ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તો શું ચોમાસું આ વર્ષે મોડું આવશે? ડિપ ડિપ્રેશન વધારશે ખેડૂતોનું ટેન્શન

સ્કાયમેટ આગાહી / તો શું ચોમાસું આ વર્ષે મોડું આવશે? ડિપ ડિપ્રેશન વધારશે ખેડૂતોનું ટેન્શન

Published By: Priykant Shrimali

Last Updated: 11:56 AM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Skymet Weather Forecast : હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબ સાગરમાં આગામી 24થી 48 કલાક દરમિયાન ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા

ADVERTISEMENT

Skymet Weather Forecast : દેશભરના ખેડૂતો માટે આગામી ચોમાસાને લઈને ચિંતાજનક સંકેતો સામે આવી રહ્યા છે. વાસ્તવમાં ખાનગી હવામાન એજન્સી Skymet Weather દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ આ વર્ષે ચોમાસું ભારતના દરિયાકાંઠે સામાન્ય સમય કરતાં મોડું પહોંચી શકે છે. ખાસ કરીને અરબ સાગરમાં સર્જાતી હવામાન પરિસ્થિતિઓને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબ સાગરમાં આગામી 24થી 48 કલાક દરમિયાન ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા પર અસર પડી રહી છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન ચોમાસું ઝડપથી આગળ વધતું હોય છે, પરંતુ હાલ હવામાનમાં આવેલા ફેરફારોને કારણે તેની ગતિ ઘટી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ તરફ ચોમાસું મોડું પડવાની શક્યતાએ ખાસ કરીને ખેતી પર નિર્ભર ખેડૂતોની ચિંતા વધારી છે. કારણ કે સમયસર વરસાદ ન આવે તો વાવણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. ખેડૂતો માટે પાણી, પાક આયોજન અને કૃષિ કામગીરીનું સમયપત્રક ચોમાસા પર જ આધારિત હોય છે.

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ બાદ હવે દવાઓના પણ ભાવમાં થઇ શકે ઉછાળો, જાણો કેમ

હાલમાં દેશના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે અને વરસાદ અંગે લોકો રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આગામી દિવસોમાં અરબ સાગરમાં સર્જાનારી હવામાન સિસ્ટમ ચોમાસાની દિશા અને ગતિ નક્કી કરવામાં મહત્વની સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Skymet Forecast Monsoon 2026 Delayed Monsoon India

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ