ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પેટ્રોલ-ડીઝલ બાદ હવે દવાઓના પણ ભાવમાં થઇ શકે ઉછાળો, જાણો કેમ

સંભાવના / પેટ્રોલ-ડીઝલ બાદ હવે દવાઓના પણ ભાવમાં થઇ શકે ઉછાળો, જાણો કેમ

Published By: Priykant Shrimali

Last Updated: 11:34 AM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Medicines Price Hike : અહેવાલોનું માનીએ તો પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાને કારણે દવાઓ બનાવવા માટે જરૂરી કાચા માલના ભાવમાં ભારે વધારો થયો અને હવે...

ADVERTISEMENT

Medicines Price Hike : વિશ્વભરમાં ચાલી રહેલા મિડલ ઈસ્ટ સંકટની અસર હવે સામાન્ય લોકોના આરોગ્ય ખર્ચ પર પણ જોવા મળી શકે છે.મીડિયા અહેવાલો મુજબ પેટ્રોલ, ડીઝલ અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ બાદ હવે ભારતમાં જીવનરક્ષક દવાઓના ભાવ વધવાની શક્યતાઓ તેજ બની છે. દવા ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં 384 આવશ્યક દવાઓના ભાવમાં તાત્કાલિક વધારો કરવાની મંજૂરી આપી શકે છે.

આ તરફ અહેવાલોનું માનીએ તો પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ જવાને કારણે દવાઓ બનાવવા માટે જરૂરી કાચા માલ એટલે કે API (Active Pharmaceutical Ingredients) ના ભાવમાં ભારે વધારો થયો છે. કેટલાક કેમિકલ્સ અને દવા ઉત્પાદનમાં ઉપયોગી સામગ્રીના ખર્ચમાં 200થી 300 ટકા સુધીનો વધારો નોંધાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત પેકેજિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જતા દવા ઉત્પાદકો પર દબાણ વધ્યું છે.

અહેવાલો અનુસાર, જે દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે તેમાં એન્ટીબાયોટિક્સ, બ્લડ પ્રેશરની દવાઓ, હૃદયરોગની મેડિસિન, પેરાસીટામોલ જેવી સામાન્ય દવાઓ તેમજ સ્ટેરોઇડ્સ અને વિટામિન દવાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને Paracetamol, Amoxicillin, Azithromycin અને Amlodipine જેવી દવાઓ વધુ મોંઘી બની શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર કરોડોની સોનાની ચોરી પકડાઈ, એરલાઇન સ્ટાફ સહિત 8 આરોપીઓ ઝડપાયા

હાલમાં આ મુદ્દે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કિંમત નિર્ધારણ સત્તામંડળ, ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે. સરકારનું માનવું છે કે આ વધારો માત્ર અસ્થાયી રહેશે અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સામાન્ય થતા ફરી ભાવ ઘટાડવામાં આવી શકે છે. બીજી તરફ, ઈંધણના વધતા ભાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે ભારત સરકારે પણ સાવચેતીના પગલાં શરૂ કર્યા છે. એલપીજી અને કાચા તેલની આયાત પર પડતી અસરને ધ્યાનમાં રાખીને સરકાર સ્થાનિક ઉત્પાદન વધારવા પર ભાર મૂકી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pharmaceutical News, Life Saving Drugs Pharmaceutical News Medicine Price Hike

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ