બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પર કરોડોની સોનાની ચોરી પકડાઈ, એરલાઇન સ્ટાફ સહિત 8 આરોપીઓ ઝડપાયા

કાર્યવાહી / અમદાવાદ એરપોર્ટ પર કરોડોની સોનાની ચોરી પકડાઈ, એરલાઇન સ્ટાફ સહિત 8 આરોપીઓ ઝડપાયા

Priykant Shrimali

Last Updated: 10:49 AM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Airport : ઝડપાયેલા આરોપીઓમાં એરલાઇનના ક્લીનિંગ અને સિક્યુરિટી સ્ટાફ ઉપરાંત જ્વેલર્સ અને મુખ્ય સૂત્રધારનો પણ સમાવેશ, અહીં જાણો શું છે સમગ્ર મામલો ?

Ahmedabad Airport : અમદાવાદ એરપોર્ટથી ફરી એકવાર કરોડો રૂપિયાના સોનાની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પોલીસે સુનિયોજિત રીતે અંજામ આપવામાં આવેલી આ ચોરીનો પર્દાફાશ કરીને એરલાઇન કર્મચારીઓ, જ્વેલર્સ અને અન્ય મળી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં અંદાજે ₹1.72 કરોડનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ 18 એપ્રિલના રોજ સીક્વલ લોજિસ્ટિક્સ દ્વારા આશરે 13 કિલો વજનનું કાર્ગો પાર્સલ અમદાવાદથી બેંગલુરુ મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલમાં લગભગ 2.107 કિલો સોનાની જ્વેલરી હતી, જેની કિંમત આશરે ₹2.58 કરોડ હતી. આ જ્વેલરી RBZ Jewellers દ્વારા Titan Company માટે તૈયાર કરવામાં આવી હતી. જોકે અન્ય તમામ પાર્સલ સુરક્ષિત રીતે પહોંચી ગયા હોવા છતાં સોનાવાળું પાર્સલ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું હતું.

આ તરફ તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મોટું કાવતરું ઝડપી પાડ્યું છે. આરોપીઓએ ફિલ્મી અંદાજમાં ચોરીને અંજામ આપ્યો હતો. એરલાઇનના કેટલાક કર્મચારીઓએ બોર્ડિંગ બાદ સોનાની બેગ એક મુસાફરના સામાનમાં મૂકી દીધી હતી. તે મુસાફરને અગાઉથી જ ટિકિટની વ્યવસ્થા કરીને મોકલવામાં આવ્યો હતો. બેંગલુરુ પહોંચ્યા બાદ બેગ ફરી મેળવી સોનું અમદાવાદ પરત લાવવામાં આવ્યું અને પછી તેને ઓગાળી અલગ અલગ ભાગોમાં વેચવાનો પ્રયાસ થયો હતો.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં એરલાઇનના ક્લીનિંગ અને સિક્યુરિટી સ્ટાફ ઉપરાંત જ્વેલર્સ અને મુખ્ય સૂત્રધારનો પણ સમાવેશ થાય છે. પોલીસ મુજબ, આ સમગ્ર ચોરી ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. આરોપીઓએ સોનાને ઓગાળી રોકડ અને સોનાના બારના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : અંગ દઝાડતી ગરમી વચ્ચે આજે આ વિસ્તારોમાં વરસાદની થશે એન્ટ્રી

પોલીસે અત્યાર સુધીમાં રોકડ રકમ, સોનાના બાર, ઓગાળેલા સોનાના ટુકડા અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ ₹1.72 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર ઘટના એરપોર્ટ સુરક્ષા અને કાર્ગો હેન્ડલિંગ સિસ્ટમ પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.

8 આરોપીની ધરપકડ

  • સલામ મોહમ્મદ ઉર્ફે સલેમોહમ્મદ અમીન અંસારી
  • કાદલિપભાઈ ઉર્ફે બાપુ જયંતીભાઈ પટેલ
  • રોશનકુમાર પટેલ
  • ઝૈદ હસન અંસારી
  • સુલતાન સામા
  • રવિકાંત બાગીયા
  • કિરણ પવાર
  • શંકર વાકાસે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Airport Gold Theft Sardar Vallabhbhai Patel International Airport Gold Smuggling Case
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ