ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઇઝરાયલમાં સત્તા પરિવર્તનના સંકેત! નેતન્યાહૂની ખુરશી જોખમમાં, હરીફને મળ્યું 67 સાંસદોનું સમર્થન

વિશ્વ / ઇઝરાયલમાં સત્તા પરિવર્તનના સંકેત! નેતન્યાહૂની ખુરશી જોખમમાં, હરીફને મળ્યું 67 સાંસદોનું સમર્થન

Published By: Nirav Kumar

Last Updated: 11:58 PM, 5 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલમાં શું હવે બેન્જામિન નેતન્યાહૂના સત્તામાંથી બહાર થવાનો સમય આવી ગયો છે? કેમ કે, અરબ પક્ષોના એક મોટા નિર્ણયથી તેમના હરીફ ગાડી આઇઝનકોટને 67 સાંસદોનું સમર્થન મળવાની શક્યતા ઊભી થઈ છે.

ADVERTISEMENT

ઇઝરાયલના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરની ચૂંટણી બાદ નવી સરકાર રચવા માટે ચાલી રહેલી ખેંચતાણમાં પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની મુશ્કેલીઓ વધી રહી છે. બીજી તરફ તેમના રાજકીય હરીફ અને યાશાર પાર્ટીના અધ્યક્ષ ગાડી આઇઝનકોટને હવે મોટું સમર્થન મળ્યું છે. અરબ પક્ષોના એક મોટા નિર્ણયથી ઇઝરાયલમાં સત્તા પરિવર્તનની શક્યતાઓ વધુ મજબૂત બની છે.

ઇઝરાયલની અરબ પાર્ટી જોઇન્ટ લિસ્ટે બેન્જામિન નેતન્યાહુના પ્રતિસ્પર્ધી ગાદી આઇસેનકોટને સમર્થન આપવાની ઘોષણા કરી છે. જેમાં 11 સીટો જીતનારી જોઇન્ટ લિસ્ટે કહ્યું છે કે તે રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને આગામી પ્રધાનમંત્રી તરીકે યાશાર પાર્ટીના ચેરમેન ગાદી આઇસેનકોટના નામની ભલામણ કરશે. રાઆમ પાર્ટી પહેલાં જ આઇસેનકોટને સપોર્ટ કરવાની ઘોષણા કરી ચૂકી છે.

જોઇન્ટ લિસ્ટ પાસે સંસદની 11 બેઠકો છે. આ પહેલાં 8 બેઠકો ધરાવતી રઆમ પાર્ટી પણ આઇઝનકોટને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂકી છે. બંને અરબ પક્ષોના ટેકાથી આઇઝનકોટને મળતું સમર્થન હવે 67 સાંસદો સુધી પહોંચવાની શક્યતા છે. આ આંકડો ખૂબ મહત્વનો છે.

120 બેઠકોની સંસદમાં 67નો આંકડો કેમ ખાસ?

ઇઝરાયલની સંસદને નેસેટ કહેવામાં આવે છે. તેમાં કુલ 120 સભ્યો હોય છે અને સરકાર રચવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે. હાલના રાજકીય સમીકરણ પ્રમાણે આઇઝનકોટને સમર્થન આપવાની ભલામણ કરનારા પક્ષોનો આંકડો 67 સુધી પહોંચી શકે છે. એટલે બહુમતીના જરૂરી આંકડા કરતાં 6 બેઠકો વધુ સમર્થન તેમની પાસે હોઈ શકે છે. જોકે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. રાષ્ટ્રપતિ સમક્ષ કોઈ નેતાના નામની ભલામણ કરવી અને તેની સરકારમાં સામેલ થવું એ બંને અલગ બાબતો છે.

કોને મળશે સરકાર બનાવવાનું આમંત્રણ?

ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમને નક્કી કરવાનું છે કે સરકાર રચવાની જવાબદારી કોને સોંપવી. જેમાં પરંપરાગત રીતે જે નેતાને વધુ સાંસદોનું સમર્થન મળે તેને સરકાર બનાવવાની તક આપવામાં આવે છે. જોકે અંતિમ નિર્ણય લેવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. બીજી તરફ નેતન્યાહૂની સ્થિતિ નબળી કમજોર જોવા મળી રહી છે.

વધુ વાંચો : અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં ટ્રમ્પની પાર્ટીને મોટો ઝટકો, પોતાના જ તમામ ગઢમાં હાર્યા!

આઇઝનકોટની સરકાર બનવાનો રસ્તો સાફ થયો સાફ

આઇઝનકોટ માટે સમર્થનનો આંકડો મજબૂત બન્યો છે, પરંતુ સરકાર બનવાનું નક્કી નથી. ગઠબંધનમાં સામેલ થનારા પક્ષો વચ્ચે નીતિઓ અને શરતો અંગે સહમતી થવી પણ જરૂરી છે. ખાસ કરીને અરબ પક્ષો સાથેના રાજકીય સહકારને લઈને વિરોધી ગઠબંધનમાં પણ મતભેદો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Benjamin Netanyahu New Government Formation Israel Political Crisis

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ