ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંગ દઝાડતી ગરમી વચ્ચે આજે આ વિસ્તારોમાં વરસાદની થશે એન્ટ્રી

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / અંગ દઝાડતી ગરમી વચ્ચે આજે આ વિસ્તારોમાં વરસાદની થશે એન્ટ્રી

Last Updated: 09:30 AM, 22 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Rain Forecast : હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની આગાહી જાહેર કરી, આજે ગુજરાતમાં અહીં પડશે વરસાદ

1/5

photoStories-logo

1. ગરમી વચ્ચે વરસાદની આગાહી

Gujarat Rain Forecast : ગુજરાતમાં મે મહિનાની કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. સવારથી જ શરૂ થતો ગરમ પવન મોડી રાત સુધી લોકોને અકળાવી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને રાજકોટમાં 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમી નોંધાતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હવામાન વિભાગે કરી આગાહી

આ વચ્ચે હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડાની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અહીં આજે પડશે વરસાદ

હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે શનિવારે ભાવનગર, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વધતી જતી ગરમીથી લોકો ત્રાહિમામ

ગરમી અને ભેજના વધતા પ્રભાવને કારણે રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ડિહાઇડ્રેશન, ઝાડા-ઊલટી, ફૂડ પોઈઝનિંગ અને હીટ સ્ટ્રોક જેવા કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. તબીબો લોકોকে વધુ પાણી પીવા અને બહારનો વાસી ખોરાક ટાળવાની સલાહ આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ગરમીથી બચવા શું કરશો ?

તબીબોના જણાવ્યા મુજબ, શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જળવાઈ રહે તે માટે લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી અને ORS જેવા પીણાંનું સેવન કરવું જરૂરી છે. આગામી દિવસોમાં ગરમી અને વરસાદ બંને પરિસ્થિતિ માટે લોકોને સાવચેત રહેવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Gujarat Gujarat Weather Heatwave Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ