 11 69329333 / +91 11 69329999 અને એર ઇન્ડિયા એક્સપ્રેસનો +91 124 6935600 ઉપલબ્ધ છે. જેમાં શહેરી બુકિંગ ઓફિસો દ્વારા પણ રીબુકિંગ અને રિફંડની રિકવેસ્ટ કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Air India Flight Suspension Riyadh Jeddah Flights Middle East Tensions

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ