ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં ટ્રમ્પની પાર્ટીને મોટો ઝટકો, પોતાના જ તમામ ગઢમાં હાર્યા!
Last Updated: 08:05 PM, 5 November 2026
ADVERTISEMENT
અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી મિડટર્મ્સ ચૂંટણીઓએ રાજકીય સમીકરણોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ડેમોક્રેટ્સ પક્ષે ગાબડું પાડીને ઐતિહાસિક સફળતા મેળવી છે. 3 નવેમ્બર, 2026 ના રોજ યોજાયેલા આ ચૂંટણી મતદાનના પરિણામોએ અમેરિકન રાજકારણમાં નવો અધ્યાય શરૂ કર્યો છે.
ADVERTISEMENT

ચૂંટણીના અંતિમ પરિણામો અનુસાર, ડેમોક્રેટ્સ પક્ષે કોંગ્રેસના બંને સદનો પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કરી લીધું છે. તેમણે 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' માં 218 અને સીનેટમાં 51 બેઠકોનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. વલણોની વાત કરીએ તો ડેમોક્રેટ્સે 'હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ' માં 245 થી વધુ અને સીનેટમાં 54 બેઠકો પર સ્પષ્ટ બઢત બનાવી લીધી છે. અલાસ્કા અને મિસિસિપીમાં પણ તેમનો વિજય થવાની સંભાવના છે, જેનાથી સીનેટમાં તેમની કુલ બેઠકો 56 સુધી પહોંચી શકે છે. આ પરિણામોને કારણે રિપબ્લિકન છાવણીમાં ભારે નિરાશા છવાઈ ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
રિપબ્લિકન પાર્ટી માટે ટેક્સાસ લાંબા સમયથી સૌથી મજબૂત ગઢ માનવામાં આવતો હતો, પરંતુ આ ચૂંટણીમાં આ ગઢમાં પણ મોતી ગાબડાં પડ્યા છે. જેમ્સ ટાલારિકોએ સીનેટની ચૂંટણીમાં ટેક્સાસના એટર્ની જનરલ કેન પેક્સટનને હરાવીને મોટો ઉલટફેર કર્યો છે. ટેક્સાસમાંથી સીનેટ માટે ચૂંટાયેલા છેલ્લા ડેમોક્રેટ લોઈડ બેન્ટસેન હતા, જેઓ 1988 માં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. જીતનાર નવા સીનેટર જેમ્સ ટાલારિકોનો જન્મ 1989 માં થયો હતો. આ ઉપરાંત, રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર જીના હિનોજોસાએ ગ્રેગ એબોટને હરાવીને ટેક્સાસના પ્રથમ લેટિના ગવર્નર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ADVERTISEMENT
કેન્સાસ રાજ્યમાં પણ મોટો રાજકીય ભૂકંપ જોવા મળ્યો. યુનાઈટેડ મેથોડિસ્ટ મેગાચર્ચના પાદરી એડમ હેમિલ્ટને વર્તમાન રિપબ્લિકન સીનેટર રોજર માર્શલને પરાજય આપ્યો છે. વર્ષ 1932 પછી કેન્સાસથી અમેરિકી સીનેટ માટે ચૂંટાયેલા તેઓ પહેલા ડેમોક્રેટ બન્યા છે. બીજી તરફ, આયોવા અને કેન્સાસમાં આર્થિક મુશ્કેલીઓ અને કૃષિ ક્ષેત્રે પડેલી માઠી અસરને કારણે રિપબ્લિકનને નુકસાન થયું. ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપાર નીતિઓ અને ટેરિફની માર સોયાબીન ખેડૂતો પર ભારે પડી હતી, જેના કારણે નિકાસ બજાર સંકોચાઈ ગયું અને જોશ ટ્યુરેક સીનેટ માટે ચૂંટાયા તથા રોબ સેન્ડ ગવર્નર બન્યા.

ADVERTISEMENT
ક્યારેક નિર્ણાયક રાજ્ય ગણાતું ઓહાયો હવે સંપૂર્ણપણે રિપબ્લિકન ગઢ બની ગયું છે. અહીં ત્રણ વખતના સીનેટર શેરોડ બ્રાઉનનો પરાજય થયો છે. ગવર્નર પદની ચૂંટણીમાં ભારતીય-અમેરિકી ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી સામે એમી એક્ટનની જીત જોવા મળી. રામાસ્વામીના પ્રચાર અભિયાનની ભારે આલોચના થઈ હતી કારણ કે તેમણે એક વિવાદિત જાહેરાત ચલાવી હતી. સાઉથ કેરોલિનાના 'બાઈબલ બેલ્ટ' વિસ્તારમાં પણ રિપબ્લિકન પાર્ટીના ગઢમાં મોટી તિરાડ પડી છે. આ રાજ્યે છેલ્લા 3 દાયકામાં કોઈ ડેમોક્રેટ સીનેટરને કર્યો ન હતો. બાળરોગ નિષ્ણાત એની એન્ડ્ર્યુઝે 1998 પછી અહીં ડેમોક્રેટ્સને સીનેટમાં પહેલી જીત અપાવી છે અને તેઓ સાઉથ કેરોલિનાના પ્રથમ મહિલા સીનેટર બન્યા છે.
ADVERTISEMENT
જ્યોર્જિયામાં વર્તમાન સીનેટર જોન ઓસાફે માઈક કોલિન્સને હરાવીને સીનેટમાં પોતાની બીજી મુદત મેળવી છે. એટલાન્ટાના પૂર્વ મેયર કીશા લાંસ બોટમ્સ જ્યોર્જિયામાં ગવર્નર પદ પર ચૂંટાયેલા પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા છે. મિસિસિપીમાં સ્કોટ કોલમ અને વર્તમાન સાંસદ સિન્ડી હાઇડ-સ્મિથ વચ્ચેનો મુકાબલો અત્યંત રસાકસીભર્યો છે. ડેટ્રોઇટ ઓટોમોબાઈલ રાજધાની ગણાતા મિશિગનમાં અબ્દુલ અલ-સૈયદે માઈક રોઝર્સને હરાવીને કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ મુસ્લિમ સીનેટર તરીકે ઇતિહાસ રચ્યો છે. ડીયરબોર્ન શહેરમાં 54.5 ટકા નિવાસીઓ મધ્ય-પૂર્વ અથવા ઉત્તર આફ્રિકી મૂળના છે. અલાસ્કામાં પણ બેલેટ પેપર પર સમાન નામવાળા ઉમેદવારોના વિવાદને કારણે ચૂંટણી પરિણામ હજી અનિર્ણિત છે.
વધુ વાંચો : VIDEO : ઢળી પડતાં જ ઉડ્યું પ્રાણપંખેરુ, ક્લાસરુમમાં 9 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત
આ ચૂંટણીનો સૌથી મોટો પાઠ એ રહ્યો કે મોંઘવારી, જીવન-નિર્વાહનો ખર્ચ, ઊર્જાની કિંમતો, સ્વાસ્થ્ય સેવા, આપ્રવાસ અને યુદ્ધો જેવા મુદ્દાઓ પર જનતાએ સવાલો ઉઠાવ્યા છે. ઉમેદવારોએ સ્થાનિક ભાષા અને સાંસ્કૃતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને પ્રચાર કર્યો, જે તેમની જીતનું મુખ્ય કારણ બન્યું.
સંકળાયેલા મુદ્દાઓ