ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાત / ગુજરાતી સિનેમા / અન્ય જિલ્લા / વધુ એક લોકગાયિકાનો પારિવારિક વિવાદ ચર્ચામાં, પૂર્વ પતિએ કહ્યું ''મારા પરિવારને કંઇ થયું તો...''

વિવાદ / વધુ એક લોકગાયિકાનો પારિવારિક વિવાદ ચર્ચામાં, પૂર્વ પતિએ કહ્યું ''મારા પરિવારને કંઇ થયું તો...''

Published By: Priykant Shrimali

Last Updated: 12:34 PM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tejal Thakor Rajbha Zala Controversy : સોશિયલ મીડિયા પર તેમના પૂર્વ પતિ રાજભા ઝાલાનો વીડિયો વાયરલ તો તેજલ ઠાકોરે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છૂટાછેડાના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા, જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Tejal Thakor Rajbha Zala Controversy : ગુજરાતી લોકસંગીત જગતમાં જાણીતી ગાયિકા તેજલ ઠાકોર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ વખતે મામલો તેમના પારિવારિક વિવાદને લઈને ગરમાયો છે. સોશિયલ મીડિયા પર તેમના પૂર્વ પતિ રાજભા ઝાલાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. જોકે તેજલ ઠાકોરે પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં છૂટાછેડાના ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે. આ બધાની વચ્ચે હાલ ચારેકોર આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે. અહીં ખાસ નોંધનીય છે કે, આ વાયરલ વીડિયો કે અન્ય કોઈ મુદ્દે VTV ડિજિટલ કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

શું છે સમગ્ર મામલો ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં લોક ગાયિકા તેજલ ઠાકોરના પૂર્વ પતિ રાજભા ઝાલાએ પોપટ ભુવા નામના વ્યક્તિ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, પોપટ ભુવા તરફથી તેમને ધમકીઓ મળી રહી છે. રાજભાએ એવો પણ દાવો કર્યો છે કે, પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓ સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ તેમને અને તેમના બાળકોને માનસિક દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.

ક્ષત્રિય અને ભરવાડ સમાજ મદદની માંગી

રાજભા ઝાલાએ ક્ષત્રિય અને ભરવાડ સમાજ પાસે જાહેરમાં મદદની માંગણી કરી છે. વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, જો તેમના પરિવારને કોઈ નુકસાન પહોંચશે તો તેની જવાબદારી તેજલ ઠાકોર અને પોપટ ભુવા પર રહેશે. અગાઉ પણ રાજભાએ પોતાના બાળકો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો : તો શું ચોમાસું આ વર્ષે મોડું આવશે? ડિપ ડિપ્રેશન વધારશે ખેડૂતોનું ટેન્શન

શું કહ્યું તેજલ ઠાકોરે ?

આ વાયરલ વીડિયોને લઈ લોકગાયિકા તેજલ ઠાકોરનો સંપર્ક કરવામાં આવતા તેમના શો ઇન્ક્વાયરી નંબર પર વાત કરતાં વિશાલ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે આ મામલે પોલીસ કેસ કરવા જઈ રહ્યા છીએ. અહીં ખાસ નોંધનીય છે કે, તેજલ ઠાકોર અને રાજભા ઝાલાના વર્ષ 2024ના છૂટાછેડા થઈ ગયાના ડોક્યુમેન્ટ પણ તેજલ ઠાકોરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Popat Bhuva Tejal Thakor Rajbha Zala

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ